________________
બીજો પ્રકાશ - દેશવિરતિ
૧૮૧
બંનેએ ભોજન વિના જ પાંચ રાત્રિ પસાર કરી. છટ્ટે દિવસે રાત્રિની શરૂઆતમાં તે બંનેને ઘેર લાવીને કુટિલ મતિવાળા યશોધને કોમળ વચન કહ્યું: હે વત્સો ! જે કાર્ય મને સુખ આપનારું હોય તે જ કાર્ય તમને બંનેને ઈષ્ટ છે એ પ્રમાણે પ્રતીતિને મનમાં ધારણ કરતો હું જે કાંઈ કહું તે તમે કરો. તમે બંનેએ રાત્રિભોજનનો ત્યાગ કર્યો છે તે મેં નક્કી નથી જાણ્યું. નહીં તો આવા પ્રકારના
ક્લેશ કરનારા કાર્યમાં તમને કેવી રીતે જોડું ? આટલા દિવસો સુધી તમે ભોજન નહીં કરે છતે તમારી માતાએ પણ ભોજન નથી કર્યું. તેથી આનો આજે છઠ્ઠો ઉપવાસ થવાથી આ છ મહિનાની તમારી બહેન સ્તનપાન ન મળવાથી અતિ પ્લાન શરીરવાળી થઈ છે. આજે આ બાળાના શરીરમાં ગ્લાનિ જોઈને કારણ પૂછતાં તમારી માતાએ તમારા ભોજન નહીં કરવાપૂર્વકનો સર્વ વૃત્તાંત મને જણાવ્યો. તેથી હે કૃપાળુ ! આ બાળા ઉપર અનુકંપા વિચારીને તમે બંને ભોજન કરો. જેથી તમારી માતા પણ હમણાં ભોજન કરે,
વળી રાત્રિના પહેલા અર્ધા પહોરને પંડિતો પ્રદોષ કહે છે. પાછળના અર્ધા પહોરને પ્રત્યુષ કહે છે. આથી રાત્રિ ત્રણ પહોરની લોકમાં પ્રસિદ્ધ છે અને તેની અપેક્ષાએ હમણાં રાત્રિની શરૂઆતમાં જે ભોજન કરવામાં આવે તે રાત્રિભોજન થતું નથી. તેથી આ પ્રમાણે પિતાની વાણીથી ભેદાયેલા અને ભૂખથી વિઠ્ઠલ કરાયેલા હંસે કેશવ સન્મુખ જોયું. ત્યારે મોટાભાઈને કાતર થયેલો જાણીને સ્વયં નિશ્ચલ ચિત્તવાળો થયેલો કેશવ પિતાને કહેવા લાગ્યો કે- હે તાત ! જે કાર્ય આપને સુખ કરે છે તે કાર્ય હું કરું છું. પરંતુ જે મને પાપ થશે તે શું આપને સુખ કરનારું થશે ? તથા જે માતા વગેરેનો વાત્સલ્ય છે તે ધર્મ કરનારાને શલ્ય છે. કારણ કે સર્વ લોક પોતાના કર્મફળને ભોગવે છે. આથી કોણ કોના માટે પાપ કરે ? તથા જે ત્રણ પહોરનું સ્વરૂપ કહ્યું તે પણ કથનમાત્ર છે. પરમાર્થથી તો દિવસની શરૂઆતમાં અને અંતે જે મુહૂર્ત છે તે પણ રાત્રિની નજીક રહેલું હોવાથી રાત્રિ સમાન જ છે. આથી તેમાં પણ બુદ્ધિશાળીઓએ ભોજન ન કરવું જોઈએ. હમણાં તો રાત્રિ જ છે. તેથી હે તાત ! આ કાર્યને આશ્રયીને આપે મને વારંવાર ન કહેવું. આ પ્રમાણે તેના વચનને સાંભળીને ગુસ્સે થયેલા યશોધને કેશવને કહ્યું : અરે દુર્વિનીત ! જો તું મારા વચનનું ઉલ્લંઘન કરે છે તો તું મારા દૃષ્ટિપથથી દૂર થા. તેથી મહાધૈર્યવાળો કેશવ પિતાના તે વચનને સાંભળીને દ્રવ્ય વગેરેની મમતા છોડતો તરત ઘરમાંથી બહાર નીકળ્યો. ત્યારે તેની પાછળ જતા હંસને યશોધને બળાત્કારે ધારણ કરીને ઘણા વચનોથી પ્રલોભન પમાડીને ભોજન માટે બેસાડ્યો.
- હવે તે કેશવ ત્યાંથી નીકળીને દેશાંતરમાં જતો માર્ગમાં ઘણાં નગર-ગ્રામ-ઉદ્યાન વગેરે પ્રદેશોને ઓળંગતો સાતમા પણ દિવસે આહાર વિનાનો જ ક્યાંય પણ અટવીમાં ભમતો અર્ધી રાત્રિ સમયે યાત્રાએ આવેલા ઘણાજનથી યુક્ત કોઈક યક્ષના મંદિરને તેણે જોયું. ત્યાં જેમણે ભોજન તૈયાર કર્યું છે એવા ત્યાં આવેલા માણસો આવતા એવા તેને જોઈને હર્ષ પામીને આ પ્રમાણે બોલ્યાઃ હે મુસાફર ! અહીં આવ, અહીં આવ. ભોજન ગ્રહણ કર. અમને પુણ્ય આપ. પારણું કરવાની શરૂઆત કરનારા અને અતિથિને શોધી રહ્યા છીએ. ત્યારે કેશવે તેઓને કહ્યું કે લોકો ! આ કેવા પ્રકારનું વ્રત છે ? કે જેનું રાત્રિમાં પારણું થાય છે. તેઓએ કહ્યું: હે મુસાફર ! આ મહાપ્રભાવશાળી માણવ નામનો યક્ષ છે. આજે આની યાત્રાનો દિવસ છે. આથી અહીં આવેલા