SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ નામ. પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ ૨૫ બે-બે ઈષકાર પર્વત હોવાથી ૪ ઈષકાર પર્વતો થયા. તે દરેક ઉપર એક એક ચૈત્ય હોવાથી ૪ ચૈત્યો થયાં. તથા અઢી દ્વીપની સીમાને કરનારા માનુષોત્તર પર્વત ઉપર ચારેય દિશામાં એક-એક ચૈત્ય હોવાથી ૪ ચૈત્યો છે. તથા નંદીશ્વર નામનો આઠમો દ્વીપ છે તેમાં પર ચૈત્યો છે. તે આ પ્રમાણે- પૂર્વ દિશામાં નંદીશ્વરની મધ્યમાં અંજનવર્ણનો અંજનગિરિ પર્વત છે. તેની ચારે દિશામાં એક-એક વાવડી છે. તે દરેક વાવડીની મધ્યમાં શ્વેત વર્ણના દધિમુખ નામના પર્વત છે. તે જ દધિમુખ પર્વતની ચાર વિદિશામાં રક્ત વર્ણના બે- બે રતિકર પર્વતો હોવાથી ૮ રતિકર પર્વતો થયા. અંજનગિરિ-૧, દધિમુખ-૪, રતિકર-૮ એમ પૂર્વ દિશામાં ૧૩ પર્વતો થયા અને આ પ્રમાણે દક્ષિણ, ઉત્તર અને પશ્ચિમ એમ ત્રણેય દિશામાં પણ ઉપરના નામના જ ૧૩-૧૩ પર્વતો હોવાથી કુલ પર પર્વતો થયા અને તે દરેક પર એક-એક ચૈત્ય હોવાથી કુલ પર ચૈત્યો થયા. તથા અગિયારમા કુંડલ દ્વીપમાં ચારે ય દિશામાં એક-એક એમ ચાર ચૈત્યો છે. તથા તેરમા રુચક દ્વીપમાં પણ દરેક દિશામાં એક-એક ચૈત્ય હોવાથી ચાર ચૈત્યો છે. આ પ્રમાણે તિચ્છ લોકના બધા ચૈત્યો ભેગા કરવાથી ૪૬૩ ચૈત્યો થયાં. તે દરેક ચૈત્યની અંદર એકસો ને આઠ પ્રતિમા હોવાથી કુલ ૫૦,૦૦૪ (પચાસ હજારને ચાર) થઈ. તિર્જીલોકમાં રહેલાં શાશ્વત જિનચૈત્યો અને શાશ્વતબિંબો જંબૂદીપ ધાતકીખંડપુષ્કરાઈ | કુલ ચૈત્ય દરેક ચૈત્યમાં કુલ પ્રતિમા | પ્રતિમા મેરુના ૪ વનમાં ૧૬ | ૩૨ ૧૦૮ | ૮૬૪૦ મેરુ ચૂલિકા ૧ | ૨ | ૨ | ૫ | ૧૦૮ | ૫૪૦ ગજત ૧૦૮ ૨૧૬૦ દેવકુરુ (જંબૂ-શાલ્મલી) | ૧૦૮ ૫૪૦ ઉત્તરકુરુ (જંબૂ-શાલ્મલી) ૧૦૮ ૫૪૦ વક્ષસ્કાર ૧૬ ૧૦૮ | ૮૬૪૦ વિતાઠ્ય ૬૮ | ૬૮ | ૧૮૩૬૦ કુલગિરિ (વર્ષધર) ૧૨ | ૧૨ ૧૦૮ ૩૨૪૦ ઈપુકાર ૧૦૮ ૪૩૨ માનુષોત્તર ચારે દિશામાં એક-એક ૧૦૮ ૪૩૨ નંદીશ્વર દ્વીપ ૧૦૮ | ૫૬૧૬ કુંડલ દ્વીપ ચારે દિશામાં એક-એક ૪ ૧૦૮ | ૪૩૨. ટુચક દ્વીપ ચારે દિશામાં એક-એક | ૪ ૧૦૮ - | ૪૬૩ X ૧૦૮ = ૫૦૦૦૪ ૩૨ | ૩૨ ૩૪. ૧૦૮ . જદ | | | ૪૩૨
SR No.005692
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2003
Total Pages326
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy