________________
બીજો પ્રકાશ -
દેશવિરતિ
હવે અન્વય- વ્યતિરેકથી અહિંસાના ફળને બતાવે છે
सुखसौभाग्यबलायु-रिमकान्त्यादिफलमहिंसायाः । बहुरुक्शोकवियोगा, अबलत्वभीत्यादि हिंसायाः ॥ १० ॥
૧૧૩
અર્થ- સુખ, સૌભાગ્ય, બળ, આયુષ્ય, ધીરજ, કાંતિ આદિ અહિંસાનું ફળ છે. બહુ રોગ, શોક, વિયોગ, બળનો અભાવ, ભય ઇત્યાદિ હિંસાનું ફળ છે. આ તો ઉપલક્ષણ છે. તેથી વિભવ, સ્વર્ગ વગેરે પણ જે- જે ૨મણીય છે તે- તે બધું અહિંસાનું ફળ છે. અને જે નરકનિપાત વગે૨ે અનિષ્ટ છે તે બધું હિંસાનું ફળ જાણવું. (૧૦)
હવે આ વ્રત જ દૃષ્ટાંત બતાવવા દ્વારા વર્ણવાય છે
जे संसारजं दुक्खं, मोत्तुमिच्छंति जंतुणो । अणुकंपापरा निच्चं, सुलसु व्व हवंति ते ॥ ११ ॥
અર્થ- જે જીવો સંસારમાં ઉત્પન્ન થયેલા દુઃખને છોડવા ઈચ્છે છે તેઓ સુલસની જેમ નિત્ય અનુકંપામાં તત્પર થાય છે. સુલસની કથા આ પ્રમાણે છે
સુલસની કથા
રાજગૃહ નગરીમાં કાલિકસૂકરિક નામનો કસાઈ વસે છે. તે પોતાના જ્ઞાતિના પાંચસો ઘરમાં અગ્રેસર છે. તેનો સુલસ નામનો એક પુત્ર છે. તે અભયકુમાર મંત્રીના સંસર્ગથી દયામાં તત્પર એવો શ્રાવક થયો. તેના પિતા કાલિકસૂકરિક તો નિત્ય પાંચસો પાડાઓને મારે છે. તે શ્રેણિક વડે નિવારાતો હોવા છતાં પણ અભવ્ય હોવાના કારણે તેના વધથી અટકતો નથી. તેથી કેવલ પાપમાં નિર્ભય થયેલો, જેને દુષ્ટ લેશ્યા ઉત્પન્ન થઈ છે એવો તે મરીને સાતમી નરકમાં ગયો. ત્યારે પોતાના જ્ઞાતીય પુરુષોએ ભેગા થઈને સુલસને કહ્યું: હવે તું પિતાના પદને ગ્રહણ કર. અને કુટુંબનું પોષણ કર. સુલસે કહ્યું: કેવી રીતે કરું ? તેઓએ કહ્યું: કુલક્રમથી આવેલી દ૨૨ોજ પાંચસો પાડાઓને મારવાની ક્રિયા કર. સુલસે કહ્યું: આવા પ્રકારના જીવવધથી ભેગું કરેલું ધન તમે બધા પણ ભોગવો છો અને તેનાથી ઉત્પન્ન થયેલું પાપ તો મારે એકલાએ જ ભોગવવાનું આવે. ત્યારે તેઓએ કહ્યું: અમે પાપને વહેંચીને લેશું. તેથી તેઓને પ્રતિબોધ ક૨વા માટે સુલસ કુઠારના પ્રહારથી પોતાના પગને જ જરાક છેદીને આક્રંદન કરતાં બોલ્યોઃ મને વેદના થાય છે તે વેદનાને જલદી વહેંચીને લઈ લો. તેઓએ કહ્યું: વેદનાને વહેંચી લેવામાં અમારું સામર્થ્ય નથી. સુલસે કહ્યું: જો તમારું આટલું પણ સામર્થ્ય નથી તો પછી નરકનું કારણ એવું અનેક પાડાના વધથી ઉત્પન્ન થયેલું પાપ કેવી રીતે વહેંચીને લેશો ? ત્યારે તેઓ બધા પણ મૌન ધારણ કરીને રહ્યાં. ત્યાર પછી સુલસ પોતાના બધા ય કુટુંબને પ્રાણિવધથી નિવારીને સવ્યવહારથી તેનું પાલન કરતો યાવજ્જીવ શુદ્ધ શ્રાવક ધર્મને આરાધીને સ્વર્ગનો ભાગી થયો. આ પ્રમાણે પ્રથમ વ્રતના આરાધનમાં સુલસનું દૃષ્ટાંત પૂર્ણ થયું. આ પ્રમાણે બીજાઓએ પણ સદ્ધર્મનું મૂળ, સર્વ કાર્યોની સિદ્ધિ માટે અનુકૂળ એવું આ વ્રત પ્રયતથી સેવવું જોઈએ. અહીં ભાવના ગાથા આ પ્રમાણે છે