________________
૧૮૦
આત્મપ્રબોધ
તરત છળે છે. તથા ખાવા યોગ્ય અન્ન વગેરેમાં જો કીડી પડી હોય તો ખાનારની બુદ્ધિનો નાશ થાય છે. જો માખી પડી હોય તો ઉલટી થાય છે. જો જૂ પડી હોય તો જલોદર થાય છે. જો કરોળિયો પડ્યો હોય તો કોઢ રોગ થાય છે. જો વાળ ગળામાં લાગ્યો હોય તો સ્વરનો ભંગ કરે છે. જો કાંટો કે લાકડાનો ટુકડો ગળામાં આવી જાય તો ગળામાં દુઃખ ઉત્પન્ન કરે છે. શાક વગેરેમાં વીંછી પડી ગયું હોય તથા ઉપરથી સર્પનું ઝેર પડેલું હોય તો મરણાંત કષ્ટને ઉત્પન્ન કરે છે. તથા વાસણ ધોવા વગેરેમાં ઘણા નાના જીવોની હિંસા થાય છે ઇત્યાદિ આ લોક સંબંધી દોષો છે. પરલોક સંબંધી નરકપાત વગેરે ઘણા દોષો છે. આથી બહુ દોષથી દુષ્ટ રાત્રિભોજનને જાણીને સંસારના ભીરુઓએ તેનો ત્યાગ કરવામાં ઉદ્યમ કરવો જોઈએ.
આ પ્રમાણે ગુરુનું વચન સાંભળવાથી બોધ પામેલા તે બંને પણ ભાઈઓ ગુરુને સાક્ષી કરીને આનંદથી રાત્રિભોજનનો ત્યાગ કર્યો. ત્યાર પછી ગુરુને નમીને પોતાના ઘરે આવીને મધ્યાહૂં ભોજન કરીને તે બંને દુકાન વગેરેમાં વેપાર વગેરે કાર્ય કરીને બે ઘડી દિવસ બાકી રહ્યો ત્યારે ફરી ઘરે આવીને માતાની પાસે વૈકાલિક (સાંજનું ભોજન) માગ્યું. ત્યારે માતાએ કહ્યું: હે વત્સો ! હમણાં કંઈપણ ભોજન નથી. રાત્રે મળશે. આથી ચાર ઘડી સુધી રાહ જુઓ. માતાના આ વચન સાંભળીને તે બંનેએ કહ્યું હે માત ! તેં કીધું તે વાત સાચી છે. પણ અમે બંનેએ રાત્રિભોજનનો ત્યાગ કર્યો છે. આથી હમણાં જ કંઈ પણ ખાવાનું આપ. ત્યારે ભોંયરામાં રહેલા યશોધને તેઓના આ વચનને સાંભળીને ગુસ્સાપૂર્વક વિચાર્યું કોઈ પણ ધૂતારાએ મારા આ બે પુત્રોને ઠગ્યા છે. નહીં તો કુલક્રમથી આવેલા રાત્રિભોજનનો ત્યાગ કેમ કરે ? તેથી આ બંનેને બે ત્રણ દિવસ ભૂખ્યા રાખીને રાત્રિભોજન ત્યાગના કદાગ્રહને છોડાવું તો સારું. એ પ્રમાણે વિચારીને તેણે ત્યારે જ થાળી લેવા માટે ભોંયરામાં આવેલી રંભાને એકાંતમાં કહ્યું કે તારે મારી આજ્ઞા વિના છોકરાઓને ભોજન ન આપવું. તેથી પતિની આજ્ઞાના કારણે રંભાએ પાછા આવીને તે બંનેને કહ્યું કે હે પુત્રો ! હમણાં પક્વાન્ન વગેરે વસ્તુ નથી. આથી રાત્રે પિતાની સાથે જ તમે ભોજન કરજો. કારણ કે- કુલીન પુત્રો તે જ છે કે જેઓ પિતાના માર્ગને અનુસરનારા હોય છે.
ત્યારે તે બંનેએ કંઈક હસીને કહ્યું હે માત ! સુપુત્રોએ પિતાના સન્માર્ગને સેવવો જોઈએ પરંતુ કૂવામાં પડતા પિતાને શું અનુસરવું જોઈએ ? આ પ્રમાણે તેમના વચનને સાંભળીને તેણીએ કહ્યુંઃ તમને જે ગમે તે કરો. પરંતુ તમને ભોજન નહીં મળે. ત્યાર પછી તે બંને મૌન ધારણ કરીને બહાર ગયા. ત્યારે તે શ્રેષ્ઠી મિથ્યાદષ્ટિ હોવાના કારણે તે પુત્રોના વચનથી અતિ ગુસ્સે થયેલો રંભાને આ પ્રમાણે કહેવા લાગ્યો કે- તારે આ બંનેને રાત્રે જ ભોજન આપવું. પરંતુ દિવસે તો સર્વથા ન આપવું. ત્યાર પછી રાત્રે ઘરે આવેલા તે બંનેને માતાએ ઘણી પ્રાર્થના કરી છતાં પણ ધીરતાવાળા હોવાના કારણે ત્યારે ભોજન ન કર્યું. બીજા દિવસે તો મહાશઠ તે શ્રેષ્ઠીએ સરળ ચિત્તવાલા તે બે પુત્રોને દિવસે તેવા પ્રકારના મોટા ખરીદ-વેચાણવાળા વેપારમાં જોડ્યા. જેને કરતાં તે બંનેનો આખો ય દિવસ પૂર્ણ થઈ ગયો. પરંતુ તે વેપાર પૂરો ન થયો. તેથી બીજા દિવસે પણ રાત્રે ઘરે આવેલા તે બંને ખાધા વિના જ સૂઈ ગયા. આ પ્રમાણે પિતા વડે વેપાર કરાવાતા તે