________________
પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ
૭૫
ઈષ્ટ અર્થને માંગ. ત્યારે સુલસાએ પણ મધુર વાણીથી તે દેવને કહ્યું હે દેવ ! જો તું ખુશ થયો છે તો મારા વાંછિત એવા પુત્રરૂપ વરદાનને આપ. ત્યાર પછી તે દેવે પણ બત્રીશ ગુટિકા તેને આપીને કહ્યું: તારે આ ગુટિકા ક્રમે કરીને એક એક કરીને) ખાવી. તને મહામનોજ્ઞ પુત્રો થશે. ત્યાર પછી મારે ઉચિત કાર્ય હોય ત્યારે ફરી મને યાદ કરવો. એ પ્રમાણે કહીને દેવ દેવલોકમાં ગયો.
હવે સુલતાએ વિચાર્યું. આ ગુટિકાઓ ક્રમે કરીને ખાવાથી આટલા બાળકો થશે. અને ઘણા બાળકોના મળમૂત્ર વગેરે અશુચિ કોણ સાફ કરશે? તેથી આ બધી ગુટિકાઓ ભેગી કરીને ખાઉં. જેથી બત્રીસ લક્ષણથી યુક્ત એક જ પુત્ર થાય. આ પ્રમાણે વિચારીને તેણીએ તે જ પ્રમાણે તે ગુટિકાઓ ખાધી. પરંતુ ભાગ્યયોગે તેણીની કુક્ષિમાં એક સાથે બત્રીશ ગર્ભો રહ્યા. તેથી ગર્ભના મહાભારને સહન નહીં કરતી કૃશ અંગવાળી થયેલી તેણીએ કાયોત્સર્ગ કરીને તે દેવને યાદ કર્યો. ત્યારે તે દેવે પણ યાદ કરવા માત્રથી તરત જ ત્યાં આવીને આ પ્રમાણે કહ્યું: તેં મને શા માટે યાદ કર્યો છે ? ત્યારે તેણીએ પણ પોતાનો સર્વ વૃત્તાંત જણાવ્યો. ત્યાર પછી દેવે કહ્યું: હે ભદ્રે ! તેં આ સારું ન કર્યું. હવે જો કે તારા પુત્રો અમોઘ શક્તિવાળા થશે. પરંતુ તે બત્રીશ પણ સમાન આયુષ્યવાળા થવાના કારણે એક સાથે જ મૃત્યુ પામશે. તારા શરીરમાં જે ગર્ભની પીડા છે તેને હું દૂર કરું છું. તું ખેદ કરીશ નહીં. આ પ્રમાણે કહીને તે પીડાને દૂર કરીને દેવ પોતાના સ્થાનમાં ગયો. હવે સુલતા પણ સ્વસ્થ દેહવાળી થયેલી સુખેથી ગર્ભોને ધારણ કરતી પૂર્ણકાળ થયે છતે બત્રીસ લક્ષણથી યુક્ત બત્રીશ પુત્રોને જન્મ આપ્યો. નાગે પણ મોટા આડંબરથી તેઓનો જન્મ ઉત્સવ કર્યો. તેઓ ક્રમે કરીને વધતા યૌવનને પામ્યા ત્યારે તેઓ જાણે શ્રેણિક રાજાનું જીવન હોય તેમ હંમેશા સાથે રહેનારા થયા.
. કોઈક દિવસ શ્રેણિક રાજા પૂર્વે આપેલા સંકેતવાળી ચેટક રાજાની પુત્રી સુજયેષ્ઠાને ગુપ્ત રીતે લાવવા માટે નીચે સુરંગ ખોદાવીને રથ ઉપર આરૂઢ થયેલા બત્રીશય નાગ સારથિના પુત્રોને સાથે લઈને સુરંગ માર્ગથી વૈશાલી નગરીમાં પ્રવેશ્યો. સુજયેષ્ઠા પણ ત્યાં પહેલાં જોયેલા શ્રેણિકના ચિત્રના અનુમાનથી મગધેશ્વરને ઓળખીને અતિપ્રિય એવી ચેલ્લણા નામની પોતાની નાની બેનને તેનો બધો વૃત્તાંત જણાવ્યો. પછી તેના વિયોગને સહન નહીં કરી શકતી સુષ્ઠાએ પહેલાં તેણીને જ શ્રેણિકના રથ ઉપર ચઢાવી. પછી સ્વયં પોતાના રતના આભરણનો કરંડિયો લેવા માટે જેટલામાં ગઈ તેટલામાં સુલતાના પુત્રોએ રાજાને કહ્યું કે- હે સ્વામી ! અહીં શત્રુના ઘરમાં આપણને લાંબો સમય રહેવું યોગ્ય નથી. તેથી તેમનાથી પ્રેરણા કરાયેલો શ્રેણિક ચેલણાને જ લઈને તરત પાછો વળ્યો. હવે સુજયેષ્ઠા પણ પોતાનો રતનો કરંડિયો લઈને જેટલામાં આવી તેટલામાં શ્રેણિકને ન જોયા. ત્યારે અપૂર્ણ મનોરથવાળી અને બહેનના વિયોગના દુઃખથી પીડાયેલી સુજયેષ્ઠાએ મોટા અવાજથી ‘હા ! ચલ્લણા હરાઈ' અર્થાત્ ચેલ્લણાનું અપહરણ થયું એવો પોકાર કર્યો. તે સાંભળીને ક્રોધથી આકુળ થયેલો ચેટક રાજા સ્વયં જ જેટલામાં તૈયાર થાય છે તેટલામાં પાસે રહેલો વૈરંગિક ભટ રાજાને વારીને સ્વયં કન્યાને પાછી લાવવા માટે ચાલ્યો. ત્યાર પછી તે ભટ તરત ત્યાં જઈને સુરંગમાંથી નીકળતા સુલતાના બધા પણ પુત્રોને એકી સાથે એક જ બાણથી