________________
૮૪
આત્મપ્રબોધ
દેઢપ્રહારીનું દૃષ્ટાંત
માકંદી નગરીમાં સુભદ્ર શ્રેષ્ઠી રહે છે. તેને દત્ત નામનો પુત્ર છે. તે બાળપણમાં બાકીની સાથે રમતો દૃઢપ્રહારથી બાળકોને મારે છે. ત્યારે લોકોએ દૃઢપ્રહા૨ી એ પ્રમાણે તેનું નામ કર્યું. હવે દરરોજ આ પ્રમાણે કરતા તેને જોઈને લોકોએ શ્રેષ્ઠીને ઠપકો આપ્યો. તેથી શ્રેષ્ઠી ઘણીવાર વારતો હોવા છતાં પણ તે ક્રૂર હોવાના કારણે બાળકોને મારે જ છે. ત્યારે લોકોએ રાજાને તેનું સ્વરૂપ કહ્યું. તેથી રાજાના આદેશથી શ્રેષ્ઠીએ તેને પોતાના ઘરમાંથી કાઢી મૂક્યો. હવે અતિક્રૂર સ્વભાવવાળો તે બાળક ક્યાંય પણ નિવાસને નહીં પામતો ચોર પલ્લીમાં ગયો. ત્યાં કુસંસર્ગના કારણે ચોર થયો. એક વખત એક દરિદ્ર બ્રાહ્મણના ઘરે તે ચોરી કરવા માટે પ્રવેશ્યો. ત્યારે શીંગડાથી મારતી ચોરી કરવામાં અંતરાય કરતી ગાય તેની સન્મુખ દોડી. નિર્દય એવા તેણે તલવારથી તરત તે ગાયને મારી નાખી. તેથી જાગેલો બ્રાહ્મણ હાથમાં લાકડી લઈને સામે ગયો. તેને પણ તે જ પ્રમાણે મારી નાખ્યો. તેની પાછળ પોકાર કરતી સગર્ભા બ્રાહ્મણીને પણ તેણે મારી નાખી. પછી ભૂમિ ઉપર આળોટતા તેના ગર્ભને તેણે જોયો. ત્યારે કોઈપણ શુભના ઉદયથી તેના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. નિર્વેદ ગુણથી યુક્ત થયેલા તે ચોરે વિચાર્યુંઃ આહા ! પાપી એવા મેં આ પાપ કેમ કર્યું ? મનુષ્ય જન્મમાં આવા પ્રકારના ઘોર પાપ કરનારા મને ધિક્કાર થાઓ. ઇત્યાદિ વિચારીને પાંચ મુષ્ટિ લોચ કરીને તેણે ચારિત્રને ગ્રહણ કર્યું. ત્યાર પછી ‘જ્યાં સુધી આ પાપ મને યાદ આવશે ત્યાં સુધી હું અન્ન અને પાણી નહીં ગ્રહણ કરું.' એ પ્રમાણે અભિગ્રહ ગ્રહણ કરીને તે જ નગરમાં પૂર્વદિશાની શેરીમાં તે કાયોત્સર્ગથી રહ્યા. તે નગરના લોકોથી પથ્થર અને લાકડીઓના પ્રહારોથી મરાતા હોવા છતાં પણ ક્ષમાને જ ધારણ કરી મનમાં જરા પણ ક્ષોભ ન પામ્યા અને દોઢ માસ પછી કોઈએ પણ તેના પાપને યાદ ન કર્યું. ત્યાર પછી બીજી શેરીમાં તે કાયોત્સર્ગથી રહ્યા. ત્યાં પણ તે જ પ્રમાણે થયું. આ પ્રમાણે ચોથી શે૨ી સુધી થયું. ત્યારે આ પ્રમાણે સંસા૨થી વિરક્ત થયેલા અને પરમ સંવેગ રસથી યુક્ત થયેલા છ મહિનામાં સર્વપણ તે પાપને મૂળથી સહિત ઉખેડી નાખીને કેવળજ્ઞાનને પામીને તે જ ક્ષણે સિદ્ધિ ગતિમાં ગયા. આ પ્રમાણે સંવેગ અને નિર્વેદ ઉપર દૃઢપ્રહારીની કથા પૂર્ણ થઈ. આ કથાને સાંભળીને બીજા પણ આત્મહિતાર્થીઓએ યત્નથી તે બંનેને ધારણ કરવા જોઈએ. આ પ્રમાણે બીજું-ત્રીજું લક્ષણ કહ્યું.
(૪) અનુકંપા- અનુકંપા એટલે દુ:ખી જીવો વિશે પક્ષપાત વિના દુઃખને દૂર કરવાની ઈચ્છા. પક્ષપાતથી તો કેવલ દુષ્ટ સ્વભાવવાળા વાઘ વગેરેઓને પણ પોતાના પુત્ર વગેરે ઉપર કરુણા હોય જ છે. પરંતુ પરમાર્થથી તે કરુણા નથી. આથી કહ્યું કે- પક્ષપાત વિના થતી કરુણા તે અનુકંપા છે. તે અનુકંપા દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારની છે. તેમાં દ્રવ્યથી અનુકંપા કોઈક દુઃખી જીવને જોઈને શક્તિ હોતે છતે તેના દુઃખનો પ્રતિકાર કરવાથી થાય છે. ભાવથી તો કોમળ હૃદય રાખવાથી થાય છે. આ બંને પ્રકારની પણ અનુકંપા ઇંદ્રદત્તને આશ્રયીને સુધર્મ રાજાની જેમ સમ્યગ્દષ્ટિઓએ નિરંતર આશ્રય કરવા યોગ્ય છે. અહીં સુધર્મ રાજાનું કથાનક આ પ્રમાણે છે