________________
બીજો પ્રકાશ - દેશવિરતિ
૧૧૫ તથા જલ, અગ્નિ, દ્વિત્ (? ઘટ) કોષ, વિષ, મોષ (અડદ), તંદુલ, ફાલ, ધર્મ (ધર્મજ), સુતસ્પર્શ (?) આ દશ દિવ્યો છે. આવા સ્વરૂપવાળા સર્વ દિવ્યો તેમની આજ્ઞાને ઓળંગતા નથી. અહીં આજ્ઞા આ પ્રમાણે છે
હે જલ ! મને ન ડુબાડ. હે અગ્નિ! મને ન બાળ. (હે શત્રુ! અમારાથી દૂર થા, હે ભંડાર! તું ખાલી ન થા, હે વિષ! તું અમને પીડા ન કર, હે ભાષા ! અમને બાધા ન કરો, તે તંદુલો! અમને અજીર્ણ ન કરો, અમારો ધર્મ સફલ થાઓ. અરે હે પુત્ર ! તું અવિનીત ન થા, હે સર્પ ! અમને ડંખ ન માર) ઇત્યાદિ. આવા પ્રકારનાં દિવ્યો જાણવાં. (૧૩) હવે સત્યથી ઉલટું અસત્ય ઘણું નિંદનીય છે તે બતાવે છે
वयणम्मि जस्स वयणं, निच्चमसच्चं वहेइ वच्चरसो ।
सुद्धीए जलण्हाणं, कुणमाणं तं हसंति बुहा ॥१४॥ સર્વ જગતને અનિષ્ટ હોવાથી અને અપવિત્રતાનો હેતુ હોવાથી અસત્ય વચન એ જ વિષ્કારસ જેના મુખમાં નિત્ય વહે છે, શુદ્ધિ માટે જલસ્નાન કરતા તે પુરુષને વિવેકીઓ હસે છે. અહો ! આની મૂર્ખાઈ ! જે આ અસત્યવચનથી નિરંતર મલિન થયેલો પણ માત્ર ચામડી ઉપર રહેલા મલને સાફ કરવામાં સમર્થ એવા પાણીથી પોતાને પવિત્ર કરવા ઈચ્છતો સ્નાનાદિ માટે જાય છે. જેથી બીજાઓએ પણ કહ્યું છે કે
चित्तं रागादिभिः क्लिष्ट-मलीकवचनैर्मुखं । जीवघातादिभिः कायो, गङ्गा तस्य पराङ्मुखी ॥ १॥ सत्यं शौचं तपः शौचं, शौचमिन्द्रियनिग्रहः ।
सर्वभूतदया शौचं, जलशौचं च पञ्चमं ॥ २ ॥ . અર્થ- જેનું ચિત્ત રાગાદિથી ક્લિષ્ટ છે, જેનું મુખ અલીક વચનોથી ક્લિષ્ટ છે, જેની કાયા જીવઘાત આદિથી ક્લિષ્ટ છે, તેને ગંગા પરાફમુખ થયેલી છે. (૧) સત્ય શૌચ છે, તપ શૌચ છે, ઈદ્રિયનો નિગ્રહ શૌચ છે, સર્વ જીવોની દયા શૌચ છે, અને પાંચમું જલ શૌચ છે. (૨) (૧૪) વળી
मूयत्तणंपि मन्ने, सारं सारंभवयणसत्तीओ।
निम्मंडणं चिअ वरं, जलंतअंगारसिंगारा ॥१५॥ હું એમ માનું છું કે- આરંભવાળા અસત્યભાષણને, એટલે કે મર્મ પ્રગટ કરવાથી પાપવાળા વચનને બોલવાની જે શક્તિ છે તેના કરતા તો મૂંગાપણું સારું. અહીં દૃષ્ટાંતને કહે છે- ધગધગતા અંગારાથી શરીરને શણગારવું એના કરતાં તો શરીરનો શણગાર ન કરવો સારો. અહીં આ અર્થ છે. જે પ્રમાણે શરીરની શોભા માટે પણ કરેલો અંગારાનો શૃંગાર ઉલટું દાદાદિ અનર્થનું કારણ છે, ૧. જલ, અગ્નિ, ઘટ, કોષ, વિષ, તપ્તમાષક, તંદુલ, ફૂલ અને ધર્મજ એમ નવ દિવ્યો કેટલાક માને છે એમ ભગવદ્ ગોમંડલ કોષમાં છે.