________________
૧૧૬
આત્મપ્રબોધ
તે પ્રમાણે પોતાની નિપુણતા બતાવવા માટે પણ શરૂ કરેલું આરંભવાળું વચન ઉલટું નરક નિપાત આદિ દુઃખનું કારણ થાય છે. તેના કરતાં તો મૂંગાપણું સારું (૧૫) હવે પાલન કરેલા અને નહીં પાલન કરેલા આ વ્રતનું ફળ બતાવાય છે
सच्चेण जिओ जायइ, अप्पडिहयमहुरगुहिरवरवयणो ।
अलिएणं मुहरोगी, हीणसरो मम्मणो मूओ ॥१६॥ સત્ય વચનથી જીવ આ લોકમાં યશ, વિશ્વાસ આદિનો પાત્ર થાય છે, અને પરલોકમાં અપ્રતિહત, મધુર, ગંભીર અને શ્રેષ્ઠ વચનવાળો થાય છે. અપ્રતિહત- વજની જેમ ક્યાંય પણ સ્કૂલના ન પામે. મધુર- પરિપક્વ શેરડીના રસ જેવું. ગંભીર- પાણીથી ભરેલા વાદળાની ગર્જના જેવું. શ્રેષ્ઠ- વ્યક્ત અક્ષરવાળું હોવાથી કમનીય.
તથા અલીક વચનથી આ લોકમાં અવિશ્વાસ, અપકીર્તિ આદિનો ભાજન થાય, અને ભવાંતરમાં મુખરોગી, હીન સ્વરવાળો, મખ્ખન અને મૂક થાય છે. મન્સન એટલે બોલતી વખતે તેનું વચન
અલના પામે. આ વ્રત વાણીનો વિષય હોવાથી તેનું ફળ પણ વાણીનો જ વિષય છે એમ કહ્યું. બીજી રીતે અવિરાધેલા આ વ્રતથી સ્વર્ગાદિ અને વિરાધેલા આ વ્રતથી નરકાદિ ફળ પણ જાણવું.(૧૬) હવે આ વ્રતમાં વ્યતિરેકથી દૃષ્ટાંત કહેવાય છે
दप्पेण अलियवयणस्स, जं फलं तं न सक्किमो वोत्तुं ।
दक्खिण्णालीएण वि, गओ वसू सत्तमं नरयं ॥१७॥ પોતાના મતની સ્થાપના કરવાના આગ્રહથી જે જિનમતથી વિરુદ્ધ વચન બોલવામાં આવે છે, તેનું અનંતાનંત સંસારપરિભ્રમણ રૂપ ફળ છદ્મસ્થ અને પરિમિત આયુષ્યવાળા અમે કહેવા માટે સમર્થ નથી. કારણ કે દાક્ષિણ્યાલીકથી પણ વસુ રાજા સાતમી નરકમાં ગયો. જો દાક્ષિણ્યથી પણ કહેલા અલીકથી આવા પ્રકારની દુર્ગતિ થાય છે તો પછી દર્પથી કહેલા અલીકનું ફળ કેવી રીતે કહેવું શક્ય બને? દાક્ષિણ્ય =ગુરુની પતીનો આગ્રહ. તેથી બોલેલું અલીક તે દાક્ષિણ્યાલીક. અહીં વસુ રાજાની કથા આ પ્રમાણે છે
વસુરાજાની કથા ' ડાહલ દેશમાં શક્તિમતી નગરીમાં અભિચંદ્ર નામનો રાજા હતો. તેને વસુ નામનો પુત્ર હતો. તે જ નગરીમાં જિનધર્મથી વાસિત મનવાળો ક્ષીરકદંબક નામનો એક ઉપાધ્યાય રહેતો હતો. તેની પાસે અશઠ આચારવાળા, બાલ્યકાળથી પણ સત્યવ્રતમાં રક્ત તે વસુકુમારે વિદ્યા અભ્યાસ કર્યો. ત્યારે પર્વતક નામનો ઉપાધ્યાયનો પુત્ર અને નારદ નામનો વિદ્યાર્થી હતો. તે બંનેએ પણ વસુકુમારની સાથે શાસ્ત્ર અભ્યાસ કર્યો. કોઈ વખત તેઓ ત્રણે પણ થાકી જવાથી આંગણાની ભૂમિમાં સુતા હતા ત્યારે ઉપાધ્યાયે આકાશમાં ચારણ ઋષિના મુખમાંથી આ પ્રમાણે વાણી સાંભળી. જે આ ત્રણ વિદ્યાર્થીઓ આંગણાની ભૂમિમાં સુતા છે તેમાંથી એક ઉચ્ચગતિમાં જશે અને બે તો નરકમાં જશે. ત્યારપછી તેણે વિચાર્યું કે- આ ઋષિનું વાક્ય કોઈ પણ રીતે ખોટું ન થાય. પરંતુ