________________
૭૪
આત્મપ્રબોધ હતી. એક વખત નાગ સારથિએ કોઈ પણ ઘરમાં કોઈક ગૃહસ્થને અતિ આનંદથી પોતાના ખોળામાં પુત્રોને રમાડતો જોઈને સ્વયં પુત્ર ન હોવાના દુઃખથી મનમાં દુઃખી થયેલો કરતલ ઉપર મુખ મૂકીને વિચાર્યું અહો ! હું મંદભાગ્ય છું. જેથી મારે એક પણ પુત્ર નથી. આ ધન્ય છે જેથી આને હૃદયને આનંદ આપનારા ઘણા પુત્રો છે. ત્યારે આ પ્રમાણે ચિંતા સમુદ્રમાં ડૂબેલા પોતાના પતિને જોઈને વિનયથી યુક્ત સુલસાએ મધર વાણીથી કહ્યું: હે સ્વામી ! આપના ચિત્તમાં આજે કઈ ચિંતા ઉત્પન્ન થઈ છે ? તેણે કહ્યું: હે પ્રિયે ! બીજી તો કોઈ પણ ચિંતા નથી, પરંતુ એક પુત્ર અભાવની ચિંતા છે અને તે ચિંતા મારા મનને અત્યંત ખેદ ઉત્પન્ન કરે છે. ત્યાર પછી ફરી સુલતાએ કહ્યું: હે સ્વામી ! ચિંતા ન કરો. પુત્ર માટે સુખેથી બીજી કન્યાનું પાણિગ્રહણ કરો. ત્યારે નાગે કહ્યું છે પ્રાણપ્રિયે ! મારે આ જન્મમાં તું જ એક પ્રિયા છો. તારા સિવાયની સ્ત્રીને હું મનથી પણ પ્રાર્થના નહીં કરું. તારી કુક્ષિથી ઉત્પન્ન થયેલા જ પુત્રરતને હું ઈચ્છું છું. તેથી હે પ્રિયે ! તું જ કોઈક દેવની આરાધના કરીને પુત્ર માંગ ત્યાર પછી સુલતાએ કહ્યું: હે નાથ ! વાંછિત અર્થની સિદ્ધિ માટે અન્ય દેવ સમૂહને મનથી, વચનથી અને કાયાથી જીવિતના અંતે પણ નહીં આરાધું. પરંતુ સર્વ ઈષ્ટ સિદ્ધિના કારણ શ્રીમદ્ અરિહંતોની આરાધના કરીશ અને વિશેષથી આયંબિલ આદિ તપ વગેરે ધર્મકાર્યોને કરીશ.
હવે આ પ્રમાણે સારા વાક્યોથી પતિને સંતોષીને તે સતીએ ત્રણે સંધ્યાએ ત્રણ જગતના નાથની પૂજા કરી અને બીજાં ધર્મકાર્યો વિશેષથી કર્યા. આ પ્રમાણે કેટલોક કાળ પસાર થયા પછી એક વખત ઈદ્ર સભામાં ધર્મકાર્યની તત્પરતામાં સુલતાની પ્રશંસા થઈ ત્યારે એક દેવ તેની પરીક્ષા કરવા માટે પૃથ્વી ઉપર આવીને સાધુના વ્રતને ગ્રહણ કરવામાં દરિદ્ર હોવા છતાં પણ સાધુના વેષને ધારણ કરીને સુલતાના ઘરમાં પ્રવેશ્યો. ત્યાર પછી સુલસા મુનિને પોતાના ઘરે આવેલા જોઈને અરિહંત પરમાત્માની પૂજા કરવામાં આસક્ત હોવા છતાં એકાએક ઊભી થઈને મુનિના પગને પ્રણામ કરીને પોતાના ઘરે આવવાનું કારણ પૂછયું. તેણે પણ કહ્યું કે- ગ્લાન સાધુનો રોગ દૂર કરવા માટે લક્ષપાક તેલની જરૂર છે. તેને માટે હું અહીં આવેલો છું. તે સાંભળીને અતિ સંતુષ્ટ હૃદયવાળી તેણી ઓરડાની અંદર પ્રવેશ કરીને લક્ષપાક મહાસેલના કુંભને જેટલામાં ઉપાડે છે તેટલામાં દિવ્ય પ્રભાવથી તે કુંભ ભાંગી ગયો. ત્યાર પછી ચિત્તમાં જરા પણ દીનતા લાવ્યા વિના તે સતી ફરી બીજો કુંભ જેટલામાં ઉપાડવા લાગી તેટલામાં તે પણ ભાંગી ગયો. આ પ્રમાણે દિવ્યપ્રભાવથી ત્રણ ઘડા ભાંગ્યા. તો પણ તેણી હૃદયમાં જરા પણ વિષાદને ધારણ કરતી નથી. પરંતુ કેવલ આ પ્રમાણે કહ્યું: અહો ! હું મંદભાગ્યવાળી છું. જેથી મારું આ તેલ ગ્લાન મહાત્મા સાધુના ઉપકાર માટે ન થયું. ત્યાર પછી તેના અખંડ ભાવને જોઈને વિસ્મય પામેલા તે દેવે પોતાના દિવ્ય રૂપને પ્રગટ કરીને સુલતાને કહ્યું છે કલ્યાણી ! ઈદ્ર પોતાની સભામાં તારા શ્રાવિકાપણાની પ્રશંસા કરી, ત્યાર પછી તારી પરીક્ષા કરવા માટે હું અહીં આવ્યો, અહીં તારી ઈદ્ર કરેલી પ્રશંસાથી પણ અધિક ધર્મમાં સ્થિરતા જોઈને હું ખુશ થયો છું. તેથી મારી પાસેથી કંઈ પણ