________________
૨૬૦
આત્મપ્રબોધ
વળી- જો દ્રૌપદી શ્રાવિકા ન હોત તો નારદ આવ્યો ત્યારે અભુત્થાન વગેરે કર્યું હોત અને તે નથી કર્યું તેથી નક્કી તે શ્રાવિકા જ હતી. તથા શ્રાવિકા વિના પ્રાયઃ કરીને આ પ્રમાણે શક્રસવ આદિ વિધિનું જ્ઞાન પણ ન સંભવે. ઈત્યાદિ બુદ્ધિશાળીઓએ વિચારવું.
વળી- તેઓએ જે કહ્યું હતું કે- સૂર્યાભદેવે પોતાની રાજધાનીમાં મંગલ માટે જિનપ્રતિમા પૂજી હતી તેનો જવાબ આપતાં કહેવાય છે કે- સૂત્રમાં તો આ પાઠ નથી. પરંતુ ત્યાં સૂત્રમાં પૂજાને આશ્રયીને ‘હિયા વેમાર નિસ્તેયાર બાજુમિત્તા, વિસ્મરૂ હિત માટે, ક્ષેમ માટે, આનુગામિક નિઃશ્રેયસ માટે- એ પ્રમાણે પાઠ છે. તેમાં નિઃશ્રેયસ શબ્દ મોક્ષ અર્થને કહેનારો છે એમ સર્વ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. તેથી શ્રીમદ્ અરિહંતના વચનથી ક્રમે કરી પૂજા મોક્ષફળવાળી છે એમ જાણીને પોતાની મરજી પ્રમાણે બોલનારાઓનાં વિતળવચનોમાં કેવી રીતે વિશ્વાસ કરાય ?
વળી- પૂજાને આશ્રયીને તેઓએ કહ્યું છે કે ભગવાને હિંસાનો નિષેધ કર્યો છે આથી પૂજા કેવી રીતે કરાય ? ત્યાં આ પ્રમાણે ઉત્તર છે- અમે એમ ક્યાં કહીએ છીએ કે હિંસા કરાય. પરંતુ ભગવાને જિનપૂજા કયા આગમમાં નિષેધેલી છે ? તે તું કહે. આગમમાં તો ઉલટું સત્તર પ્રકારની પૂજા ઘણા સ્થાનોમાં વિધેય રૂપે જણાવેલી છે.
વળી- શ્રી પ્રશ્ન વ્યાકરણસૂત્રમાં પ્રથમ સંવર દ્વારમાં અહિંસાના જે સાઈઠ નામો જણાવ્યા છે તેમાં પૂજા ગ્રહણ કરેલી છે. તે આ પ્રમાણે- “નિબ્બાનં ૨ નિબૂ ર સહિ રૂ સંતી ૪ત્યાદ્રિ યાવત્ जण्णो ४६ आयत्तणं ४७ जयण ४८ मप्पमाओ ४९ आसासो ५० वीसासो ५१ अभओ ५२ सव्वस्स वि अनाघाओ ५३ चोक्ख ५४ पवित्ती ५५ सुई ५६ पूया ५७ विमलप्पभा ५८ सई ५९ निम्मलतरि त्ति ६० । एवमाईणि निययगुणनिम्मियाइं पज्जवनामाणि होति, अहिंसाए भगवईए त्ति ।
અહીં અહિંસાના નામોમાં ના શબ્દથી અને પૂયા શબ્દથી દેવપૂજા ગ્રહણ કરેલી છે. “યાન યજ્ઞઃ' એ પ્રમાણે વ્યુત્પત્તિ થાય છે. તો પછી તમે જિનપૂજાને હિંસામાં શા માટે ગણો છો?
વળી- સૂત્રકૃતાંગ અંગમાં અર્થદંડના અધિકારમાં ના દેવં ભૂદે' ઇત્યાદિ પાઠમાં નાગભૂત-યક્ષ આદિને માટે કરાયેલી પૂજામાં હિંસાપણું છે. પણ જિનપૂજામાં હિંસાપણું નથી. જો તેમાં પણ હિંસાપણું હોત તો સૂત્રમાં ‘નળદેવું' એમ પણ કહેત. પણ તે તો દેખાતું નથી. તો પછી સૂત્ર વચનને ઉત્થાપીને તમારું વચન કેવી રીતે સ્વીકારાય ?
વળી- તેઓએ કહ્યું છે કે- જિનપૂજામાં છ કાય આરંભનો સંભવ હોવાથી શ્રાવકોએ તેનું શા માટે આચરણ કરવું જોઈએ ? તેનો આ પ્રમાણે ઉત્તર છે- જિન ધર્મ અનેકાંત સ્વરૂપ હોવાથી સમ્યગ્દષ્ટિઓને એકાંત પક્ષનો ગ્રહ હોતો નથી. આથી જ ત્રણ જ્ઞાનવાળા પણ મલ્લિનાથ જિને પોતાના છ મિત્રોને પ્રતિબોધ કરવા માટે સોનાની પૂતળીમાં દરરોજ કોળિયા નાખવાનું કર્યું. તથા સુબુદ્ધિમંત્રીએ પોતાના સ્વામી રાજાને પ્રતિબોધ કરવા માટે ખાળના પાણીનું પરાવર્તન કર્યું.
વળી- આગમોમાં ઘણા હાથી-અ-રથ-પદાતિ વગેરે પરિવારથી યુક્ત કૂણિક વગેરે રાજાઓએ કરેલ જિનવંદન આદિ મહોત્સવ સ્થાને-સ્થાને સંભળાય છે અને આ કાર્યોમાં ઘણી