________________
પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ
૨૭
तेरसकोडि सयाकोडि, गुणनवइ सट्ठी लक्ख अहलोए । तिरिए तिलक्ख तेणवइ, सहस पडिमा दुसयचत्ता ॥ २॥ बावनं कोडिसयं, चउणवईलक्ख सहस चउयाला ।
सत्त सया सट्ठिजुआ, सासयपडिमा उवरि लोए ॥३॥ ગાથાર્થ- અધોલોકમાં ૭ ક્રોડ અને ૭૨ લાખ ચૈત્યો છે. અને તિચ્છલોકમાં ૩૨૭૫ ચેત્યો છે. અને ઉર્ધ્વલોકમાં ૮૪,૯૭,૦૨૩ ચૈત્યો છે. (૧) અધોલોકમાં ૧૩૮૯ ક્રોડ અને ૬૦ લાખ પ્રતિમા છે. તિસ્કૃલોકમાં ૩ લાખ ૯૩ હજાર ૨૪૦ પ્રતિમા છે. (૨) ઊર્ધ્વલોકમાં ૧૫ર ક્રોડ, ૯૪ લાખ, ૪૪ હજાર ૭૬૦ શાશ્વતી પ્રતિમા છે. (૩) * વ્યાખ્યા- દરેક ભવનમાં એક-એક ચૈત્ય હોવાથી અધોલોકમાં ૭ ક્રોડને ૭૨ લાખ ચૈત્યો છે. હવે તિસ્કૃલોકમાં ૩૨૭૫ ચૈત્યો છે. તે આ પ્રમાણે- ૫ મેરુ પર્વત, ૨૦ ગજદંત પર્વત, જંબૂશાલ્મલી વગેરે ૧૦ વૃક્ષો, ૮૦ વક્ષસ્કાર પર્વતો, ૧૭૦ દીર્ઘ વૈતાદ્ય પર્વતો, ૩૦ કુલગિરિ, ૪ ઈષકાર પર્વત, માનુષોત્તર પર્વત, નંદીશ્વર દ્વીપ, કુંડલ દ્વીપ, રુચકદ્વીપ આ અવિસંવાદિ સ્થાનોમાં ૪૬૩ ચૈત્યો પૂર્વે કહેલી રીતથી જાણવા.
હવે વિસંવાદિ સ્થાનોમાં બાકીની સંખ્યા કહેવાય છે. તે આ પ્રમાણે-પાંચ મેરુની અપેક્ષાએ પાંચ ભદ્રશાલ વનમાં ૮-૮ કરિકૂટો છે. આથી ૪૦ કરિકૂટ થયા. દરેક ઉપર એક-એક ચૈત્ય હોવાથી ૪૦ ચૈત્યો થયાં. તથા ગંગા-સિંધુ વગેરે નદીના પ્રપાત કુંડના ૩૮૦ જ ચૈત્યો છે. તથા પદ્મદ્રહાદિમાં ૮૦ ચૈત્યો છે. ગંગાદિ મહા નદીમાં ૭૦ ચૈત્યો છે. તથા દેવકુરુમાં પાંચ અને ઉત્તરકુરુમાં પાંચ ચૈત્યો એમ ૧૦ ચૈત્યો છે. તથા કંચનગિરિનાં ૧૦૦૦ ચૈત્યો તથા યમલ ગિરિનાં ૨૦ ચૈત્યો તે જ પ્રમાણે ૨૦ વૃત્ત વૈતાઢ્યનાં ૨૦ ચૈત્યો તથા જંબૂ-શાલ્મલિ આદિનાં ૧૦ વૃક્ષનાં ૧૦ચૈત્યો. તેને અવિસંવાદિ ચૈત્યોની ગણનામાં ગણેલા જ છે. પણ તેના પરિવાર સ્વરૂપ ૧૧૬૦ ની સંખ્યાવાળા લઘુ જંબૂવૃક્ષ વગેરે છે, અને તેમાં તેટલી જ સંખ્યાનાં ચૈત્યો છે. તે અહીં ગણેલાં છે. તથા ૩૨ રાજધાનીનાં ૩૨ ચૈત્યો છે. આ વિસંવાદિ સ્થાનમાં રહેલા બધાં ચૈત્યો ૨૮૧૨ થયાં. આ પ્રમાણે અવિસંવાદિ અને વિસંવાદિ સ્થાનમાં રહેલા સર્વ ચૈત્યોની સંખ્યા ૩૨૭પ થાય છે. (૨૮૧૨+૪૬૩=૪૨૭૫)
હવે ઊર્ધ્વલોકમાં દરેક વિમાનમાં એક એક ચૈત્ય હોવાથી ૮૪ લાખ, ૦૭ હજાર અને ૨૩ ચૈત્યો છે. - હવે બે ગાથામાં કહેલાં ચૈત્યોમાં બિંબોની સંખ્યા કહેવાય છે. તે આ પ્રમાણે- અધોલોકમાં દરેક ચૈત્યમાં ૧૮૦ જિનબિંબ હોવાથી ૧૩૮૯ ક્રોડ, ૬૦ લાખ (૭,૭૨,૦૦,૦૦૦ x ૧૮૦ = ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦) જિનબિંબો છે. તિøલોકમાં ૩ લાખ, ૯૩ હજાર, ૨૪૦ જિનબિંબો છે. તે આ પ્રમાણે- નંદીશ્વર, રુચક અને કુંડલદ્વીપના (પર+૪+૪=) ૬૦ ચૈત્યોમાં દરેકમાં પૂર્વે ૧૨૪ 'જિનબિંબો હોવાથી અને બાકીના ૨૭૫૨ ચૈત્યોમાં તથા પૂર્વે કહેલા ૪૬૩ ચૈત્યોમાં ૧૨૦ જિનબિંબો હોવાથી બતાવ્યા પ્રમાણેની સંખ્યા થાય છે.