________________
૧૦૪
આત્મપ્રબોધ વગેરે દુષ્ટ કારણોનો સમુદાય જો સકલ પણ કર્મજાલને ઉત્પન્ન કરવા સમર્થ છે તો તેનાથી વિરોધી હોવાના કારણે સમ્યમ્ દર્શન આદિનો અભ્યાસ સકલ કર્મને નિર્મૂળ કરવા માટે સમર્થ થાય જ. આ પ્રમાણે તો મિથ્યાદષ્ટિએ કરેલો પણ ઉપાય મુક્તિને સાધનારો થશે એમ ન કહેવું. કારણ કે તે મિથ્યાત્વી વડે કરાયેલો ઉપાય હિંસા આદિ દોષથી કલુષિત હોવાથી સંસારનું કારણ છે. આ કહેવા દ્વારા પણ મોક્ષ ઉપાયના અભાવને પ્રતિપાદન કરનારા દુર્નયનો તિરસ્કાર કર્યો.
આ જીવ અસ્તિત્વ આદિ છ સમ્યકત્વનાં સ્થાનો કહેલાં છે. આ હોય તો જ સમ્યકત્વ હોય. અહીં આત્મા આદિની સિદ્ધિ માટે દરેક સ્થાનમાં ઘણું કહેવાનું છે. ગ્રંથગહન થઈ જવાનો પ્રસંગ આવે માટે તે અહીં કહેવામાં આવતું નથી. આ પ્રમાણે સડસઠ ભેદોથી સમ્યકત્વ કહ્યું.
વળી- અહીં જે ભવ્યજીવો વસ્તુમાત્રની સિદ્ધિમાં પરસ્પર સાપેક્ષ કાલાદિ પાંચને કારણરૂપે પ્રમાણ કરે છે, તેઓને જ આવા પ્રકારના સભૂત સમ્યકત્વનું સ્વામીપણું હોય છે. પરંતુ એકાંતવાદી એવા બીજાઓને હોતું નથી. કહ્યું છે કે
कालो १ सहाव २ नियई ३ पुव्वकयं पुरिसकारणे ५ पंच ।
समवाए सम्मत्तं, एगंते होइ मिच्छत्तं ॥१॥ અર્થ- કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત કર્મ અને પુરુષાર્થ આ પાંચના સમુદાયમાં સમ્યકત્વ હોય છે. એકાંતમાં મિથ્યાત્વ હોય છે.
इत्थं स्वरूपं परमात्मरूप-निरूपकं चित्रगुणं पवित्रं ।
सम्यक्त्वरत्नं परिगृह्य भव्या, भजन्तु दिव्यं सुखमक्षयं च ॥ १॥ અર્થ- આવા સ્વરૂપવાળા, પરમાત્મરૂપને જણાવનારા, વિચિત્ર ગુણવાળા અને પવિત્ર સમ્યકત્વ રતને ગ્રહણ કરીને હે ભવ્યો ! અક્ષય એવા દિવ્ય સુખને ભજો.
प्रवचनसारोद्धारा-द्यनुसारेणैष वर्णितो मया ।..
सम्यक्त्वस्य विचारो, निजपरचेतःप्रसत्तिकृते ॥ २॥ અર્થ- સ્વપરના ચિત્તની પ્રસન્નતા માટે પ્રવચન સારોદ્ધાર આદિના અનુસાર મેં આ સમ્યત્વના વિચારનું વર્ણન કર્યું.
આ પ્રમાણે શ્રી જિનભક્તિ સૂરીંદ્રના ચરણકમળમાં મધુકર સમાન શ્રી જિનલાભસૂરિએ સંગ્રહ કરેલા આત્મપ્રબોધ ગ્રંથમાં સમ્યકત્વનિર્ણય નામનો પ્રથમ પ્રકાશ સમાપ્ત થયો.
શ્રીરતુ છે પ્રથમ પ્રકાશ સમાપ્ત