________________
૧૧૦
આત્મપ્રબોધ
બાર વ્રતો હવે બારવ્રત સ્વરૂપ દેશવિરતિના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે પહેલાં તેનાં નામો કહેવામાં આવે છે
पाणिवह १ मुसावाए २ अदत्त ३ मेहूण ४ परिग्गहे चेव ५ । दिसि ६ भोग ७ दंड ८ समई ९, देसे १० तह पोसह ११ विभागो १२ ॥७॥
સ્થૂલ પ્રાણિવધ, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહથી વિરમણ એ પાંચ અણુવ્રતો છે. તથા દિક્પરિમાણ, ભોગપભોગમાન, અનર્થ દંડ વિરમણ આ ત્રણ ગુણવ્રતો છે. તથા સામાયિક, દેશાવગાશિક, પૌષધ, અતિથિસંવિભાગ નામના ચાર શિક્ષાવ્રતો છે. બધા મળીને બાર વ્રતો થયા.
અહીં આ ભાવ છે. સમ્યકત્વનો લાભ થયા પછી ગૃહસ્થ પ્રાણાતિપાત આદિ આરંભની નિવૃત્તિથી સદ્ગતિની પ્રાપ્તિ આદિ ગુણોને જાણતો બાર વ્રતોને ગ્રહણ કરે.
પહેલું પ્રાણિવધ વિરમણ વ્રત તેમાં પ્રાણિવધ વિરમણ વ્રત, સર્વ વ્રતનો સાર હોવાથી શ્રી જિનેંદ્ર ભગવંતોએ પહેલું બતાવેલું છે. પ્રાણીઓના વધથી વિરમણ તે પ્રાણિવધ વિરમણ. પ્રાણાતિપાત વિરમણ અને અહિંસા એ એના પર્યાયવાચી નામો છે. તેમાં સર્વ જીવેદ્રવ્ય અમૂર્ત હોવાથી હિંસાને અયોગ્ય છે, અર્થાત્ તેની હિંસા થઈ શકતી નથી. આથી જીવોના દશ પ્રાણોનો વિનાશ કરવો તે હિંસા કહેવાય છે. કહ્યું છે કે
पञ्चेन्द्रियाणि त्रिविधं बलं च, उच्छ्वासनिःश्वासमथान्यदायुः । ,
प्राणा दशैते भगवद्भिरुक्ता-स्तेषां वियोगीकरणं तु हिंसा ॥१॥ અર્થ- પાંચ ઇન્દ્રિયો, ત્રણ બલ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય, ભગવાને આ દશ પ્રાણો કહ્યાં છે. તેનો વિયોગ કરવો તે હિંસા છે.
તેનાથી વિપરીત તે અહિંસા છે. અહિંસારૂપ જે વ્રત તે અહિંસાવ્રત કહેવાય છે. જૈનધર્મ જીવદયા મૂળવાળો હોવાના કારણે બધાં વ્રતોમાં આને અહિંસાવ્રતને) મુખ્ય કહ્યું છે તે યોગ્ય જ છે. જેથી કહ્યું છે કે
इक्कं चिअ इत्थ वयं, निद्दिटुं जिणवरेहि सव्वेहिं ।
पाणाइवायविरमण, अवसेसा तस्स रक्खट्ठा ॥ १॥ અર્થ- સર્વ જિનેશ્વરોએ આ એક પ્રાણાતિપાત વિરમણ વ્રત જ બતાવેલું છે. બાકીનાં બધાં વ્રતો તેની રક્ષા માટે બતાવેલાં છે. (૭)
આ સંપૂર્ણ વિશવશા અહિંસા સાધુને હોય છે. શ્રાવકને તો માત્ર સવા વશો અહિંસા જાણવી. તે આ પ્રમાણે
थूला सुहमा जीवा, संकप्पारंभओ अ ते दुविहा । सावराहनिरवराहा, सविक्खा चेव निरविक्खा ॥८॥