________________
બીજો પ્રકાશ - દેશવિરતિ
૧૧૧
પૂલ જીવના ભેદથી અને સૂક્ષ્મજીવના ભેદથી પ્રાણિવધ બે પ્રકારનો છે. તેમાં બેઈદ્રિય વગેરે પૂલ જીવો છે. બાદર એકેંદ્રિય અહીં સૂક્ષ્મ જીવો છે. પરંતુ સૂક્ષ્મ નામકર્મના ઉદયવાળા એકેંદ્રિય જીવો સૂક્ષ્મ તરીકે અહીં વિવક્ષિત નથી. તેઓનો શસ્ત્ર આદિ પ્રયોગથી વધ થતો નથી. તેમાં ગૃહસ્થોને સ્થૂલ પ્રાણિવધથી નિવૃત્તિ થાય છે, પણ સૂક્ષ્મ વધથી નિવૃત્તિ નથી થતી. કેમ કે તેઓ પચન-પાચન આદિ બધી કાર્ય પ્રવૃત્તિ પૃથ્વી-જલ આદિના વધથી જ કરે છે. આ પ્રમાણે સ્થાવર જીવહિંસાનો નિયમ ન હોવાથી વીશમાંથી દશ વિશા ઓછા થવાથી દશવિશા અહિંસા રહી. ત્યાર પછી જે સ્થૂલ પ્રાણિવધનો નિયમ કર્યો તે સંકલ્પજન્ય અને આરંભજન્ય એમ બે પ્રકારનો છે. તેમાં પહેલો “હું અને મારું' એવા મનના સંકલ્પથી થાય છે, અને બીજો ખેતી-ઘર વગેરેના આરંભમાં પ્રવર્તવાથી થાય છે. તેમાં શ્રાવક સંકલ્પથી થનારા પૂલ પ્રાણિવધથી અટકે છે, પણ આરંભથી થનારા પ્રાણિવધથી અટકી શકતો નથી. કેમ કે તેના વિના તેના શરીર, કુટુંબ આદિનો નિર્વાહ થતો નથી. આ પ્રમાણે આરંભથી થનારી હિંસાનો નિયમ ન હોવાથી દશમાંથી પાંચ વિશા ઓછી થવાથી પાંચ વિશા અહિંસા રહી. ત્યાર પછી જે સંકલ્પથી થનારા વધનો નિયમ કર્યો તે પણ સાપરાધ અને નિરપરાધના ભેદથી બે પ્રકારનો છે. તેમાં શ્રાવક સાપરાધી ચોર, જાર પુરુષ વગેરેનો સંકલ્પ કરીને પણ વધનો ત્યાગ કરતો નથી. નિરપરાધીનો તો સંકલ્પ કરીને વધ નથી કરતો. અને એ પ્રમાણે સાપરાધં હિંસાનો નિયમ ન હોવાથી પાંચમાંથી અઢી વિશા ઓછા થતાં અઢી વિશા અહિંસા રહી. ત્યાર પછી જે નિરપરાધ વધનો નિયમ કર્યો તે પણ સાપેક્ષ અને નિરપેક્ષના ભેદથી બે પ્રકારનો છે. તેમાં અપેક્ષા એટલે આશંકા. આશંકાથી સહિત તે સાપેક્ષ. અર્થાત્ શંકાવાળુ સ્થાન. તેનાથી વિપરીત તે નિરપેક્ષ. તેમાં શ્રાવક સાપેક્ષ હિંસાનો ત્યાગ કરતો નથી. પણ નિરપેક્ષ હિંસા નથી જ કરતો. અહીં આ તાત્પર્ય છે- કોઈપણ રાજ્ય વગેરેનો અધિકારી માણસ બારવ્રતનો સ્વીકાર કર્યો હોય તો પણ પોતાની ગુપ્ત વાત જાણી ગયો હોવાથી શંકાસ્થાનવાળા નિરપરાધી એવા પણ કોઈક પુરુષના વધનો નિષેધ કરતો નથી. અથવા રાજા અનપરાધી એવા પણ કોઈક શત્રુપુત્રના વધનો ત્યાગ કરતો નથી. આ પ્રમાણે સાપેક્ષ હિંસાને ન છોડવાથી અઢીમાંથી સવા વિશા ઓછા થવાથી શ્રાવકોને માત્ર સવા વિશો દયા બાકી રહી. કહ્યું છે કે
.साहू वीसं सड्डे, तससंकप्पावराहसाविक्खे ।
अद्धद्धओ सवाओ, विसोअओ पाणअइवाए ॥१॥ અર્થ- પ્રાણના અતિપાતમાં સાધુઓને વીસ વશા દયા હોય છે. શ્રાવકને ત્રસ, સંકલ્પનો નિયમ છે. સૂક્ષ્મ-આરંભજન્ય હિંસાનો નિયમ નથી. તેમજ અપરાધી અને સાપેક્ષ હિંસાનો નિયમ નથી. તેથી અર્ધ અર્ધ કરતા સપાદ (સવા) વશા દયા હોય છે.
હિંસા સ્થાવર (સૂક્ષ્મ)
| ત્રસ સ્કૂલ) આરંભજન્ય
સંકલ્પજન્ય અપરાધી
નિરપરાધી સાપેક્ષ
નિરપેક્ષ