SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ આત્મપ્રબોધ (૨) જિનશાસનની પ્રભાવના- સમ્યકત્વનું બીજું ભૂષણ જિનશાસનની પ્રભાવના છે. શ્રુતાદિબળથી બહુજનની મધ્યમાં જિનેંદ્રશાસનની પ્રભાવના કરવી. તે પ્રભાવકના ભેદથી આઠ પ્રકારની પહેલાં કહેલી છે. અહીં ફરી તેનું ગ્રહણ સ્વ-પરને ઉપકારક હોવાથી અને તીર્થંકર નામકર્મ બંધનું કારણ હોવાથી તેની પ્રધાનતા બતાવવા કર્યું છે. વળી બીજું- સદ્દભૂત અર્થને પ્રકાશ કરનારાં અને રાગ-દ્વેષને દૂર કરનારાં જે વચનો છે તે સધ્ધોધની વૃદ્ધિનું કારણ હોવાથી તેઓને વારંવાર કહેવામાં કંઈ દોષ નથી. પ્રશમરતિ પ્રકરણમાં શ્રીમદ્ ઉમાસ્વાતિ વાચકે કહ્યું છે કે : ये तीर्थकृत्प्रणीता, भावास्तदनन्तरैश्च परिकथिताः । તેષાં દુશોષણની- મવતિ પુષ્ટિમેવ | II (પ્રશમરતિ ગાથા-૧૧) અર્થ- તીર્થંકરોએ અર્થથી અને ગણધર વગેરેએ સૂત્રથી જે જીવાદિ ભાવો કહ્યા છે, તે ભાવોનું વારંવાર કથન પણ જ્ઞાન-દર્શન-ચારિત્રની પુષ્ટિ કરનાર જ બને છે. ૧ यद्वदुपयुक्तमपि, सद्भेषजमासेव्यतेऽर्त्तिनाशाय । તદદા IFર્તહર, વેલ્શોડનુયોચમર્થપૂર્વ II રા (પ્રશમરતિ ગાથા-૧૨) અર્થ- જેમ પૂર્વે ઉપયોગ કર્યો હોવા છતાં પીડાની શાંતિ માટે ફરી તે જ ઔષધનું સેવન કરવામાં આવે છે, તેમ રાગરૂપ પીડાનો નાશ કરનાર અર્થપદનો = શાસ્ત્રનો વારંવાર પણ પાઠ કરવો જોઈએ. પારા यद्वद्विषघातार्थं, मंत्रपदे न पुनरुक्तदोषोऽस्ति । તકા વિષધ્ર, પુનરુp૬ઈમર્થપર્વ / રૂ II (પ્રશમરતિ ગાથા-૧૩) અર્થ- જેમ વિષને ઉતારવા માટે મંત્રનું પદ વારંવાર ઉચ્ચારવામાં પુનરુક્તિ દોષ નથી, તેમ રાગ રૂ૫ વિષનો નાશ કરનાર અર્ધપદનું = શાસ્ત્રનું વારંવાર કથન કરવામાં દોષ નથી. વૃચર્થ યથા, તદ્દેવ નો: પુનઃ પુનઃ સ્તે | પર્વ વિર/વાર્તા-હેતુfપ પુનઃ પુનશ્ચ7: ૪ (પ્રશમરતિ ગાથા-૧૪) અર્થ- જેમ લોકો આજીવિકા માટે તે જ ધંધો વારંવાર = પ્રતિદિન કરે છે, તેમ જેનાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય તેનો વારંવાર અભ્યાસ કરવો જોઈએ. મજા આથી ફરી પ્રભાવનાનું ગ્રહણ કરેલું છે તે અદુષ્ટ જ છે. એ પ્રમાણે વિચારવું. (૩) તીર્થસેવા- ત્રીજું ભૂષણ તીર્થસેવા છે. તીર્થ બે પ્રકારનું છે. દ્રવ્યથી અને ભાવથી. તેમાં દ્રવ્યથી તીર્થ શત્રુંજય વગેરે છે. ભાવથી તીર્થ જ્ઞાન-દર્શન-ચારિત્રને ધારણ કરનારા, અનેક ભવ્યજનને તારનારા સાધુ વગેરે છે. તે બંને પ્રકારના તીર્થની સેવા એટલે કે પર્યાપાસના. આ પ્રમાણે વિધિથી કરાતી તીર્થસેવા ભવ્યજીવોના સમ્યકત્વને શોભાવે છે, અને પરંપરાએ સિદ્ધિ સુધીના ફળવાળી થાય છે. શ્રી ભગવતી અંગમાં બીજા શતકના પાંચમાં ઉદેશામાં કહ્યું છે કે 'तहारूवं णं भंते ! समणं वा माहणं वा पज्जुवासमाणस्स किं फला पज्जुवासणा ? गोयमा ! सवणफला, से णं भंते ! सवणे किंफले ? णाणफले, से णं भंते ! णाणे किंफले ? विण्णाणफले,
SR No.005692
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorDharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2003
Total Pages326
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy