________________
આત્મપ્રબોધ
હવે ઉર્ધ્વલોકમાં સૌધર્મ દેવલોકથી શરૂ કરી પાંચ અનુત્તર સુધી ૮૪ લાખ ૯૭ હજાર અને ૨૩ વિમાનો છે અને તે દરેક વિમાનમાં એક-એક ચૈત્ય હોવાથી બધાય ચૈત્યો ૮૪ લાખ ૯૭ હજાર અને ૨૩ થયા. અને તે દરેક ચૈત્યમાં ૧૦૮-૧૦૮ પ્રતિમા હોવાથી ૯૧ ક્રોડ ૭૬ લાખ ૭૮ હજાર ૪૮૪ પ્રતિમાઓ થઈ.
ઉર્ધ્વલોકમાં રહેલાં શાશ્વત જિનચૈત્યો અને જિનબિંબો નામ
ચૈત્ય સંખ્યા પ્રત્યેક ચૈત્યમાં બિંબની સં. કુલ બિંબો | પહેલા દેવલોકે ૩૨,૦૦,૦૦૦ ૧૦૮
૩૪,૫૬,૦૦,૦૦૦ | બીજા દેવલોકે ૨૮,૦૦,૦૦૦
૧૦૮
૩૦,૨૪,૦૦,૦૦૦) ત્રીજા દેવલોકે ૧૨,૦૦,૦૦૦
૧૦૮
૧૨,૯૬,૦૦,૦૦૦ ચોથા દેવલોકે ૮,૦૦,૦૦૦
૧૦૮
૮,૬૪,૦૦,૦૦૦ પાંચમા દેવલોકે ૪,૦૦,૦૦૦
૧૦૮
૪,૩૨,૦૦,૦૦૦ છઠ્ઠા દેવલોકે
૫૦,૦૦૦ ૧૦૮
૫૪,૦૦,૦૦૦ સાતમા દેવલોકે
૪૦,૦૦૦ ૧૦૮
૪૩,૨૦,૦૦૦) આઠમા દેવલોકે
૬,૦૦૦ ૧૦૮
૬,૪૮,૦૦૦ નવમા દેવલોકે ૪૦૦ ૧૦૮
- ૪૩,૨૦૦ દશમા દેવલોકે | અગિયારમા દેવલોકે
૩૦૦ ૧૦૮
૩૨,૪૦૦ બારમા દેવલોકે નવ રૈવેયકમાં ૩૧૮ | ૧૦૮
૩૪,૩૪૪ | અનુત્તરમાં
૧૦૮
૫૪૦ કુલ
૮૪,૯૭,૦૨૩ x ૧૦૮ = ૯૧,૭૬,૭૮,૪૮૪ | આ પ્રમાણે ત્રણેય લોકમાં રહેલાં શાશ્વત જિન સંબંધી ચૈત્યો અને જિનબિંબોની સંખ્યા મેળવવાથી “સત્તાવિરૂદસ્સા' ઇત્યાદિ બે ગાથામાં કહેલી સર્વ પણ સંખ્યા પ્રાપ્ત થઈ. અહીં ખરેખર ! ચૈત્ય અને બિંબોની આ સંખ્યા વિસંવાદ વિનાના સ્થાનોની અપેક્ષાએ જણાવી છે. કેટલાક આચાર્યો તે વિસંવાદસ્થાનોની અપેક્ષાએ પણ ઉપર કહેલી સંખ્યાથી અધિક ચૈત્યો અને બિંબોની સંખ્યા કહે છે. સંઘાચાર નામની ચૈત્યવંદનભાષ્યવૃત્તિમાં કહ્યું છે કે
सगकोडिलक्खबिसयरि, अहो य तिरिए दुतीसपणसयरा । . चुलसी लक्खा सगनवइ, सहसतेवीसुवरि लोए ॥ १॥