________________
૨૪૨
આત્મપ્રબોધ
पंचेव य कोडीओ, लक्खा अडसट्ठि सहस नवनवई । पंचसया चुलसीई, रोगाणं हुंति संखाओ ॥ १ ॥
અર્થ- પાંચ ક્રોડ, અડસઠ લાખ, નવ્વાણું હજાર, પાંચસો ચોર્યાશી આટલી સંખ્યાવાળા રોગો
હોય છે.
આ પ્રમાણે હાડકા વગેરેના સંઘાત સ્વરૂપ, વિવિધ વ્યાધિના સમૂહથી વ્યાકુળ એવા આ શરીરમાં સ્વરૂપથી વિચા૨વામાં આવે તો પવિત્રપણું શું છે ? અર્થાત્ કંઈ પણ પવિત્રપણું નથી.
(૭) આશ્રવ ભાવના- આ સંસારમાં જીવો મિથ્યાત્વ-અવિરતિ-કષાય અને યોગ સ્વરૂપ આશ્રવોથી પ્રતિ સમય શુભાશુભ કર્મપુદ્ગલોને ગ્રહણ કરે છે. તેમાં જે પુણ્યાત્માઓનું મન હંમેશાં બધાય જીવો વિશે મૈત્રીભાવથી વાસિત છે, અધિક ગુણીઓને વિશે પ્રમોદભાવથી વાસિત છે, અવિનીતોને વિશે માધ્યસ્થ ભાવથી વાસિત છે, દુઃખીઓને વિશે કરુણાભાવથી વાસિત છે તેઓ શુભ કર્મોને બાંધે છે. જેઓનું મન આર્ત્ત-રૌદ્ર ધ્યાન, મિથ્યાત્વ, કષાય, વિષયોથી હંમેશા આક્રાંત થયેલું છે તેઓ અશુભ કર્મોને બાંધે છે. ઇત્યાદિ ચિંતન કરવું તે આશ્રવ ભાવના છે. કહ્યું છે કેमिच्छत्ताविरइकसाय - जोगदारेहिं जेहिं अणुसमयं ।
इह कम्मपुग्गलाणं, गहणं ते आसवा हुंति ॥ १॥
અર્થ- જે મિથ્યાત્વ-અવિરતિ-કષાય-યોગ દ્વારોથી દરેક સમયે અહીં કર્મપુદ્દગલોનું ગ્રહણ : થાય છે તે આશ્રવો છે.
(૮) સંવર ભાવના- અહીં મિથ્યાત્વ આદિ જે આશ્રવો છે તેમનો સમ્યક્ત્વ આદિથી યોગ નિરોધ કરવો, અર્થાત્ આવતા અટકાવવા તે સંવર કહેવાય છે. તે સર્વથી અને દેશથી એમ બે પ્રકારે છે. તેમાં સર્વથી સંવર અયોગિકેવળીઓને જ હોય છે. દેશથી સંવર તો એક-બે ત્રણ આદિ આશ્રવોને રોકનારને હોય છે. તે બંને પ્રકારનો સંવર દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારનો છે. તેમાં આશ્રવના કારણે આત્મા વિશે થતા કર્મપુદ્ગલોનું ગ્રહણ જેનાથી દેશથી અથવા સર્વથી છેદવામાં આવે તે દ્રવ્ય સંવર છે. જે સંસારનું કારણ એવી ક્રિયાનો ત્યાગ કરવામાં આવે તે ભાવ સંવર છે. આશ્રવનો નિરોધ કરનારા આવા પ્રકારના સંવરનું જે ચિંતન કરવું તે સંવરભાવના છે. કહ્યું છે કે
आसवदारपिहाणं, सम्मत्ताईहि संवरो नेओ ।
पिहियासवो हि जीवो, सुतरिव्व तरेइ भवजलहिं ॥ १ ॥
અર્થ- સમ્યક્ત્વ આદિથી આશ્રવ દ્વારોને બંધ કરવા તે સંવર જાણવો. જેણે આશ્રવોને બંધ કરી દીધા છે એવો જીવ સારી નાવડીથી સમુદ્રની જેમ સંસાર સાગરને તરી જાય છે.
(૯) નિર્જરા ભાવના- આ સંસારમાં પૂર્વ બાંધેલાં કર્મોને તપથી કાપવા તે નિર્જરા કહેવાય છે. બંધાતા કર્મના વિષયવાળો સંવર છે અને પૂર્વ બંધાયેલા કર્મના વિષયવાળી નિર્જરા છે. આ નિર્જરા સકામ અને અકામના ભેદથી બે પ્રકારની છે. તેમાં બાહ્ય તપ અને અત્યંતર તપ એ બંને