________________
પ્રથમ પ્રકાશ - સમ્યકત્વ
૭૩
एवं विण्णाणे णं पच्चक्खाणफले, पच्चक्खाणे णं संयमफले, संयमे णं अणण्हफले, अणण्हए णं तवफले, तवे णं वोदाणफले, वोदाणे णं अकिरियाफले, से णं भंते ! अकिरिया किंफला ? गोयमा ! सिद्धिपज्जवसाणफला पन्नत्तेति'
હે ભગવન્ ! તેવા પ્રકારના શ્રમણ કે બ્રાહ્મણની પર્યાપાસના કરનાર મનુષ્યને તેની સેવાનું ફળ શું મળે ? હે ગૌતમ ! તેઓની પર્યપાસનાનું ફળ શ્રવણ છે, અર્થાત્ તેઓની પર્યાપાસના કરનારને સન્શાસ્ત્રને સાંભળવાનું ફળ મળે છે. હે ભગવન્! તે શ્રવણનું ફળ શું છે ? હે ગૌતમ ! તેનું ફળ જ્ઞાન છે, અર્થાત્ સાંભળવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. હે ભગવન્ ! જ્ઞાનનું ફળ શું છે? હે ગૌતમ ! તેનું ફળ વિજ્ઞાન છે, અર્થાત્ સાધારણ જાણ્યા પછી વિવેચનપૂર્વક જાણી શકાય છે. તે ભગવદ્ ! તે વિજ્ઞાનનું ફળ શું છે ? હે ગૌતમ ! તેનું ફળ પ્રત્યાખ્યાન છે, અર્થાત્ વિશેષ જાણ્યા પછી સર્વ પ્રકારની વૃત્તિઓ આપોઆપ શાંત પડે છે. હે ભગવન્ ! તે પ્રત્યાખ્યાનનું ફળ શું છે? હે ગૌતમ ! તેનું ફળ સંયમ છે, અર્થાત્ પ્રત્યાખ્યાન પ્રાપ્ત થયા પછી સર્વસ્વત્યાગરૂપ સંયમ પ્રાપ્ત થાય છે. હે ભગવન્ ! તે સંયમનું ફળ શું છે? હે ગૌતમ ! તેનું ફળ આસવ રહિતપણું છે, અર્થાત્ વિશુદ્ધ સંયમ પ્રાપ્ત થયા પછી પુણ્ય કે પાપનો સ્પર્શ પણ થતો નથી, પણ આત્મા પોતાના મૂળ રૂપમાં જ રમણ કરે છે. હે ભગવન્ ! તે આસવરહિતપણાનું ફળ શું છે? હે ગૌતમ ! તેનું ફળ તપ છે. હે ભગવન્! તે તપનું ફળ શું છે ? હે ગૌતમ ! તેનું ફળ કર્મરૂપ મેલને સાફ કરવાનું છે. તે ભગવદ્ ! કર્મરૂપ મેલ સાફ થયાથી શું થાય? હે ગૌતમ ! તે થયાથી નિષ્ક્રિયપણું પ્રાપ્ત થાય. હે ભગવદ્ ! તે નિષ્ક્રિયપણાથી શું લાભ થાય? હે ગૌતમ! તેનું ફળ સિદ્ધિ છે, અર્થાત્ અક્રિયપણું પ્રાપ્ત થયા પછી છેવટે સિદ્ધિ મેળવાય છે. એમ કહ્યું છે. ( આ પ્રમાણે તીર્થસેવા સિદ્ધિ ફળવાળી જાણીને સમ્યગ્દષ્ટિએ તેમાં પ્રવર્તવું જોઈએ. . (૪) જિનધર્મમાં સ્થિરતા-સમ્યકત્વનું ચોથું ભૂષણ ધર્મમાં સ્થિરતા છે. જિનધર્મમાં ચલિત ચિત્તવાળા બીજાને સ્થિર કરવો. અથવા પરતીર્થિકની સમૃદ્ધિ જોવાથી પણ સુલસાની જેમ જિનશાસન પ્રતિ પોતાને નિષ્પકંપ કરવો, એટલે કે સર્વપ્રકારે દઢધર્મવાળો કરવો. દઢધર્મવાળો જ માણસ શ્રી પરમેશ્વર પ્રણીત આગમમાં પ્રશંસા કરાય છે. આગમમાં કહ્યું છે કે, પુરુષો ચાર પ્રકારના કહેલા છે. તે આ પ્રમાણે- (૧) કેટલાક પ્રિય ધર્મવાળા હોય છે, પણ દઢ ધર્મવાળા નથી હોતા. (૨) કેટલાક દઢ ધર્મવાળા હોય છે પણ પ્રિયધર્મવાળા નથી હોતા. (૩) કેટલાક પ્રિયધર્મવાળા પણ હોય છે અને દઢ ધર્મવાળા પણ હોય છે. (૪) કેટલાક પ્રિય ધર્મવાળા હોતા નથી અને દઢ ધર્મવાળા પણ હોતા નથી. અહીં ત્રીજા ભાંગામાં રહેલા જ ઉત્કૃષ્ટ છે. પહેલાં સુચવેલું સુલસાનું દૃષ્ટાંત આ પ્રમાણે છે.
સુલતાનું દૃષ્ટાંત આ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં મગધ દેશમાં રાજગૃહ નામનું નગર હતું. તેમાં પ્રસેનજિત - રોજાની ચરણ સેવામાં તત્પર, પોતાને ઉચિત કળામાં કૌશલ્યવાળો નાગ નામનો સારથિ રહેતો હતો. તેને પતિવ્રતા આદિ શ્રેષ્ઠ ગુણોથી અલંકૃત, પ્રધાન જિનધર્માનુરાગિણી સુલસા નામની પતી