________________
૧૧૨
આત્મપ્રબોધ
પ્રશ્ન- નિયમ કરેલા સ્થાનો સિવાયના સ્થાનોમાં શ્રાવક ઈચ્છા પૂર્વક જીવવધ ભલે કરે એમાં શું વાંધો છે?
ઉત્તર- કહેલા ત્રસાદિ સિવાયના સ્થાવર વગેરેમાં શ્રાવકની યતના હોય છે, પણ નિર્દયપણું નથી હોતું.
અહીં આ ભાવ છે- મેં સંકલ્પથી નિરપરાધી ત્રસવનું જ પચ્ચકખાણ કર્યું છે. પણ એ સિવાયનું પચ્ચખાણ કર્યું નથી એ પ્રમાણે વિચારીને શ્રાવક પૃથ્વી વગેરેનો તથા આરંભથી ત્રસાદિનો નિઃશંકપણે ઉપમર્દન કરતો નથી, પરંતુ જો તેના વિના ચાલી શકતું હોય તો સ્થાવર વગેરેને પણ હણતો નથી. હવે જો તેના વિના ચાલે તેમ ન હોય તો “ખરેખર ! સર્વ આરંભથી મુક્ત આ સાધુઓ ધન્ય છે. મહાઆરંભમાં મગ્ન થયેલા મારો મોક્ષ ક્યાં થશે ?” એ પ્રમાણે દયાવાળા હૃદયથી સશક જ ત્યાં પ્રવર્તે છે. કહ્યું છે કે
वजइ तिव्वारंभं, कुणइ अकामो अनिव्वहंतो य ।
थुणइ निरारंभजणं, दयालुओ सव्वजीवेसु ॥ १॥ અર્થ- તીવ્ર આરંભનો ત્યાગ કરે. નિર્વાહ ન થાય તો ઈચ્છા વિના કરે. નિરારંભીજનની પ્રશંસા કરે, સર્વ જીવો વિશે દયાળુ હોય.
પૂર્વપક્ષ- જેનો નિયમ નથી કર્યો એવી વસ્તુમાં આવી યતના કરવાની શું જરૂર છે?
ઉત્તરપક્ષ- યતના વિના પ્રાણાતિપાત વિરમણનું ફળ મળતું નથી. કારણ કે વ્રત કેવલ પોતાએ ઉચ્ચરેલાનું નિર્વાહ કરવા માટે કરાતું નથી, પુણ્ય માટે પણ કરાય છે. અને પુણ્ય મનના પરિણામથી થાય છે. હવે જો તે સ્થાવર આદિ વિશે પણ નિર્દય છે તો બધી ય જગ્યાએ તેવો જ થશે. કેમ કે જેમ ત્રસમાં જીવ છે તેમ સ્થાવરમાં પણ જીવ છે. આમ બંનેમાં જીવ સામાન્ય છે. તેથી જેનો નિયમ ન કર્યો હોય તેવા સ્થાવરાદિમાં પણ યતના કરે. કહ્યું છે કે
___ जं जं घरवावारं, कुणइ गिही तत्थ तत्थ आरंभो ।
મારંભે વિ દુ નય, ત૨તમનો વિતે II I અર્થ- ગૃહસ્થ જે-જે ઘરનો વ્યાપાર કરે છે ત્યાં-ત્યાં આરંભ છે. આરંભમાં તરતમયોગથી યતના વિચારે. તરતમયોગથી એટલે અલ્પ આરંભથી સાધી શકાય એવા કાર્યમાં મહા આરંભ ન કરે. અથવા બહુ સાવઘ કાર્યનો ત્યાગ કરીને અલ્પ સાવઘવાળું કાર્ય કરે તે તરત યોગ છે. (૮) હવે અવયવ્યતિરેકથી અહિંસાની શુભોત્તરકાળતા = શુભાશુભતા બતાવવામાં આવે છે
यो रक्षति परजीवान, रक्षति परमार्थतः स आत्मानं ।
यो हन्त्यन्यान् जीवान्, स हन्ति नर आत्मनात्मानं ॥९॥ અર્થ- જે પરજીવોને રહે છે તે પરમાર્થથી પોતાને રહે છે. જે અન્ય જીવોને હણે છે તે નર પોતાથી પોતાને હણે છે. અર્થાત્ જે બીજા જીવોનું રક્ષણ કરે છે તે પોતાના આત્માનું રક્ષણ કરે છે અને જે બીજા જીવોને મારે છે તે પોતાના આત્માને મારે છે. (૯)