________________
પ્રથમ પ્રકાશ - સમ્યક્ત્વ
ત્યાર પછી કુમારે ઘરે આવીને માતા-પિતાની આગળ આ પ્રમાણે કહ્યું: હે માતા-પિતા ! આજે મેં સ્વામીને વંદન કર્યા. તેમણે કહેલો ધર્મ મને ગમ્યો છે. આથી આપની અનુજ્ઞાથી હું સંયમ ગ્રહણ કરવા ઈચ્છું છું. ત્યારે માતા-પિતાએ કહ્યું: હે પુત્ર ! તું હજી પણ બાળક છે, ભોગ કર્મોને ભોગવ્યા નથી. સંયમ માર્ગ અતિ દુષ્કર છે, તીક્ષ્ણ તલવારની ધારા ઉપર ચાલવા સમાન છે. અતિ સુકુમાર શરીરવાળા તારે હમણાં સંયમ પાળવું અશક્ય છે. તેથી સાંસારિક સુખોને ભોગવીને પરિણત વયવાળો થઈને પછી ચારિત્રને ગ્રહણ કરજે. આ સાંભળીને ફરી દમસારે કહ્યું: હે માતાપિતા ! આપે સંયમની દુષ્કરતા બતાવી તેમાં સંદેહ નથી. પરંતુ તે દુષ્કરતા કાયર માટે છે. ધીર પુરુષો માટે તો કોઈ પણ કાર્ય દુષ્કર નથી જ. કહ્યું છે કે
ता तुंगो मेरुगिरी, मयरहरो ताव होइ दुत्तारो ।
ताविसमा कज्जगई, जाव ना धीरा पवज्जंति ॥ १॥
૮૧
અર્થ- ત્યાં સુધી જ મેરુ પર્વત ઊંચો છે, ત્યાં સુધી જ સમુદ્ર દુસ્તર છે, ત્યાં સુધી જ કર્મની ગતિ વિષમ છે, જ્યાં સુધી ધીર પુરુષો તેને સ્વીકારતા નથી.
તથા અતૃપ્તરૂપે પૂર્વે ભોગવેલા નિસ્સાર એવા સાંસારિક સુખોમાં પણ મને ઈચ્છા નથી. તેથી વિલંબ વિના આપ મને આજ્ઞા આપો. જેથી હું સંયમ ગ્રહણ કરું. આ પ્રમાણે દમસારનો સંયમ લેવાનો નિશ્ચય જાણીને માતા-પિતાએ તેનો નિષ્ક્રમણ મહોત્સવ કર્યો. ત્યારે દમસાર કુમારે વધતા પરિણામોથી શ્રીવીરપ્રભુ પાસે વ્રત ગ્રહણ કર્યું. સપરિવાર માતા-પિતા પોતાના સ્થાને ગયા. ત્યારપછી દમસાર ઋષિએ બે ઉપવાસ, ત્રણ ઉપવાસ, ચાર ઉપવાસ વગેરે વિવિધ તપો કરીને એક વખત વીરપ્રભુ પાસે આ પ્રમાણે અભિગ્રહ ગ્રહણ કર્યો. હે સ્વામી ! હું યાવજ્જીવ માસક્ષમણ તપ સ્વીકારી વિચરીશ. સ્વામીએ કહ્યું: હે દેવાનુપ્રિય ! જે પ્રમાણે સુખ ઉપજે તેમ કરો. ત્યાર પછી તે મુનિ ઘણા માસક્ષમણથી શરીરને શોષીને નાડી અને અસ્થિ માત્ર શરીરવાળા થયા.
તે સમયે ભગવાન વર્ધમાન સ્વામી ચંપા નગરીમાં સમવસર્યા. દમસાર મુનિ પણ ત્યાં આવ્યા. કોઈ વખત માસક્ષમણના પારણાના દિવસે પહેલી પોરિસીમાં સ્વાધ્યાય કરીને બીજી પોરિસીમાં ધ્યાન કરતા તેમના મનમાં આવા પ્રકારનો વિચાર આવ્યો. ‘આજે હું સ્વામીને પૂછું શું હું ભવ્ય છું કે અભવ્ય ? ચરમ શરીરી છું કે અચરમ શરીરી ? મને કેવલજ્ઞાન થશે કે નહીં ? હવે આ પ્રમાણે વિચારીને તે મુનિ જ્યાં શ્રી વીર સ્વામી રહેલા હતા ત્યાં આવીને ભગવાનને ત્રણ પ્રદક્ષિણા આપીને વંદન કરીને સેવા કરી. ત્યારે શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ દમસારને આ પ્રમાણે કહ્યું: હે દમસાર ! આજે ધ્યાન કરતા તારા હૃદયકમળમાં આ અધ્યવસાય ઉત્પન્ન થયો છે- હું સ્વામીને પૂછું કે શું હું ભવ્ય છું કે અભવ્ય ? ઇત્યાદિ. આ અર્થ સાચો છે ? મુનિએ કહ્યું: હા, સાચો જ છે. ત્યાર પછી સ્વામીએ કહ્યું: હે દમસાર ! તું ભવ્ય છે, અભવ્ય નથી, તું ચરમ શ૨ી૨ી છે અચરમ શરીરી નથી. એક પ્રહરની અંદર તને કેવલજ્ઞાન થવાનું છે પરંતુ કષાયના ઉદયથી તેમાં વિલંબ થશે. દમસારે કહ્યું: હે સ્વામી ! કષાયનો હું ત્યાગ કરીશ. ત્યાર પછી ત્રીજી પોરિસીમાં તે