________________
૧૧૪
धन्ना ते णमणिज्जा, जेहिं मणवयणकायसुद्धीए । सव्वजियाणं हिंसा, चत्ता एवं विचिंतिज्जा ॥ १ ॥
અર્થ- જેઓએ મન-વચન-કાયાની શુદ્ધિથી સર્વજીવોની હિંસાનો ત્યાગ કર્યો છે તેઓ ધન્ય છે, તેઓ નમસ્કાર કરવા યોગ્ય છે, એ પ્રમાણે વિચારવું. આ પ્રમાણે પ્રથમ વ્રતની ભાવના કરી. (૧૧) હવે બીજું સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત કહેવામાં આવે છે
સ્થૂલ એવું જે મૃષાવાદ એટલે કે અસત્ય બોલવું તેનાથી વિરમણ એટલે કે નિવૃત્તિ. તે સ્વરૂપ જે વ્રત તે સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત કહેવાય છે. તે વ્રત કન્યા અલીક આદિથી નિવૃત્તિ સ્વરૂપ છે. તે આ પ્રમાણે
कन्नागोभूअलियं, नासावहारं च कूडसक्खिजं । ભૂતમલીગ પંચહ્ન, ચરૂ સુન્નુમ પિ નક્ષત્તિ ॥ ૨॥
આત્મપ્રબોધ
શ્રાવક સ્થૂલ વસ્તુ સંબંધી અતિ દુષ્ટ અધ્યવસાયથી થનારા પાંચ પ્રકારના મૃષાવાદનો ત્યાગ કરે. તે આ પ્રમાણે- કન્યા અલીક, ગો અલીક, ભૂમિ અલીક, ન્યાસાપહાર અને કૂટ સાક્ષી. તેમાં નિર્દોષ એવી પણ કન્યાને આ વિષ કન્યા છે ઇત્યાદિ કહેનારને કન્યા અલીક લાગે. બહુ દૂધ આપતી ગાયને દૂધ વગરની કહે અથવા અલ્પ દૂધ આપનારી ગાયને ઘણું દૂધ આપનારી કહે તેને ગો અલીક લાગે. બીજાની ભૂમિને પોતાની ભૂમિ કહે એને ભૂમિ અલીક લાગે. આ સર્વ દ્વિપદ, ચતુષ્પદ (અપદ) સંબંધી અલીકનું ઉપલક્ષણ જાણવું.
પ્રશ્ન- જો આ પ્રમાણે છે તો સર્વ સંગ્રહ માટે દ્વિપદ આદિનું જ ગ્રહણ કેમ ન કર્યું ? ઉત્તર- કન્યા વગેરે અલીકો લોકમાં અતિ ગર્ધિત હોવાના કારણે વિશેષથી તેનો ત્યાગ કરવા માટે તેનું અહીં ગ્રહણ કર્યું છે. એમાં કોઈ દોષ નથી.
ન્યાસ = થાપણ, તેનું અપહરણ = અપલાપ તે ન્યાસાપહાર. આ અદત્તાદાન સ્વરૂપ હોવા છતાં પણ અપલાપવાળા વચનની પ્રધાનતા હોવાથી મૃષાવાદમાં કહેલું છે. લાંચ વગેરેના લોભથી અથવા મત્સર આદિથી પરાભવ પામવાથી પ્રમાણ કરેલી પણ વાત બીજી રીતે સ્થાપન કરનારને કૂટ સાક્ષી લાગે. આ બીજાનાં પાપોને દૃઢ કરતો હોવાથી પૂર્વના મૃષાવાદોથી આનો ભેદ છે. આ પ્રમાણે ગૃહસ્થોને સ્થૂલ અલીકનો નિષેધ કહીને સૂક્ષ્મ અલીકમાં યતના કહે છે. સૂક્ષ્મ પણ એટલે કે અલ્પ વસ્તુ સંબંધી પણ અલીકનો યથાશક્તિ ત્યાગ કરે. જો નિર્વાહ ન થઈ શકે તેમ હોય તો તરતમયોગથી યતના કરે. (૧૨)
હવે સત્યવ્રતનો પ્રભાવ બતાવવામાં આવે છે—
जे सच्चव्ववहारा, तेसिं दुट्ठा वि नेव पहवंति ।
नाइक्कमंत आणं, ताणं दिव्वाइं सव्वाइं ॥ १३॥
જે સત્ય બોલનારા છે તેઓને દુષ્ટ (=સ્ક્રૂર) કર્મવાળા પણ રાજા વગેરે શ્રી કાલકાચાર્યને દત્ત પુરોહિતની જેમ કષ્ટ આપવા માટે સમર્થ નથી જ થતા. તેનું કથાનક તો ત્રીજા પ્રકાશમાં કહેવાશે.