________________
બીજો પ્રકાશ - દેશવિરતિ
૧૦૭ અતિશાયિ રૂપ તો જો કે તીર્થંકર વગેરેને જ હોય છે તો પણ કોઈક દેશમાં કોઈક કાળમાં કોઈક વયમાં વર્તતો માણસ જે રૂપથી આ રૂપવાળો છે એ પ્રમાણે લોકોને પ્રતીતિ ઉત્પન્ન કરાવે છે, તે રૂપ જ અહીં અધિકાર કરાયેલું જાણવું.
(૩) પ્રકૃતિ સૌમ્ય- પ્રકૃતિથી = સ્વભાવથી સૌમ્ય, એટલે કે અભીષણ આકૃતિવાળો, વિશ્વસનીય રૂપવાળો. આવા પ્રકારનો પ્રાયઃ કરીને પાપ વ્યાપારમાં પ્રવર્તતો નથી અને સુખપૂર્વક આશ્રય કરી શકાય છે.
(૪) લોકપ્રિય- આ લોક અને પરલોક વિરુદ્ધનો ત્યાગ કરવાથી અને શીલાદિ ગુણોથી સર્વજનને પ્રિય હોય. તે પણ બધાને ધર્મમાં બહુમાન ઉત્પન્ન કરાવે છે.
(૫) અક્રૂર- અક્રૂર એટલે અક્લિષ્ટ અધ્યવસાયવાળો. જે ક્રૂર હોય તે બીજાનાં છિદ્રો જોવામાં લંપટ હોવાના કારણે કલુષિત મનવાળો થયેલો ધર્મના અનુષ્ઠાન કરતો હોવા છતાં પણ તેના ફળનો ભાગી થતો નથી. આથી અક્રૂરપણું યોગ્ય છે.
(૬) ભીર- આ લોક અને પરલોકના અપાયથી ત્રાસ પામવાના સ્વભાવવાળો હોય. કારણ હોય (= અધર્મમાં પ્રવર્તવાનું કારણ ઉપસ્થિત થાય) તો પણ તે નિઃશંકપણે અધર્મમાં પ્રવર્તતો નથી.
(૭) અશઠ- નિષ્કપટ આચારમાં રહેલો. શઠ માણસ ઠગવા અને પ્રપંચ કરવામાં ચતુર હોવાના કારણે બધાય જનને અવિશ્વસનીય બને છે. આથી અશઠપણે યુક્ત છે. ( (૮) સદાક્ષિણ્ય- સદાક્ષિણ્ય એટલે પોતાના કાર્યનો ત્યાગ કરીને પરકાર્ય કરવાના રસવાળા અંત:કરણવાળો. તે બધા ય લોકને અનુસરણીય થાય છે.
(૯) લજ્જાળુ- લજ્જાળુ અકાર્ય સેવનની વાતથી પણ લજ્જા પામે છે અને સ્વયં અંગીકાર કરેલા સદ્ અનુષ્ઠાનને છોડી શકતો નથી.
(૧૦) દયાલુ- દયાળુ એટલે દયાવાન, અર્થાત્ દુઃખી જીવોની રક્ષા કરવાની અભિલાષાવાળો. દયા ધર્મનું મૂળ છે એ પ્રસિદ્ધ જ છે.
(૧૧) મધ્યસ્થ- મધ્યસ્થ એટલે રાગ-દ્વેષથી રહિત બુદ્ધિવાળો. તે બધી જગ્યાએ રાગદ્વેષથી રહિત હોવાના કારણે વિશ્વને પણ આદેયવચનવાળો થાય છે.
(૧૨) સૌમ્યદૃષ્ટિ-સૌમ્ય દષ્ટિ કોઈને પણ ઉગ કરતો નથી અને તે દર્શન માત્રથી પણ જીવોને પ્રીતિ ઉત્પન્ન કરે છે.
(૧૩) ગુણરાગી- ગાંભીર્ય-ધૈર્ય વગેરે ગુણોમાં રાગ કરવાના સ્વભાવવાળો. તે ગુણનો પક્ષપાત કરનારો હોવાના કારણે ગુણવાળાનું બહુમાન કરે છે. નિર્ગુણીઓની ઉપેક્ષા કરે છે.
(૧૪) સક્કસપક્ષયુક્ત- સત્કર્થ એટલે સદાચારને ધારણ કરનારા હોવાના કારણે સારી પ્રવૃત્તિને કહેનારા. સપક્ષ એટલે સહાય કરનારા. સારી પ્રવૃત્તિને કહેનારા જેને સહાય કરનારા છે તે સત્કથસપક્ષયુક્ત, અર્થાત્ ધર્મમાં નિષેધ ન કરે તેવા પરિવારવાળો. આવા પ્રકારનો કોઈ પણ પરતીર્થિકથી પણ ઉન્માર્ગમાં લઈ જઈ શકાતો નથી. બીજાઓ તો સત્કથ અને સુપયુક્ત એમ બે ગુણોને અલગ માને છે. તથા મધ્યસ્થ અને સૌમ્યદષ્ટિ એ બેને એક જ ગુણ માને છે.