________________
ત્રીજો પ્રકાશ - સર્વવિરતિ
૨૩૯
ગર્ભદૂષિત થયો હોય અથવા દેવ વગેરેથી ગર્ભ ખંભિત કરી દેવાયો હોય ત્યારે જીવ નિરંતર બાર વર્ષ ગર્ભમાં રહે છે. આ ગર્ભની ભવસ્થિતિ છે. મનુષ્યોના ગર્ભની કાયસ્થિતિ તો ચોવીસ વર્ષની છે. તે આ પ્રમાણે
કોઈક જીવ બાર વર્ષ ગર્ભમાં રહીને અને તેના અંતે મૃત્યુ પામીને તેવા પ્રકારના દુષ્કર્મના વશથી ત્યાં જ ગર્ભમાં રહેલા ક્લેવરમાં ઉત્પન્ન થઈને ફરી બાર વર્ષ જીવતો રહે. આ પ્રમાણે ચોવીસ વર્ષ ઉત્કૃષ્ટથી ગર્ભવાસ થાય છે. તિર્યંચનો જીવ તો તિર્યચીના ગર્ભમાં ઉત્કૃષ્ટથી આઠ વર્ષ રહે છે. ત્યાર પછી તેનો વિનાશ થાય છે, અથવા જન્મ થાય છે.
પ્રશ્ન- સ્ત્રીઓની ગર્ભ ઉત્પત્તિની યોગ્યતા અને પુરુષોની ગર્ભાધાનને યોગ્ય વીર્યયુક્તતા કેટલા કાળ સુધી હોય છે ?
ઉત્તર- પંચાવન વર્ષ સુધી સ્ત્રીઓની યોનિ અપ્લાન રહેતી હોવાથી ગર્ભને ધારણ કરે છે. ત્યાર પછી આવનો અભાવ હોવાથી પ્લાન થાય છે. નિશીથચૂર્ણમાં કહ્યું છે કે- સ્ત્રીઓના જ્યાં સુધી પંચાવન વર્ષ પૂર્ણ થતા નથી ત્યાં સુધી યોનિ અમ્યાન રહે છે, આર્તવ થાય છે અને ગર્ભને ધારણ કરે છે. પંચાવનમા વર્ષે કોઈક સ્ત્રીને આર્તવ થાય છે પણ ગર્ભને ધારણ કરતી નથી. પંચાવન વર્ષ પછી આર્તવ થતું નથી અને ગર્ભ ધારણ કરતી નથી.
તથા પંચોતેર વર્ષ સુધી પુરુષ ગર્ભાધાન યોગ્ય વીર્યથી યુક્ત હોય છે. ત્યાર પછી પ્રાયઃ કરીને આવા પ્રકારના વીર્યથી રહિત હોય છે. કહ્યું છે કે
पणपन्नाइपरेणं, जोणी पमिलाइ य महिलिआणं ।
पणहत्तरिए परओ, होइ अबीओ नरो पायं ॥ १ ॥ અર્થ- પંચાવન વર્ષ પછી સ્ત્રીઓની યોનિ પ્લાન થાય છે. પંચોતેર વર્ષ પછી નર પ્રાયઃ અબીજ અર્થાત્ વીર્યથી રહિત હોય છે.
આ સો વર્ષના આયુષ્યવાળા માણસોને આશ્રયીને જાણવું. સો વર્ષથી ઉપર બસો, ત્રણસો, ચારસો એમ થાવત્ પૂર્વક્રોડ આયુષ્ય જે સ્ત્રીઓનું હોય છે તેઓની યોનિ સર્વ આયુષ્યના અર્ધાભાગ સુધી અમ્લાન હોવાને કારણે ગર્ભ ધારણ કરવાને સમર્થ હોય છે. સર્વે પણ પુરુષોનો તો પૂર્વક્રોડ સુધીના પોતાના આયુષ્યનો છેલ્લો વશમો ભાગ અબીજ અર્થાત્ વીર્ય રહિત હોય છે. પૂર્વક્રોડથી ઉપરના આયુષ્યવાળા યુગલિક હોવાના કારણે, એક વખત પ્રસવ ધર્મવાળા હોવાથી અને અવસ્થિત યૌવનવાળા હોવાથી આ નિયમ રહેતો નથી.
તથા- અહીં શરીરમાં માતા સંબંધી ત્રણ અંગો હોય છે. તે આ પ્રમાણે- માંસ, શોણિત અને મસ્તકમાં રહેલું ભેજું. પિતા સંબંધી ત્રણ અંગો હોય છે. તે આ પ્રમાણે- અસ્થિ, અસ્થિમજ્જા અને કેશ, મિશ્ર, રોમ, નખો. ' હવે પછી શરીરના જ પાંસળી વગેરે અવયવોની સંખ્યા વગેરે બતાવાય છે