SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ કેવળજ્ઞાન પામીને વારત્તક નગરમાં જ મોક્ષને પામ્યા. ત્યાર પછી સ્નેહથી પૂરાયેલા સુબુદ્ધિ નામના તેના પુત્રે એક સુંદર દેવમંદિર કરાવીને તેમાં રજોહરણ અને મુહપત્તિવાળી પોતાના પિતા (મુનિ)ની પ્રતિમા સ્થાપિત કરી. ત્યાં દાનશાળા શરૂ કરી. તે દાનશાળાને શાસ્ત્રમાં સાધર્મિક સ્થલી કહેવાય છે. આ પ્રમાણે સાધર્મિક ચૈત્ય ઉપર વારત્તક મુનિની કથા બતાવી. આ કહેવાથી પાંચ પ્રકારનાં ચૈત્યો કહ્યાં. હવે આ પાંચ ચૈત્યમાં ભક્તિકૃત આદિ ચાર પ્રકારના ચૈત્યો કૃત્રિમ હોવાથી ઓછા-વત્તાનો સંભવ છે. તેથી તેની સંખ્યાનો કોઈ નિયમ નથી. શાશ્વત જિન ચૈત્યો તો નિત્ય હોવાથી તેની સંખ્યાનો નિયમ છે. (૧૫) શાશ્વત જિનબિંબો અને જિનગૃહોની સંખ્યા હવે ત્રણ ભુવનમાં રહેલા શાશ્વત જિન સંબંધી જિનગૃહો અને જિનબિંબોની સંખ્યા “કમ્મભૂમિ' ઈત્યાદિ ચૈત્યવંદનની અંદર રહેલી ગાથાથી બતાવવામાં આવે છે. તે ગાથાઓ આ પ્રમાણે છે सत्ताणवइसहस्सा, लक्खा छप्पन्न अट्ठकोडीओ। ૨૩ય છાયાણીયા, તિ (તે) નુ વેઇ વધે . ૨૬ वंदे नवकोडिसयं, पणवीसं कोडिलक्खतेवन्ना । अट्ठावीससहस्सा, चउसय अट्ठासिया पडिमा ॥१७॥ આ ગાથા અનુસારે નીચેનું કોષ્ટક આપેલું છે. લોક | શાશ્વત ચૈત્યો | શાશ્વતબિંબો | ઉર્ધ્વલોક ૮૪,૯૭,૦૨૩ ૯૧,૭૬,૭૮,૪૮૪ અધોલોક ૭,૭૨,૦૦,૦૦૦ ૮,૩૩,૭૬,૦૦,૦૦૦ તિલોક ૫૦,૦૦૪ કુલ ૮,૫૬,૯૭,૪૮૬ | ૯,૨૫,૫૩,૨૮,૪૮૮ (હવે પછીના પેજમાં ત્રણે લોકનાં ચૈત્યો અને બિંબોનાં કોષ્ટકો અલગ અલગ આપેલાં છે.) આઠ ક્રોડ, છપ્પન લાખ, સત્તાણું હજાર, ચારસોને છયાસી ત્રણ લોકના ચૈત્યોને હું વંદન કરું છું. ૯૨૫ ક્રોડ, પ૩ લાખ, ૨૮ હજાર, ૪૮૮ પ્રતિમાઓને હું વંદન કરું છું. વ્યાખ્યા- ત્રણ લોકમાં રહેલાં ૮,૫૬,૯૭,૪૮૬ ચૈત્યોને હું વંદન કરું છું. શાશ્વતાં જિન ચૈત્યોમાં ૯૨૫,૫૩,૨૮,૪૮૮ પ્રતિમાઓ રહેલી છે. તેને હું વંદન કરું છું. આ પ્રમાણે બે ગાથાનો અર્થ છે. હવે ત્રણ ભુવનમાં શાશ્વત જિન ભવનો અને શાશ્વત જિનબિંબોની જે સંખ્યા બતાવી છે તે જણાવે છે–
SR No.005692
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2003
Total Pages326
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy