________________
બીજો પ્રકાશ - દેશવિરતિ
૧૯૩ (૩) જ્યાં ચૌદશ-અષ્ટમી- અમાવાસ્યા અને પૂર્ણિમાના દિવસે પરિપૂર્ણ અહોરાત્રિ (આઠ પહોરનો) પૌષધ કરે અથવા સારી રીતે પાલન કરે તે એક વિશ્રામ સ્થાન.
(૪) જ્યાં છેલ્લી મારણાંતિક સંખનારૂપ આરાધના સ્વીકારેલી છે. ભક્તપાનનું પચ્ચકખાણ કરેલું છે. પાદપોપગમનનો સ્વીકાર કરેલો છે, મરણની અપેક્ષા રાખતો નથી એ પ્રમાણે વિચરે છે તે એક વિશ્રામ સ્થાન. આ ચાર વિશ્રામભૂમિઓ જાણવી. (૮૫)
શ્રાવકના સદ્ભૂત ગુણોનું વર્ણન હવે શ્રાવકના સદ્ભૂત ગુણોનું વર્ણન કરવામાં આવે છે– जिनप्रणीतार्थविदो यथार्थ-वाग्युक्तितोऽपास्तमतान्तरस्थाः । स्वकीयधर्मोज्ज्वलमार्गमग्नाः, श्रद्धालवः शुद्धधियो जयन्तु ॥८६॥
અનંત તીર્થકરોએ બતાવેલા યથાવસ્થિત જીવાજીવાદિ પદાર્થોને જાણનારા હોય, આથી જ મંડુક આદિની જેમ યથાર્થ વાણીની યુક્તિથી અન્યમતમાં રહેલા કુલિંગીઓને નિરુત્તર કરવાથી પરાજય પમાડ્યા હોય, તથા પોતાના ધર્મનો જે ઉજ્જવલ માર્ગ. તેમાં એકાગ્રચિત્તવાળા હોય. આવા પ્રકારના શુદ્ધ બુદ્ધિને ધારણ કરનારા શ્રદ્ધાળુ શ્રાવકો જય પામો. ઠંડુકનો વૃત્તાંત તો પાંચમા ભગવતી નામના અંગમાં વિસ્તારથી બતાવેલો છે. તે સંક્ષેપથી અહીં પણ બતાવવામાં આવે છે.
મંડુક શ્રાવકનું દૃષ્ટાંત રાજગૃહ નામનું નગર હતું તેની નજીકમાં ગુણશીલ નામનું ચૈત્ય હતું. તેની નજીકના પ્રદેશમાં કાલોદાયી, શેવાલોદાયી વગેરે અન્ય મૂર્થિકો = તીર્થિકો રહેતા હતા. એક વખતે એક સ્થળે ભેગા થયેલા તેઓનો પરસ્પર કથાસંલાપ થયો. જેમ કે મહાવીર ધર્માસ્તિકાય વગેરે પંચાસ્તિકાયની પ્રરૂપણા કરે છે. તેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને મુગલાસ્તિકાય અચેતન છે અને જીવાસ્તિકાય ચેતન છે એમ પ્રરૂપણા કરે છે. તથા ધર્માસ્તિકાયઅધર્માસ્તિકાય- આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય અરૂપી છે અને પુદ્ગલાસ્તિકાયરૂપી છે એમ પ્રરૂપણા કરે છે. ન દેખાતા હોવાથી આ પ્રમાણે ચેતન-અચેતન આદિ રૂપે આ કેવી રીતે માની શકાય ? તથા તે જ નગરમાં મંડુંક નામનો શ્રાવક રહે છે. તે મહાસમૃદ્ધિવાળો, સર્વલોકને માન્ય, જીવઅજીવ આદિ પદાર્થોનો જાણનારો, નિત્ય ધર્મકૃત્યથી આત્માને ભાવતો સુખેથી કાળ પસાર કરે છે.
- ત્યાર પછી એક વખત ત્યાં ગુણશીલ નામના ચૈત્યમાં શ્રીવીર સ્વામી સમવસર્યા. ત્યારે સ્વામીના આગમનની વાત સાંભળીને તે મંડુક આનંદિત થયેલો સ્વામીને વંદન કરવા માટે જતાં નગરમાંથી બહાર નીકળીને જેટલામાં તે અન્યતીર્થિકોની અતિદૂર નહીં તેમ અતિનજીક નહીં એવા સ્થાનમાં આવ્યો, તેટલામાં અન્યતીર્થિકોએ તેને જતો જોઈને, સર્વે પણ એક સ્થળે ભેગા થઈને તેની નજીકમાં જઈને કહ્યું: હે મંડુક ! તારા ધર્માચાર્ય જે પંચાસ્તિકાય વગેરેની પ્રરૂપણા કરે છે તે કેવી રીતે જાણી શકાય ? ત્યારે મંડુકે તેઓને કહ્યું: જ્યારે ધર્માસ્તિકાય વગેરે પોતાનું કાર્ય કરે ત્યારે તે કાર્યથી જાણી શકાય. જેવી રીતે ધૂમાડાથી અગ્નિને જાણીએ તેમ તેઓને અમે જાણીએ. જો તેઓ