________________
ચોથો પ્રકાશ - પરમાત્મતા
૨૫૯
લૂછીને જિનપ્રતિમા ઉપર નવા દેવદૂષ્ય વસ્ત્રયુગલને પહેરાવે છે. પહેરાવીને પુષ્પ ચઢાવે છે. માળા ચઢાવે છે, ગંધયુક્ત દ્રવ્યો ચઢાવે છે, ચૂર્ણ ચઢાવે છે, વર્ણ (કુંકુમ) ચઢાવે છે, વસ્ત્ર ચઢાવે છે, આભરણો ચઢાવે છે. પુષ્પ-માળા-ગંધ-ચૂર્ણ-વર્ણ-વસ્ત્ર-આમરણો ચઢાવીને નીચે લટકતી, ઉપર બાંધેલી, ઘણી ગોળ લટકતી પુષ્પ માળાઓનો કલાપ (સમૂહ) કરે છે. પુષ્પમાળાનો કલાપ કરીને પ્રયત પૂર્વક ગ્રહણ કરેલા અને પછી છોડીને મૂકેલા પાંચ વર્ણનાં પુષ્પોથી ઉચિત પુષ્પગુંજના ઉપચારથી કલિત (યુક્ત) જિનપ્રતિમાઓને કરે છે. કલિત કરીને ઇન્દ્રાણી જિનપ્રતિમાની આગળ ઉજળા, ઝીણા, રજતમય ચોખાઓથી આઠ આઠ મંગલ આલેખે છે. તે આ પ્રમાણે- (૧) સ્વસ્તિક (૨) શ્રીવત્સ (૩) નંદાવર્ત (૪) વર્ધમાન (શરાવસંપુટ) (૫) શ્રેષ્ઠ કળશ (૬) ભદ્રાસન (૭) મત્સ્ય (૮) દર્પણ.
ત્યાર પછી ધૂપધાણું ગ્રહણ કરે છે. તે કેવું છે તે કહે છે- ચંદ્રપ્રભા જેવા (નિર્મળ) રત, વજરત, વૈર્યરતમય, નિર્મળ દંડવાળું, કંચન-મણિ-રતથી બનાવેલું હોવાથી આશ્ચર્યકારી, કાળો અગરુ, ઊંચી જાતનો કિંઠુ, સેલારસ અને દશાંગ આદિ ધૂપથી મહેક મારી રહેલો અને ચારે તરફ ફેલાઈ રહેલા સુગંધથી યુક્ત, ધૂમની શેરોને મૂકતો વજમય ધૂપધાર્યું છે. તેને ગ્રહણ કરીને પ્રયતપૂર્વક જિનેશ્વરોને ધૂપ આપીને મહાકાવ્યથી સ્તુતિ કરે છે. તે કાવ્યો કેવાં છે તે કહે છે- એકસો આઠ વિશુદ્ધ ગ્રંથ (શ્લોક)થી યુક્ત છે, અર્થથી યુક્ત છે, અપુનરુક્તિવાળા છે. આવા મહાકાવ્યથી સ્તુતિ કરે છે. સ્તુતિ કરીને સાત-આઠ પગલા પાછળ ખસે છે. પાછળ ખસીને ડાબા પગને ઊભો કરે છે. ઊભો કરીને જમણો પગ પૃથ્વી તલ ઉપર સ્થાપન કરીને ત્રણવાર મસ્તકને પૃથ્વીતલ ઉપર અડાડે છે. અડાડીને કંઈક ઊંચો થાય છે. ઊંચો થઈને બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલી જોડીને આ પ્રમાણે બોલે છે- અરિહંત ભગવંતોને યાવત્ સિદ્ધિ ગતિ નામના સ્થાનને પામેલાને નમસ્કાર થાઓ. આ પ્રમાણે કરીને વંદન કરે છે, નમસ્કાર કરે છે. (રાજપ્રશ્રીય સૂત્ર ૧૩૯)
તથા જીવાભિગમ ઉપાંગમાં પણ વિજયદેવની વક્તવ્યતામાં આ જ આલાપક વિજયદેવના અભિલાપથી કહેલો છે. તે ત્યાંથી જ જાણી લેવો. આવા પ્રકારના ઘણા આલાપકોમાં સમ્યગ્દષ્ટિ દેવે અને મનુષ્ય આચરેલી જિનપૂજાનો અધિકાર સાક્ષાત્ દેખાતો હોવા છતાં તેનો અધિકાર નથી એમ કહેવું સમ્યગ્દષ્ટિઓને કેવી રીતે શક્ય છે ? અર્થાત્ તેનો અધિકાર નથી એમ કહેવા સમ્યગ્દષ્ટિઓ સમર્થ નથી. એ પ્રમાણે વિવેકીઓએ વિચારવું. આ અધિકારમાં સ્વયં મિથ્યાદૃષ્ટિ હોવાના કારણે બીજાઓને પણ મિથ્યાદષ્ટિ રૂપે જોતા જૈનાભાસોએ જે સમ્યગ્દષ્ટિવાળી એવી પણ દ્રૌપદીને મિથ્યાદષ્ટિવાળી કહી તથા જિનગૃહ શબ્દના અને સિદ્ધાયતન શબ્દના મૂળ અર્થને ઉખેડીને કામદેવ અને યક્ષ આદિનું ગૃહ એવો નવો અર્થ પ્રરૂપ્યો તેનો જવાબ આપતાં કહેવાય છે કે- જો દ્રૌપદીએ મિથ્યાદૃષ્ટિ હોવાના કારણે કામદેવની પૂજા કરી હોય તથા સૂર્યાભ વગેરે દેવોએ યક્ષ આદિની પૂજા કરી હોય તો તે દ્રવ્યપૂજાને અંતે “નમોલ્યુ' ઇત્યાદિ શક્રસ્તવને કેવી રીતે કહે ? તેનો પાઠ તો આગમમાં સાક્ષાત્ દેખાય છે. તેથી તેનો અપલાપ કરવો કેવી રીતે શક્ય બને ? તથા વૈમાનિક વગેરે દેવો પોતાનાથી હનપુષ્યવાળા યક્ષ વગેરેની પૂજા શા માટે કરે ?