________________
ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ
૨૪૧ અસ્થિબંધન નાડીઓ હોય છે. રસને વહન કરનારી ધમની નાડીઓ નવ હોય છે. તથા શ્મશ્ર અને કેશ વિના નવાણું લાખ રોમકૂપ હોય છે. શ્મશ્ર અને કેશ સહિત સાડા ત્રણ ક્રોડ રોમકૂપો થાય છે. મિશ્ન એટલે દાઢીના વાળ. કેશ એટલે મસ્તકના વાળ.
તથા મુખની અંદર રહેલી માંસના ખંડ સ્વરૂપ જીભ લંબાઈમાં આત્મઅંગુલથી સાત અંગુલ પ્રમાણ છે. વજનમાં મગધ દેશમાં પ્રસિદ્ધ પલથી ચાર પલ પ્રમાણ હોય છે. આંખની અંદર રહેલા માંસના બે ગોળા બે પલ પ્રમાણ હોય છે. મસ્તક અસ્થિખંડ સ્વરૂપ ચાર કલાપથી બનેલું હોય છે. ડોક ચાર અંગુલ પ્રમાણ હોય છે. મુખમાં અસ્થિખંડ સ્વરૂપ દાંતો પ્રાયઃ કરીને બત્રીસ હોય છે. હૃદયની અંદર રહેલું માંસ સાડા ત્રણ પલ પ્રમાણ હોય છે. છાતીની અંદર ગૂઢ રીતે રહેલું માંસવિશેષ સ્વરૂપ કલેજુ પચીસ પલ પ્રમાણ હોય છે. તથા શરીરમાં મૂત્ર અને લોહી દરેક આઢક પ્રમાણ હંમેશા રહેલા હોય છે. અર્થો આઢક પ્રમાણ ચરબી હોય છે. મસ્તકનું ભેજું એક પ્રસ્થ પ્રમાણ હોય છે. મળ છ પ્રસ્થ પ્રમાણ હોય છે. પિત્ત અને શ્લેષ્મ દરેક એક કુડવ પ્રમાણ હોય છે. શુક્ર અર્ધા કુડવ પ્રમાણ હંમેશા રહેલું હોય છે. આ આઢક-પ્રસ્થ વગેરેનું માન બાલ-કુમાર-તરુણ આદિનું બે અસતીની એક પસલી' ઇત્યાદિ ક્રમથી પોત-પોતાના હાથને આશ્રયીને લાવવું. કહ્યું છે કે
दोअसईओ पसई, दोपसईओ सेइआ, चत्तारि सेइआओ कुलओ, - चत्तारि कुलअओ पत्थो, चत्तारि पत्था आढयं, चत्तारि आढया दोणो ॥
અર્થ- બે અસતીની એક પસલી, બે પસલીની એક સેતિકા, ચાર સેતિકાનો એક કુડવ, ચાર કુડવનો એક પ્રસ્થ, ચાર પ્રસ્થનો એક આઢક, ચાર આઢકનો એક દ્રોણ. ધાન્યથી ભરેલો ચત્તો કરેલો હાથ અસતી કહેવાય છે. આગળ પણ સૂત્ર પ્રમાણે અર્થ જાણવો.
આ પ્રમાણે કહેલા માનથી શુક્ર-શોણિત વગેરે જ્યાં હીન-અધિક હોય ત્યાં વાત વગેરેથી દૂષિત હોવાના કારણે હીનાધિકપણું જાણવું. - તથા-પુરુષના શરીરમાં પાંચ કોઠાર હોય છે. સ્ત્રીના શરીરમાં છ કોઠાર હોય છે.
વળી- પુરુષને બે કાન, બે આંખ, બે નાક, મુખ, પાયુ મળસ્થાન), ઉપસ્થ (મૂત્રસ્થાન) એમ નવ સ્ત્રોત હોય છે. સ્ત્રીઓને આ જ નવ ઉપરાંત સ્તનયુગલ સહિત અગિયાર સ્ત્રોત હોય છે. આ મનુષ્યગતિને આશ્રયી જાણવું, તિર્યંચ ગતિમાં બે સ્તનવાળી બકરી વગેરેને અગિયાર, ચાર સ્તનવાળી ગાય વગેરેને તેર, આઠ સ્તનવાળી ભૂંડણી વગેરેને સત્તર સ્રોત હોય છે. આ નિર્વાઘાતમાં જાણવું. વ્યાઘાત થાય તો એક સ્તનવાળી બકરીને દશ, ત્રણ સ્તનવાળી ગાયને બાર સ્ત્રોત હોય છે.
પુરુષના શરીરમાં પાંચસો માંસની પેશીઓ હોય છે. સ્ત્રીને પાંચસોમાં ત્રીસ ઓછી માંસની પેશીઓ હોય છે. નપુંસકને પાંચસોમાં વીશ ઓછી માંસની પેશીઓ હોય છે.
- તથા- આ શરીર અનેક મહારોગની ઉત્પત્તિનું સ્થાન છે. સંસારમાં સર્વ રોગોની સંખ્યા આ પ્રમાણે છે