________________
પ્રથમ પ્રકાશ - સમ્યત્વ
ત્યાર પછી આ પ્રમાણે પશ્ચાત્તાપને કરતાં અતિ કરુણારસમાં મગ્ન થયેલા તે સાધુએ સર્વ લોકોને સ્થિર કરવા માટે સમુત્થાનશ્રુતનું પરાવર્તન કરવાનું શરૂ કર્યું. તેમાં ઘણા આહ્વાદને ઉત્પન્ન કરનારાં સૂત્રો છે. જેના પ્રભાવથી ઉજ્જડ થયેલું પણ ગામ વગેરે તરત સારી રીતે વસેલું થાય છે. હવે જેમ જેમ તે મુનિ તે સૂત્રનું પરાવર્તન કરવા લાગ્યા, તેમ તેમ ખુશ થયેલા બધા પણ લોકો નગરની અંદર આવ્યા. રાજા પણ સહર્ષ પોતાના સ્થાનમાં આવ્યો. ભયની બધીય વાત નાશ પામી. સર્વ લોક સ્વસ્થ થયો. ત્યાર પછી તપથી જેણે શરીરને શોષી નાંખ્યું છે, પરમ ઉપશમ રસમાં નિમગ્ન થયેલા છે એવા દસાર મુનિ ત્યાં આહાર ગ્રહણ કર્યા વિના જ પાછા વળ્યા. વિનયપૂર્વક સ્વામીની પાસે આવ્યા. ત્યારે સ્વામીએ કહ્યું: હે દમસાર ! આજે ચંપા નગરીમાં ભિક્ષા માટે જતા તને મિથ્યાષ્ટિના વચનથી ગુસ્સો ઉત્પન્ન થયો ત્યાંથી માંડીને કોપ ઉપશાંત થયો છે એવો તું અહીં આવ્યો ત્યાં સુધીનું બધું કહ્યું. આ અર્થ સાચો છે? તેણે કહ્યું: હા, તે તે જ પ્રમાણે છે. ફરી સ્વામીએ કહ્યું : હે દમસાર ! જે અમારો સાધુ હોય કે સાધ્વી હોય તે કષાયને ધારણ કરે તો દીર્ઘ સંસારને કરે છે અને જે ઉપશમને ધારણ કરે છે તેનો સંસાર અલ્પ થાય છે. આ વાક્યને સાંભળીને મુનિએ કહ્યું છે ભગવાન્ ! મને ઉપશમ સારવાળું પ્રાયશ્ચિત્ત આપો. ત્યારે સ્વામીએ તપપ્રતિપત્તિરૂપ પ્રાયશ્ચિત્ત આપ્યું.
ત્યારપછી દસાર મુનિએ સ્વામીની પાસે અભિગ્રહ કર્યો કે- “જ્યારે મને કેવળજ્ઞાન થશે ત્યારે હું આહાર ગ્રહણ કરીશ.” આ પ્રમાણે અભિગ્રહ કરીને દમસારમુનિ સંયમથી અને તપથી આત્માને ભાવતા વિચરવા લાગ્યા. ત્યાર પછી પ્રમાદથી ઉત્પન્ન થયેલા તે દોષની નિંદા અને ગઈ કરતા તે સાધુને શુભ અધ્યવસાયથી સાતમા દિવસે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ મહિમા કર્યો. ત્યાર પછી દસાર મુનિ ઘણા લોકોને પ્રતિબોધ કરી, બાર વર્ષ સુધી કેવલી પર્યાય પાળી, અંતે સંખના કરી સિદ્ધિ ગતિને પામ્યા. આ પ્રમાણે ઉપશમ ઉપર દમસાર મુનિનું દૃષ્ટાંત પૂર્ણ થયું. આ પ્રમાણે બીજા પણ સમ્યગ્દષ્ટિઓએ સંપૂર્ણ અભ્યતર તાપને નિવારનારા, સ્વારને ઉપકાર કરનારા, પરમ ઉપશમ રસમાં નિમગ્ન થવું જોઈએ. જેથી કરીને પરમ આનંદરૂપ સુખની શ્રેણિઓ ઉલ્લસિત થાય. આ પ્રમાણે ઉપશમ નામનું પહેલું લક્ષણ પૂર્ણ થયું. | (૨) સંવેગ- સંવેગ એટલે અતિશ્રેષ્ઠ એવાં પણ દેવ-મનુષ્યનાં સુખોનો ત્યાગ કરવા પૂર્વક ફક્ત મુક્તિ સુખનો જ અભિલાષ. સમ્યગ્દષ્ટિ ખરેખર નરેંદ્ર અને સુરેંદ્રનાં દિવ્ય પણ વિષય સુખોને અનિત્ય હોવાના કારણે અને દુઃખાનુબંધી હોવાના કારણે દુઃખરૂપે માનતો નિત્ય આનંદ સ્વરૂપ મોક્ષ સુખને જ સુખરૂપે માને છે અને વાંછે છે. આ સમ્યકત્વનું બીજું લક્ષણ છે.
(૩) નિર્વેદ- નિર્વેદ એટલે નારક-તિર્યંચ વગેરેનાં સાંસારિક દુઃખોથી કંટાળો. સમ્યગ્દષ્ટિ જીવ જન્મ વગેરે દુઃખોથી અતિ ગહન એવા સંસારરૂપી કારાગારમાં અતિ ભારી કર્મરૂપી દંડપાલિકોથી તે તે રીતે કર્થના કરાતો પ્રતિકાર કરવા અસમર્થ અને મમત્વથી રહિત થયેલો (ચતુર્ગતિના) દુઃખના કારણે સંસારથી વિરાગી હોય છે. સમ્યકત્વનું આ ત્રીજું લક્ષણ છે.
આ સંવેગ અને નિર્વેદ મુક્તિપદને પ્રાપ્ત કરાવનારા હોવાથી સમ્યગ્દષ્ટિ જીવોએ દઢ પ્રહારીની જેમ હંમેશા તેનો આશ્રય કરવો જોઈએ. દઢપ્રહારીનો વૃત્તાંત તો આ પ્રમાણે છે