________________
પ્રથમ પ્રકાશ - સમ્યક્ત્વ
લોભી એવી તેણીએ પણ તેના વચનને ‘તહત્તિ' કરીને સ્વીકાર્યું. ત્યાર પછી વરદત્તે પટહને પકડીને કહ્યું: મને આ દ્રવ્ય વગેરે આપો. હું તમને પુત્ર આપીશ. ત્યારે મહાજને કહ્યુંઃ જો પત્ની સહિત તું પુત્રના ગળાને મરડીને દેવતાને બિલ આપીશ તો આ બધું તને આપવામાં આવશે. જો તેમ નહીં કરે તો આ બધું તને આપવામાં નહીં આવે. વરદત્તે તે બધું સ્વીકાર્યું. ત્યારે નજીકમાં રહેલા ઇંદ્રદત્તે પિતાની તે વાતને સાંભળીને મનમાં વિચાર્યું: અહો ! સંસારમાં સ્વાર્થ જ પ્રિય છે. પરમાર્થથી કોઈ પણ કોઈનો પ્રિય નથી. જેથી કહ્યું છે કે- પંખીઓ ક્ષીણ ફળવાળા વૃક્ષનો ત્યાગ કરે છે. સારસો સુકાઈ ગયેલા સરોવરનો ત્યાગ કરે છે. ગણિકાઓ નિર્ધન થયેલા પુરુષનો ત્યાગ કરે છે. સેવકો પદથી ભ્રષ્ટ થયેલા રાજાનો ત્યાગ કરે છે. ભમરાઓ ગંધ વગરના ફૂલનો ત્યાગ કરે છે. મૃગલાઓ બળી ગયેલા વનનો ત્યાગ કરે છે. બધો લોક સ્વાર્થને વશ થઈ પ્રવૃત્તિ કરે છે, કોઈ કોઈનું વહાલું નથી.... ફરી વિચાર્યુંઃ જે દરિદ્રો હોય છે તેને પ્રાયઃ કરુણા હોતી જ નથી. કહ્યું છે કે
बुभुक्षितः किं न करोति पापं, क्षीणा नरा निष्करुणा भवन्ति । આવ્યાદિ મદ્રે ! પ્રિયવર્ણનસ્ય, ન વત્તઃ પુનરુતિ વં॥ શ્ ॥
૮૭
અર્થ- એવું કયું પાપ છે કે જે ભૂખ્યો માણસ ન કરે, (ધનથી) ક્ષીણ થયેલો માણસ નિર્દય = કરુણા વગરનો હોય છે. હે ભદ્રે ! તું કહે કે- 'પ્રિયદર્શનનો (પુત્ર) ગંગદત્ત ફરી કૂવા પાસે નથી આવતો.
ત્યાર પછી વરદત્તે દ્રવ્ય ગ્રહણ કરીને આ પ્રમાણે વિચાર કરતા જ પોતાનો પુત્ર મહાજનને અર્પણ કર્યો. મહાજને સારાં વસ્ત્ર, ચંદન, પુષ્પ, તાંબૂલ, તિલક, કુંડલ, કેયૂર, કટક, મોતીની માળા વગેરે આભૂષણોથી શણગારીને રાજાની નજીકમાં લાવ્યા. ત્યારે અલંકારવાળા, માતા-પિતાથી યુક્ત, ઘણા નગરલોકોથી વીંટળાયેલા, વિકસિતવદનવાળા ઇંદ્રદત્તને જોઈને ચમત્કાર પામેલા રાજાએ પણ કહ્યું: રે બાળક ! હમણાં વિષાદના અવસરે તું આનંદિત માણસની જેમ વિકસિત વદનવાળો કેમ દેખાય છે ? મરણથી શું બીતો નથી ? બાળકે કહ્યુંઃ હે દેવ ! જ્યાં સુધી ભય ન આવે ત્યાં સુધી ડરવું જોઈએ. ભય આવી ગયા પછી તો નિઃશંકપણે સહન કરવું જોઈએ. કહ્યું છે કેतावदेव हि भेतव्यं यावद्भयमनागतं ।
आगतं तु भयं दृष्ट्वा, प्रहर्त्तव्यमशङ्कितैः ॥ १ ॥
અર્થ- જ્યાં સુધી ભય આવ્યો ન હોય ત્યાં સુધી જ ડરવું જોઈએ. ભયને આવેલ જોઈને તો નિઃશંકપણે મારી હઠાવવું જોઈએ.
ફરી પણ ઇંદ્રદત્તે કહ્યું: હે રાજન્ ! એક નીતિવાક્ય કહું છું. આપે અને બધા લોકોએ સાવધાન થઈને સાંભળવું. લોકમાં પણ પિતાથી સંતાપિત કરાયેલો બાળક માતાના શરણે જાય છે. માતાથી ખેદ પમાડાયેલો પિતાના શરણે જાય છે. બંનેથી ખેદ પમાડાયેલો રાજાના શરણે જાય છે. રાજાથી પણ સંતાપિત કરાયેલો મહાજનના શરણે જાય છે. પરંતુ હે સ્વામિન્ ! જ્યાં માતા-પિતા પુત્રનું ગળું મરડવું વગેરે કરતા હોય, રાજા તેમાં પ્રેરણા કરતો હોય, મહાજન દ્રવ્ય આપીને હણવા ૧. આ શ્લોક કોઈ કથા સંબંધી હોય તેમ લાગે છે.