________________
૨૪
આત્મપ્રબોધ
=
૮
:
અધોલોકમાં રહેલાં શાશ્વત ચૈત્યો તથા શાશ્વત બિંબો નામ
ચૈત્ય સંખ્યા |દરેક ચૈત્યમાં બિંબની સં. કુલ બિંબો ૧. અસુરનિકાય ૬૪,૦૦,૦૦૦
૧૦૮
૬૯,૧૨,૦૦,૦૦૦ | ૨. નાગકુમાર ૮૪,૦૦,૦૦૦
૧૦૮
૯૦,૭૨,૦૦,૦૦૦ ૩. સુપર્ણકુમાર | ૭૨,૦૦,૦૦૦
૧૦૮
૭૭,૭૬,૦૦,૦૦૦ ૪. વિધુતકુમાર ૭૬,૦૦,૦૦૦
૧૦૮
૮૨,૦૮,૦૦,૦૦૦ | ૫. અગ્નિકુમાર ૭૬,૦૦,૦૦૦
૧૦૮
૮૨,૦૮,૦૦,૦૦૦ | ૬. દ્વીપકુમાર ૭૬,૦૦,૦૦૦
૧૦૮
૮૨,૦૮,૦૦,૦૦૦ | ૭. ઉદધિકુમાર | ૭૬,૦૦,૦૦૦
૧૦૮
૮૨,૦૮,૦૦,૦૦૦ ૮. દિકકુમાર ૭૬,00,000
૧૦૮
૮૨,૦૮,૦૦,૦૦૦ ૯. પવનકુમાર ૯૬,૦૦,૦૦૦
૧૦૮
૧,૦૩,૬૮,૦૦,૦૦૦ ૧૦. સ્વનિતકુમાર | ૭૬,૦૦,૦૦૦ - ૧૦૮
- ૮૨,૦૮,૦૦,૦૦૦ કુલ
૭,૭૨,૦૦,૦૦૦ x ૧૦૮ = ૮,૩૩,૭૬,૦૦,૦૦૦ તેમાં અધોલોકમાં દક્ષિણ અને ઉત્તર દિશામાં રહેલા ભવનપતિઓના દશેય નિકાયના બધા ભવનોની સંખ્યા ૭ ક્રોડ અને ૭૨ લાખ છે. દરેક ભવનમાં એક-એક ચૈત્ય હોવાથી અધોલોકનાં બધાં ચૈત્યો પણ ૭ ક્રોડ અને ૭૨ લાખ જ છે. તે દરેક ચૈત્યમાં ૧૦૮ પ્રતિમાઓ છે. તેથી સર્વ બિંબોની સંખ્યા ૮૩૩ ક્રોડ અને ૭૬ લાખ છે. (૭,૭૨,૦૦૦૦૦x૧૦૮=૮૩૩,૭૬,૦૦૦૦૦).
હવે તિચ્છલોકમાં પાંચ મેરુ વિશે ૮૫ ચૈત્યો છે. તે આ પ્રમાણે દરેક મેરુ ઉપર ચાર-ચાર વન છે. અને દરેક વનની ચારે દિશામાં ચાર ચાર ચૈત્યો છે. અને દરેક મેરુંની ઉપર એક-એક ચૂલિકા છે. દરેક ચૂલિકા ઉપર એક-એક ચૈત્ય છે. આમ દરેક મેરુ ઉપર ૧૭-૧૭ ચૈત્યો થાય. તે બધાં ભેગાં કરતાં ૮૫ ચૈત્યો થયાં. (૧૭૪૫=૮૫) તથા દરેક મેરુની વિદિશામાં ચાર-ચાર ગજદંત પર્વતો હોવાથી ૨૦ ગજદંત પર્વત થયા. દરેક ઉપર એક-એક ચૈત્ય હોવાથી ૨૦ ચેત્યો થયાં. તથા પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તરકુરુના જંબૂ-શાલ્મલી વગેરે ૧૦ વૃક્ષો છે. તે દરેક વૃક્ષ ઉપર એક-એક ચૈત્ય હોવાથી ૧૦ ચૈત્યો થયાં. તથા દરેક મહાવિદેહમાં ૧૬-૧૬ વક્ષસ્કાર પર્વતો હોવાથી ૮૦ વક્ષસ્કાર પર્વતો છે. દરેક વક્ષસ્કાર પર્વત ઉપર એક એક ચૈત્ય હોવાથી ૮૦ ચૈત્યો થયાં. દરેક મહાવિદેહમાં ૩૨-૩૨ દીર્ઘ વૈતાઢ્ય પર્વતો હોવાથી ૧૬૦ મહાવિદેહના અને દરેક ભારત અને ઐરવતમાં એક એક દીર્ઘ વૈતાઢ્ય પર્વત હોવાથી ૧૦ ભરત એરવતના દીર્ઘ વૈતાદ્ય પર્વતો થયા. આમ કુલ દીર્ઘ વૈતાઢ્ય પર્વતો ૧૭૦ થયા. દરેક વૈતાઢ્ય પર્વત પર એક-એક ચૈત્ય હોવાથી ૧૭૦ ચૈત્યો થયાં. તથા જંબૂદ્વીપમાં ૬ અને ધાતકીખંડ તથા પુષ્કરાર્ધમાં ૧૨-૧૨ કુલગિરિ હોવાથી કુલ ૩૦ કુલગિરિ થયા. દરેક પર એક એક ચૈત્ય હોવાથી ૩૦ચૈત્યો થયાં. તથા ધાતકીખંડ અને પુષ્કરાર્ધમાં