________________
પ્રથમ પ્રકાશ - સમત્વ
૧૦૩
તથા જૈન આગમોમાં અને ઈતર આગમોમાં જીવ ભોક્તા સિદ્ધ થયેલો છે. સર્વ કર્મને પ્રદેશરૂપે ભોગવે છે પણ વિપાકોદયથી ભજના છે. તથા ભોગવ્યા વિના સેંકડો કલ્પકોટીઓથી પણ કર્મ ક્ષીણ થતું નથી. ઇત્યાદિવચનોથી જીવ સ્વકર્મનો ભોક્તા છે.
આ પ્રમાણે જીવ સ્વકૃત કર્મનો ભોક્તા સિદ્ધ થયો. આ કહેવા દ્વારા અભોક્નત્વજીવવાદીના દુર્મતનું નિરાકરણ કર્યું.
(૫) મોક્ષ છે- તથા જીવનો મોક્ષ છે. આનો અર્થ આ છે- વિદ્યમાન એવા જીવની જ રાગદ્વેષ-મદનમોહ-જન્મ-જરા-મરણ-રોગ આદિ દુઃખના ક્ષય સ્વરૂપ વિશિષ્ટ અવસ્થા મોક્ષ કહેવાય છે. તે મોક્ષ જીવનો છે. પણ જીવનો સર્વથા નાશ નથી. આ કહેવા દ્વારા પ્રદીપનિર્વાણ તુલ્ય અભાવ સ્વરૂપ નિર્વાણ છે ઇત્યાદિ અસદ્ભૂત પ્રરૂપણા કરતા સૌગતવિશેષનું નિરાકરણ કર્યું. તેઓ પ્રદીપની જેમ આ જીવના સર્વથા ધ્વસને જ નિર્વાણ કહે છે. એનું વચન આ છે
दीपो यथा निर्वृतिमभ्युपेतो, नैवावनिं गच्छति नान्तरिक्षं । दिशं न काञ्चिद्विदिशं न काञ्चित्, स्नेहक्षयात्केवलमेति शान्तिं ॥ १ ॥ जीवस्तथा निर्वृतिमभ्युपेतो, नैवावनिं गच्छति नान्तरिक्षं । दिशं न काञ्चिद्विदिशं न काञ्चित् क्लेशक्षयात्केवलमेति शान्तिं ॥२॥
અર્થ- જેમ નિર્વાણને પામેલો (=બુઝાયેલો) દીપક પૃથ્વીમાં જતો નથી, અંતરિક્ષમાં જતો નથી, કોઈ દિશામાં કે કોઈ વિદિશામાં જતો નથી, સ્નેહનો ક્ષય થવાથી કેવલ શાંતિને પામે છે, તેમ નિર્વાણને પામેલો જીવ પૃથ્વીમાં જતો નથી, અંતરિક્ષમાં જતો નથી, કોઈ દિશામાં કે કોઈ વિદિશામાં જતો નથી, ક્લેશનો ક્ષય થવાથી કેવલ શાંતિને પામે છે.
પણ આ વાત બરાબર નથી. કેમ કે દીક્ષાગ્રહણ આદિ પ્રયાસ નકામો જાય. પ્રદીપનું દૃષ્ટાંત પણ અસિદ્ધ છે. તે આ પ્રમાણે પ્રદીપના અગ્નિનો સર્વથા વિનાશ થતો નથી, પરંતુ તેવા પ્રકારના પુદ્ગલનો પરિણામ વિચિત્ર હોવાથી તે જ અગ્નિના પુદ્ગલો ભાસ્વર રૂપનો ત્યાગ કરીને તામસ રૂપાંતરને પામે છે. અને તે પ્રમાણે દીપક બુઝાઈ ગયા પછી તરત જ કેટલોક કાળ તામસ પુદ્ગલરૂપ વિકાર દેખાય છે. લાંબા કાળ સુધી આ નથી દેખાતું તેનું કારણ અંજનરજની જેમ સૂક્ષ્મ-સૂક્ષ્મતર પરિણામનો સદ્ભાવ છે. પવનથી હરણ કરાતા અંજનની જે કૃષ્ણ રજ ઊડે છે તે પણ સૂક્ષ્મ પરિણામના કારણે જણાતી નથી. પરંતુ તેનો અભાવ છે માટે દેખાતી નથી એવું નથી. તેથી જે પ્રમાણે અનંતર કહેલા સ્વરૂપવાળા પરિણામોતરને પામેલો દીપક નિર્વાણ પામ્યો એમ કહેવાય છે, તે પ્રમાણે જીવ પણ કર્મથી રહિત થયેલો અરૂપી જીવ સ્વરૂપ રૂપ પરિણામાંતરને પામેલો નિર્વાણ પામ્યો એમ કહેવાય છે. તેથી વિદ્યમાન જીવની દુઃખાદિ ક્ષયરૂપ અવસ્થા નિર્વાણ કહેવાય છે એ નક્કી થયું.
(૬) મોક્ષનો ઉપાય છે- તથા મોક્ષનો ઉપાય એટલે કે સમ્યક સાધન છે. સમ્યગ્દર્શન, જ્ઞાન , અને ચારિત્ર મુક્તિને સાધતા હોવાથી આ ઘટે છે. તે આ પ્રમાણે- મિથ્યાત્વ- અજ્ઞાન- જીવહિંસા