________________
બીજો પ્રકાશ -
૧૦૯
છોડીને હું કેમ એકાકી થાઉં, આ પ્રમાણેના સ્વજનના સ્નેહથી, તથા પૂર્વના પુણ્યયોગથી પ્રાપ્ત થયેલા આ ઇંદ્રિયના વિષયોને કેવી રીતે છોડું ? આ પ્રમાણે વિષયના લોભથી સર્વવિરતિને વરવા માટે ઉત્સાહવાળો થતો નથી. તે જીવ સર્વથી ભ્રષ્ટ ન થાઉં, સર્વનાશ થાય એના કરતાં તો જે કાંઈ લાભ થયો તે પણ કલ્યાણકારી છે, એ પ્રમાણે વિચારીને દેશવિરતિને સ્વીકારે છે. કહેલા સ્વરૂપવાળાં પ્રતિબંધ કરનારાં કારણોનો અભાવ હોય તો સર્વવિરતિને જ સ્વીકારે છે. આવશ્યક ચૂર્ણિમાં કહ્યું છે કે
દેશવિરતિ
विसयसुहपिवासाए, अहवा बंधवजणाणुराएण । अचयंतो बावीसं, परीसहे दुस्सहे सहिउं ॥ १॥
जइ न करेइ विसुद्धं, सम्मं अइदुक्करं तवच्चरणं । तो कुजा गिहिधम्मं न य बज्झो होइ धम्मस्स ॥ २ ॥
અર્થ- વિષયસુખની પિપાસાના કારણે, અથવા બાંધવજનના અનુરાગના કારણે, અથવા દુ:ખે ક૨ીને સહન કરી શકાય તેવા બાવીસ પરીષહોને સહન ક૨વા અસમર્થ હોવાના કા૨ણે જો વિશુદ્ધ અને અતિ દુષ્કર તપચરણને સારી રીતે ન કરે તો ગૃહસ્થધર્મને કરે. પણ ધર્મની બહાર ન થાય, અર્થાત્ કોઈ પણ રીતે ધર્મમાં રહે.
આ દેશવિરતિને સ્વીકારનારો શ્રાવક જઘન્ય આદિ ભેદથી ત્રણ પ્રકારનો છે. તે આ પ્રમાણેજઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટ..
જે પ્રયોજન વિના સ્થૂલ હિંસાને નથી કરતો, મદ્ય-માંસ આદિ અભક્ષ્ય વસ્તુનો ત્યાગ કરે છે, નમસ્કાર મહામંત્રને ધારણ કરે છે, અને નવકા૨શીનું પચ્ચક્ખાણ કરે છે તે જઘન્ય શ્રાવક જાણવો. જે ધર્મયોગ્ય ગુણોથી યુક્ત છે તથા હંમેશા છ આવશ્યકને આચરે છે, અને બારવ્રતોને ધારણ કરે છે તે સદાચારવાળો ગૃહસ્થ મધ્યમ શ્રાવક જાણવો.
* સચિત્ત આહારનો ત્યાગ કરે છે અને એકાસણું કરે છે અને બ્રહ્મચર્યનું પાલન કરે છે તે ઉત્કૃષ્ટ શ્રાવક જાણવો. કહ્યું છે કે
आउट्टिथूलहिंसाइ, मज्जमंसाइ चाइओ ।
जहन्नो सावओ वुत्तो, जो नमुक्कारधारओ ॥ १॥ धम्मजुग्गणाएन्नो, छक्कम्मो बारसावओ ।
गिहत्थो य सयायारो, सावओ होइ मज्झिमो ॥ २ ॥
उक्कोसेणं तु सड्ढो उ, सच्चित्ताहारवज्जओ । गाणगभोइ य, बंभयारी तहेव य ॥ ३ ॥
ઈરાદાપૂર્વક સ્થૂલહિંસા અને મઘમાંસનો ત્યાગી જઘન્ય શ્રાવક કહેલો છે. જે નમસ્કારને ધારણ કરનારો હોય, ધર્મયોગ્ય ગુણોથી યુક્ત હોય, છ આવશ્યકને કરતો હોય, બાર વ્રતવાળો હોય, આવો સદાચારવાળો ગૃહસ્થ મધ્યમ શ્રાવક છે. સચિત્ત આહારનો ત્યાગી, એક અશનનો ભોગી (એકાસણું કરનારો) તથા બ્રહ્મચારી ઉત્કૃષ્ટ શ્રાવક છે. (૬)