SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ આત્મપ્રબોધ તેમાં મનુષ્યના શરીરમાં પીઠ કરંડકમાં ગ્રંથિરૂપ સંધીઓ અઢાર હોય છે. તે અઢારમાંથી બાર સંધીઓમાંથી બાર પાંસળી નીકળીને શરીરને બંને બાજુ વીંટળાઈને છાતીના મધ્યભાગમાં રહેલા હાડકાને લાગીને પલ્લિકાના આકારે પરિણમે છે. તથા તે જ પીઠ કરંડકમાં બાકીની છ સંધિમાંથી છ પાંસળી નીકળીને અને બંને પડખાને વીંટળાઈને હૃદયની બંને બાજુથી છાતીની નીચે શિથિલ કુલિની (પેટની) ઉપર પરસ્પર નહીં અડકેલી રહે છે અને આ કટાહ કહેવાય છે. તથા- આ શરીરમાં બે આંતરડા હોય છે. તે દરેક પાંચ-પાંચ વામ પ્રમાણ હોય છે. તેમાંથી એક જાડો અને બીજો પતળો હોય છે. તેમાં જે જાડો છે તેનાથી મળ પરિણમે છે. જે પાતળો છે તેનાથી મૂત્ર પરિણમે છે. તથા- આ શરીરમાં બે પડખા છે. જમણો પડખો અને ડાબો પડખો. તેમાં જે જમણો પડખો છે તે દુઃખને કરનારો છે. જે ડાબા પડખો છે તે સુખને કરનારો છે. વળી- આ શરીરમાં એકસો સાઈઠ સાંધાઓ હોય છે. આંગળા વગેરેના હાડકાના ખંડને ભેગા થવાના સ્થાનને સંધિ=સાંધા કહેવાય છે. વળી- એકસો સાત સંખાણિક વગેરે મર્મ સ્થાન હોય છે. તથા પુરુષના શરીરમાં નાભિમાંથી નીકળેલી સાતસો નસો હોય છે. તેમાં એકસો સાઈઠ શિરાઓ ઊંચે જનારી નાભિથી માંડીને મસ્તક સુધી જાય છે અને તે રસતરણી કહેવાય છે. તેઓનો જો ઘાત ન થયો હોય તો શ્રોત્ર-ચક્ષુ-ધ્રાણરસના આ ચાર ઇંદ્રિયોનું બળ ઉલ્લસિત થાય છે અને તેઓનો ઉપઘાત થયે શ્રોત્ર વગેરેનું બળ ક્ષીણ થાય છે. તથા એકસો સાઈઠ બીજી નસો નીચે જનારી પગના તળિયા સુધી જનારી છે. તેઓનો ઉપઘાત ન થયો હોય તો જંઘાબળને કરનારી છે અને જો ઉપઘાત થયો હોય તો માથાનો દુઃખાવો, આંધળાપણું વગેરે કરે છે. તથા એકસો સાઈઠ જ બીજી નસો ગુદામાં પ્રવેશેલી હોય છે. જેના બળથી જીવોના વાયુ, મૂત્ર, મળ પ્રવર્તે છે. આ નસોનો જ્યારે વિઘાત થાય છે ત્યારે મસા, પાંડુરોગ અને મળ-મૂત્રવાયુનો નિરોધ થાય છે. તથા એકસો સાઈઠ જ બીજી તિઈ જનારી નસો હાથના તળિયા સુધી જનારી છે. અને ઉપઘાત નહીં પામેલી તે બાહુના બળને કરનારી છે. જો તેનો ઉપઘાત થાય તો પડખામાં, પીઠમાં અને કુક્ષિમાં વેદના કરે છે. - તથા બીજી પચીસ નસો શ્લેષ્મને ધારણ કરનારી છે. વળી બીજી પચીસ જ નસો પિત્તને ધારણ કરનારી છે. તથા દસ નસો શુક્ર નામની સાતમી ધાતુને ધારણ કરનારી છે. આ પ્રમાણે નાભિપ્રદેશમાં થનારી સાતસો નસો પુરુષના શરીરમાં હોય છે. સ્ત્રીઓને આમાંથી ત્રીસ ઓછી હોય છે. જ્યારે નપુંસકને આમાંથી વીશ ઓછી હોય છે. તથા આ શરીરમાં નવસો ૧. વામ = બે હાથ ફેલાવતાં = પહોળા કરતાં જે પ્રમાણ થાય તેટલું પ્રમાણ.
SR No.005692
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2003
Total Pages326
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy