________________
૮૨
આત્મપ્રબોધ
મુનિ ભગવાનની આજ્ઞા લઈને માસક્ષમણના પારણામાં ભિક્ષા માટે યુગમાત્ર દૃષ્ટિથી ઈર્યાપથને જોતાં જ્યાં ચંપાનગરી છે ત્યાં પહોંચ્યા. ત્યારે માથા ઉપર સૂર્ય તપી રહ્યો છે. પગ નીચે ગ્રીષ્મ તાપથી તપેલી રેતી અગ્નિની જેમ બળી રહી છે. તેની પીડાથી વ્યાકુળ થયેલા મુનિએ નગરના દ્વારે ઊભા રહીને વિચાર્યું કે- હમણાં ગ્રીષ્મઋતુનો તાપ દુસ્સહ છે. જો નગરીમાં રહેનારો કોઈપણ માણસ મળી જાય તો તેને નજીકનો માર્ગ પૂછું.
તે સમયે કોઈક મિથ્યાદષ્ટિ કોઈક કાર્ય કરવા માટે જતો ત્યાં આવ્યો. તે પણ સામા મળેલા તે સાધુને જોઈને મને અપશુકન થયું એ પ્રમાણે વિચારતો નગરીના દ્વારે રહ્યો. ત્યારે તે મિથ્યાત્વીને મુનિએ પૂછ્યું: હે ભદ્ર ! આ નગરમાં કયા માર્ગથી નજીકનાં ઘરો આવે છે. તેણે વિચાર્યું. આ નગરના સ્વરૂપને જાણતો નથી તેથી હું આને મોટા દુઃખમાં નાંખુ. જેથી મને આ ખરાબ શુકનનું ફળ ન મળે. આ પ્રમાણે વિચારીને તેણે કહ્યું કે સાધુ ! આ માર્ગથી જા, જેથી ગૃહસ્થોનાં ઘરો જલદી પ્રાપ્ત થશે. ત્યાર પછી સરળ સ્વભાવવાળા તે સાધુ તેણે બતાવેલા માર્ગે જ ચાલ્યા. પરંતુ તે માર્ગ અપથ સમાન અતિ વિષમ હતો જ્યાં એક ડગલું પણ ચાલવા માટે તે સમર્થ થતા નથી. બધાં ઘરોનો પાછળનો ભાગ જ દષ્ટિપથમાં આવે છે. કોઈ પણ માણસ સામો પણ મળતો નથી. ત્યારે આ માર્ગના સ્વરૂપને જોઈને કોપાનલથી બળેલા તે સાધુએ વિચાર્યું અહો ! આ નગરના લોકો દુષ્ટ છે. જેથી આ પાપીએ નિષ્ઠયોજન જ મને આવા દુઃખમાં નાખ્યો. આવા પ્રકારના દુષ્ટ માણસો શિક્ષાને યોગ્ય છે. જેથી કહ્યું છે કે
મૃદુત્વ મૃદુષુ શ્રેષ્ય, ચં વુિં |
भृङ्गः क्षणोति काष्ठानि, कुसुमानि दुनोति न ॥१॥ અર્થ- કોમલ હોય તેના વિશે કોમળતા કરવી પ્રશંસનીય છે. કઠોર હોય તેના વિશે કઠોરતા કરવી પ્રશંસનીય છે. (કઠોર) લાકડાને ભમરો કોતરી ખાય છે. (કોમળ, ફૂલોને દુ:ખ પહોંચાડતો નથી.
તેથી હું પણ આ દુષ્ટ લોકોને કષ્ટમાં નાખીશ. આ પ્રમાણે વિચારીને કોપથી આકુળ થયેલા તે સાધુએ ક્યાંય પણ છાયાવાળા પ્રદેશમાં રહીને ઉત્થાનશ્રુત ગણવાની શરૂઆત કરી. તે શ્રુતમાં ઉદ્વેગને ઉત્પન્ન કરનારાં સૂત્રો છે. જેના પ્રભાવથી ગામ હોય કે નગર હોય કે જનપદ હોય તે સારી રીતે વસેલું હોય તો પણ ઉજ્જડ થઈ જાય છે. હવે તે સાધુએ ગુસ્સાથી જેમ જેમ શ્રુત ગણ્યું તેમ તેમ નગરમાં એકાએક પરચક્ર વગેરેની વાર્તા પ્રગટ થવાથી સર્વે પણ નગરના લોકો ભયભીત થયેલા, શોકથી આકુળ થયેલા પોતાના ધન-ધાન્ય વગેરે બધું છોડીને કેવલ પોતાનો જીવ લઈને ચારે દિશામાં નાસી ગયા. રાજા પણ રાજ્ય છોડીને ભાગ્યો. નગર શૂન્ય કરાયું. તે અવસરે પડવું, સ્કૂલના પામવી, પલાયન થઈ જવું વગેરે ક્રિયાથી ઉત્પન્ન થયેલાં વિવિધ દુઃખોથી દુઃખી થયેલા નગરના લોકોને જોઈને કોપથી નિવૃત્ત થયેલા સાધુએ વિચાર્યું અહો ! મેં આ શું કર્યું? નિષ્કારણ જ આ બધા લોકોને પણ મેં દુઃખી કર્યા. પરંતુ સર્વજ્ઞનું વચન કેવી રીતે ખોટું પડે તેથી સ્વામીએ જે પહેલાં કહ્યું હતું તે જ થયું. ફોગટ જ ગુસ્સો કરીને હમણાં ઉત્પન્ન થતાં કેવળજ્ઞાનને હારી ગયો.