________________
૮૬
क्रियते किं सुवर्णेन, शोभनेनापि तेन च । कर्णस्त्रुटति येनाङ्ग - शोभाहेतुनिरन्तरं ॥ १ ॥
અર્થ- જે કાન શરીરની નિરંતર શોભાનો હેતુ છે તે કાન જેનાથી તૂટી જાય છે તે સુંદર પણ સોનાથી શું કરાય ? અર્થાત્ એવા સોનાનું શું કામ છે ?
તેથી જ્યાં હું છું ત્યાં જ નગ૨ છે, અર્થાત્ જ્યાં હું છું ત્યાં નગર વસાવીશ. ત્યાર પછી મંત્રીએ આવા પ્રકારના રાજાના નિશ્ચયને જાણીને બધા ય મહાજનોને બોલાવીને કહ્યું: હે લોકો ! સાંભળો. મનુષ્ય વધ વિના નગરનો દરવાજો સ્થિર રહેતો નથી. મનુષ્ય વધ વગેરે રાજાના આદેશ વિના કરી શકાતો નથી. તેથી તમારા વિચારમાં જે બેસતું હોય તે કરો. ત્યાર પછી મહાજને રાજાની આગળ આવીને કહ્યું: હે સ્વામી ! અમે આ બધું પણ કાર્ય ક૨શે. તમારે મૌન ધારણ કરીને રહેવું. રાજાએ કહ્યું: પ્રજા જે પુણ્ય અને પાપ કરે છે તેનો છઠ્ઠો ભાગ મને પણ લાગે છે. તેથી આ પાપકાર્યમાં સર્વથા મારો અભિલાષ નથી. ત્યાર પછી ફરી પણ મહાજને અતિ આગ્રહથી કહ્યું: હે સ્વામી ! પાપનો ભાગ અમને થાઓ અને પુણ્યનો ભાગ આપને થાઓ. એ પ્રમાણે અમારા વચનને અવધારી હમણાં આપે કંઈ પણ ન બોલવું. ત્યારે રાજા મૌન ધારણ કરીને રહ્યો. ત્યાર પછી મહાજને દરેક ઘરમાંથી દ્રવ્ય ભેગું કરીને તે દ્રવ્યથી સુવર્ણ પુરુષ બનાવ્યો. પછી તે પુરુષને ગાડામાં સ્થાપીને અને ક્રોડ દ્રવ્યનું કવર તેની આગળ મૂકીને નગરમાં ઘોષણા કરાવી. જો માતાપિતા પોતાના હાથે પુત્રનું ગળું મરડીને દેવતાને બિલ આપશે તો તેઓને આ સુવર્ણ પુરુષ ક્રોડ દ્રવ્ય આપવામાં આવશે. હવે તે જ નગરમાં મહાદરિદ્ર વરદત્ત નામનો બ્રાહ્મણ છે. તેની પતી રુદ્રસોમા છે. તે કરુણા વગરની છે. તેઓને સાત પુત્રો છે. તે વરદત્ત બ્રાહ્મણે તે ઉદ્ઘોષણા સાંભળીને પોતાની પત્નીને પૂછ્યું: હે પ્રિયે ! નાના પુત્ર ઇદ્રદત્તને આપીને આ દ્રવ્ય લેવામાં આવે તો સારું થાય. કારણ કે દ્રવ્યની પ્રાપ્તિમાં બધા ગુણો પ્રાપ્ત થશે. કહ્યું છે કે
અને
यस्यास्ति वित्तं स नरः कुलीनः, स पण्डितः स श्रुतवान् गुणज्ञः । स एव वक्ता स च दर्शनीयः सर्वे गुणाः काञ्चनमाश्रयन्ति ॥ १ ॥
આત્મપ્રબોધ
અર્થ- જેની પાસે ધન છે તે માણસ કુલીન છે, તે પંડિત છે, તે શ્રુતવાન છે, તે ગુણને જાણનારો છે, તે જ વક્તા છે અને તે દર્શનીય છે. બધા ગુણો સુવર્ણનો આશ્રય કરે છે.
વળી હે ભદ્રે ! ધનનું માહાત્મ્ય જો.
पूज्यते यदपूज्योऽपि यदगम्योऽपि गम्यते ।
वन्द्यते यदवन्द्योऽपि तत्प्रभावो धनस्य च ॥ २॥
અર્થ- અપૂજ્ય પણ જે પૂજાય છે, અગમ્ય પણ જે ગમ્ય બને છે, અને અવંદ્ય પણ જે વંદનીય બને છે તે પ્રભાવ ધનનો છે.
તથા હે પ્રિયે ! આ ધન ઘરે આવશે એટલે બ્રાહ્મણ ભોજન આદિ ઘણા ધર્મકાર્યોથી આ પાપ તરત આપણે દૂર કરશું. તેથી આ કાર્યમાં કોઈ પણ ચિંતા ન કરવી. ત્યારે કરુણા વગરની, ધનની