________________
૧૦૬
આત્મપ્રબોધ
દેશવિરતિનો અવસ્થાન કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોનપૂર્વક્રોડ જાણવો. આવા પ્રકારની દેશવિરતિ જેઓને છે તે દેશવિરત શ્રાવકો કહેવાય છે. કારણ કે શ્રાવકો બે પ્રકારના છે. (૧) વિરત શ્રાવકો (૨) અવિરત શ્રાવકો. તેમાં વિરત શ્રાવકો દેશવિરતિને સ્વીકારનારા આનંદ વગેરે જાણવા અને અવિરત શ્રાવકો સમ્યકત્વને ધારણ કરનારા સત્યકી, શ્રેણિક, કૃષ્ણ વગેરે જાણવા. (૨).
આ પ્રકાશમાં જેમણે દેશવિરતિનો સ્વીકાર કર્યો છે એવા શ્રાવકોનું સ્વરૂપ કહેવાનું છે. તે સ્વરૂપનું નિરૂપણ કરતાં પહેલાં શ્રાવકપણાની યોગ્યતાને કહેનારા જે એકવીશ ગુણો છે તે કહેવામાં આવે છે
શ્રાવકના ૨૧ ગુણ धम्मरयणस्स जुग्गो, अक्खुद्दो रूववं पगइसोमो। ... लोगप्पियो अकूरो, भीरू असढो सदक्खिन्नो ॥३॥ लज्जालुओ दयालू, मज्झत्थो सोमदिट्ठि गुणरागी। सक्कहसुपक्खजुत्तो, सदीहदंसी विसेसन्नू ॥४॥ वुड्डाणुगो विणीओ, कयन्नुओ परहियत्थकारी य ।
तह चेव लद्धलक्खो , इगवीसगुणो हवइ सड्ढो ॥५॥ પરતીર્થિક પ્રણીત બધા ધર્મોમાં જે પ્રધાન હોવાથી રત જેવો છે તે ધર્મરત. જિનપ્રણીત ધર્મ દેશવિરતિ આદિ સ્વરૂપ ધર્માચાર રૂપ છે. આવા પ્રકારના (= હવે કહેવાશે તેવા) સ્વરૂપવાળો જ શ્રાવક ધર્મને યોગ્ય છે. શ્રાવકધર્મની યોગ્યતાને જણાવનારા ‘અશુદ્ર વગેરે એકવીશ ગુણો આ પ્રમાણે છે
(૧) અશુદ્ર- તેમાં જો કે તુચ્છ, ક્રૂર, દરિદ્ર, લઘુ આદિ અનેક અર્થને કહેનારો ક્ષુદ્ર શબ્દ છે. તો પણ અહીં સુદ્ર એટલે તુચ્છ એવો અર્થ ગ્રહણ કરાય છે. પ્રસ્તુતમાં તે જ ઉપયોગી છે. તેથી મુદ્ર એટલે તુચ્છ અર્થાત્ અગંભીર. તેનાથી વિપરીત અશુદ્ર એટલે કે ગંભીર. તે સૂક્ષ્મમતિવાળો હોવાના કારણે સુખેથી જ ધર્મને જાણે છે = સમજી શકે છે.
(૨) રૂપવાન-રૂપવાન એટલે સંપૂર્ણ અંગ-ઉપાંગવાળો હોવાના કારણે મનોહર આકારવાળો. તેવા પ્રકારના રૂપવાળો તે સદાચારની પ્રવૃત્તિથી ભવિક લોકોને ધર્મમાં ગૌરવ ઉત્પન્ન કરતો પ્રભાવક થાય છે.
પ્રશ્ન-નંદિષેણ, હરિકેશ, બળ વગેરે કુરૂપવાળા હોવા છતાં પણ તેઓએ ધર્મનો સ્વીકાર કર્યો હતો એમ સંભળાય છે. આથી રૂપવાળો જ ધર્મનો અધિકારી છે એમ ક્યાં રહ્યું?
ઉત્તર- તમારી વાત સાચી છે. પણ અહીં રૂપ બે પ્રકારનું છે. સામાન્ય રૂ૫ અને અતિશારિરૂપ. તેમાં સંપૂર્ણ અંગત્વ વગેરે સામાન્યરૂપ છે અને તે નંદિષેણ વગેરેને પણ હતું જ, આથી વિરોધ નથી આવતો. રૂપવાન એમ જે કહ્યું તે પ્રાયિક છે. એટલે બાકીના ગુણોનો સદ્ભાવ હોય તો કુરૂપપણું પણ અદુષ્ટ છે. અર્થાત્ કુરૂપપણામાં પણ કોઈ દોષ નથી. એ પ્રમાણે આગળ પણ જાણવું.