________________
બીજે પ્રકાશ- દેશવિરતિ
આત્મબોધ પ્રગટતાં દેશવિરતિની પ્રાપ્તિ ત્યાં (પહેલા પ્રકાશમાં) કહેલા સ્વરૂપવાળો, સખ્યત્વ મૂળવાળો, ઉત્તમ આત્મબોધ પ્રગટ થયે છતે કેટલાક આસન્નભવ્ય જીવોને જે ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમથી દેશવિરતિ આદિનો લાભ થાય છે તે બતાવવામાં આવે છે–
सदात्मबोधेन विशुद्धिभाजो, भव्या हि केचित्स्फुरितात्मवीर्याः ।
भजन्ति सार्वोदितशुद्धधर्म, देशेन सर्वेण च केचिदार्याः ॥१॥ વિદ્યમાન આત્મબોધથી નિર્મલ થયેલા અને સમુલ્લસિત આત્મવીર્યવાળા કેટલાક ભવ્ય જીવો સર્વજ્ઞ પ્રણીત વિરતિરૂપ શુદ્ધ ધર્મને દેશથી આરાધે છે અને કેટલાક સપુરુષો સર્વથી આરાધે છે. અર્થાત્ કેટલાક દેશવિરતિને પામે છે તો કેટલાક સર્વવિરતિને પામે છે. (૧) તેમાં પહેલા દેશવિરતિની પ્રાપ્તિ આદિના સ્વરૂપને પ્રગટ કરે છે
इह द्वितीयेषु कषायकेषु, क्षीणोपशान्तेषु विशा तिरश्चा ।
सम्यक्त्वयुक्तेन शरीरिणैषा, लभ्येत देशाद्विरतिर्विशुद्धा ॥२॥ પ્રાણાતિપાતાદિ સ્થાનોથી દેશથી નિવૃત્તિ તે દેશવિરતિ કહેવાય છે. વિશુદ્ધ એવી આ દેશવિરતિ બીજા અપ્રત્યાખ્યાન ક્રોધ-માન-માયા-લોભ સ્વરૂપ ચાર કષાયોનો ક્ષયોપશમ થયે છતે આ સંસારમાં સમ્યત્વથી યુક્ત મનુષ્યને અને તિર્યંચ યોનિ વાળા જીવને પ્રાપ્ત થાય છે. જો બીજા કષાયનો ક્ષયોપશમ ન થાય તો દેશવિરતિની પ્રાપ્તિ થતી નથી. દેવ-નારકને તો દેશવિરતિની પ્રાપ્તિનો અસંભવ હોવાથી તેનું અહીં ગ્રહણ કર્યું નથી.
વળી- સમ્યકત્વની પ્રાપ્તિસમયે જે કર્મની સ્થિતિ હતી તેમાંથી પલ્યોપમ પૃથકત્વ સ્વરૂપ સ્થિતિનો ક્ષય થયે છતે દેશવિરતિની પ્રાપ્તિ થાય છે. પ્રવચન સારોદ્ધારના બસો ઓગણપચાસમાં દ્વારમાં કહ્યું છે કે
सम्मत्तंमि य लद्धे, पलियपुहुत्तेण सावओ होइ ।
चरणोवसमखयाणं सायरसंखंतरा हुंति ॥ १॥ જેટલી કર્મસ્થિતિએ સમ્યકત્વ પ્રાપ્ત કર્યું તેમાંથી પલ્યોપમ પૃથકત્વ સ્વરૂપ સ્થિતિખંડ ખપાવે છતે દેશવિરત શ્રાવક થાય છે. ત્યાર પછી ચરણ, ઉપશમ, ક્ષયના આંતરા સંખ્યાતા સાગરોપમ થાય છે.
અહીં આ ભાવ છે- દેશવિરતિની પ્રાપ્તિ પછી સંખ્યાતા સાગરોપમ ખપાવે છર્ત ચારિત્રને પ્રાપ્ત કરે છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ ખપાવે છતે ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરે છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ ખપાવે છતે ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી તે જ ભવમાં મોક્ષ થાય છે.