SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ આત્મપ્રબોધ (૧૫) સુદીર્ઘદર્દીને સારી રીતે વિચારીને પરિણામે સુંદર કાર્ય કરનારો. પરંતુ ઉત્સુકતાને કરનારો ન હોય. તે પારિણામિકી બુદ્ધિથી આ લોકનું પણ કાર્ય સુંદર પરિણામવાળું જ કરે છે. (૧૬) વિશેષજ્ઞ- સાર-અસાર વસ્તુના વિભાગને જાણનારો. અવિશેષજ્ઞ તો દોષોને પણ ગુણરૂપે અને ગુણોને પણ દોષરૂપે જાણે છે. આથી વિશેષજ્ઞપણું જ સારું છે. (૧૭) વૃદ્ધાનુગ- વૃદ્ધાનુગ એટલે ગુણ પ્રાપ્ત કરવાની બુદ્ધિથી પરિણત મતિવાળા વૃદ્ધોને અનુસરનારો. વૃદ્ધજનોને અનુસરનારો માણસ ક્યારે પણ વિપત્તિને પામતો નથી. (૧૮) વિનીત- વિનીત એટલે ગુરુજનનો ગૌરવ કરનારો. વિનયવાળાને વિશે તરત જ જ્ઞાનાદિ સંપત્તિ પ્રગટ થાય છે. (અહીં વિનીત- અવિનીત બે શિષ્યનું દૃષ્યત જાણવું. દગંત માટે જુઓ પાના નંબર ૩૧૦). (૧૯) કૃતજ્ઞઃ કૃતજ્ઞ એટલે બીજાએ કરેલા આ લોક સંબંધી કે પરલોક સંબંધી અલ્પ પણ ઉપકારને જાણે છૂપાવે નહીં. કૃતઘ માણસ બધી જગ્યાએ ઘણી નિંદા કરે છે, આથી કૃતજ્ઞપણું યોગ્ય છે. (૨૦) પરહિતાર્થકારી- પરહિતાર્થકારી એટલે બીજાના હિતકારી કાર્યોને કરવાના સ્વભાવવાળો. પ્રશ્ન- પૂર્વે કહેલા સદાક્ષિણ્યની સાથે આનો તફાવત શું છે? ઉત્તર- સદાક્ષિણ્ય બીજાએ પ્રાર્થના કરી હોય તો પરહિત કરે, જ્યારે આ સ્વયં જ પરહિતમાં પ્રવર્તે છે. જે સ્વભાવથી જ પરહિત કરવામાં નિરત હોય છે તે નિઃસ્પૃહ હોવાના કારણે બીજાઓને પણ સધર્મમાં સ્થાપે છે. (૨૧) લબ્ધલક્ષ-લબ્ધલક્ષ એટલે શીખવા યોગ્ય અનુષ્ઠાનનું જેણે લક્ષ રાખ્યું છે તે. આવા પ્રકારના લબ્ધલક્ષવાળો વંદન-પ્રત્યુપેક્ષણા આદિ ધર્મકૃત્યને જાણે પૂર્વભવમાં અભ્યાસ કર્યો હોય એમ જલદી જ જાણે છે. શ્રાવક આવા એકવીશ ગુણોથી યુક્ત હોય છે. આ પ્રમાણે શ્રાવકના ગુણો કહ્યા. (૩-૪-૫) દેશવિરતિને યોગ્ય હવે કહેલા ગુણોવાળા પણ ભવ્ય જીવોમાં જે દેશવિરતિને યોગ્ય હોય છે તે બતાવવામાં આવે છે जे न खमंति परीसह-भयसयणसिणेहविसयलोभेहिं । સવ્વવિર થયું, તે ગુપ લેવર દ્દા જે પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયવાળા જીવો પરિષહભય, સ્વજનસ્નેહ અને વિષયનો લોભ આ કારણોથી સર્વવિરતિ ધારણ કરવા માટે સમર્થ થતા નથી તેઓ દેશવિરતિને યોગ્ય છે. અહીં આ તાત્પર્ય છે- સધર્મની સામગ્રીને પામીને વિવેકી જીવે પહેલાં સર્વવિરતિનો જ આદર કરવો જોઈએ. હવે જે ભૂખ-તરસને સહન કરવા, ભિક્ષા માટે ભમવું, મેલ ધારણ કરવો આદિ પરિષહોના ભયથી, તથા આવા પ્રકારના અત્યંત પ્રીતિપાત્ર, માતા, પિતા, પુત્ર આદિ પરિવારને
SR No.005692
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2003
Total Pages326
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy