________________
૧૯૨
આત્મપ્રબોધ
કરીને સૂર્ય અસ્ત પામે તે પૂર્વે સંધ્યા સમયે ફરી જિનપૂજા કરે. તથા જો બિયાસણું કર્યું હોય તો ચાર ઘડી આદિ દિવસ બાકી રહે ત્યારે સાંજનું ભોજન કરે. આ વાત અહીં ન જણાવી હોવા છતાં જાણી લેવી. ત્રિકાળ પૂજાનું વિધાન તો આ પ્રમાણે છે
प्रातः प्रपूजयेद्वासै-मध्याह्ने कुसुमैर्जिनं ।
सन्ध्यायां धूपनैर्दीपै-स्त्रिधा देवं प्रपूजयेत् ॥ १॥ અર્થ- પ્રાતઃ કાળે વાસથી, મધ્યા પુષ્પોથી જિનને પૂજે અને સંધ્યા સમયે ધૂપ-દીપથી એમ ત્રણ પ્રકારે દેવને પૂજે. વાસ એટલે ચંદન આદિ દ્રવ્યો. (૮૪)
આ પ્રમાણે દિવસનાં કૃત્યો કહીને હવે રાત્રિના કૃત્યને કંઈક કહેવામાં આવે છે–
कृत्वा षडावश्यकधर्मकृत्यं, करोति निद्रामुचितक्षणे च । हृदि स्मरन् पञ्चनमस्कृतिं स, प्रायः किलाब्रह्म विवर्जयंश्च ॥४५॥
રાત્રિના કર્તવ્યો ત્યારપછી તે શ્રાવક ષડૂ આવશ્યકરૂપ ધર્મકૃત્યને કરીને ઉચિત ક્ષણે એટલે યોગ્ય વેળાએ નિદ્રા કરે. શું કરતો નિદ્રા કરે ? હૃદયમાં પંચપરમેષ્ઠી નમસ્કારનું સ્મરણ કરતો અને પ્રાયઃ કરીને અબ્રહ્મસેવનનો ત્યાગ કરતો નિદ્રા કરે.
અહીં ઋતુકાળે સંતાનની પ્રાપ્તિ માટે અથવા વેદોદયની શાંતિ માટે પોતાની પત્ની સાથે અબ્રહ્મના સેવનનું નિયમન ( નિષેધ) ન કર્યું હોવાથી અહીં પ્રાયઃ શબ્દનું ગ્રહણ કર્યું છે. આ જણાવવા દ્વારા શ્રાવક મૈથુનમાં અત્યંત લોલુપ ન હોય એમ જણાવ્યું. આ પ્રમાણે સંક્ષેપથી શ્રાવકનાં સમસ્ત અહોરાત્રિનાં કૃત્યો જણાવ્યાં. હવે સ્થાનાંગ નામના ત્રીજા અંગના ચોથા સ્થાનમાં કહેલી શ્રાવક સંબંધી ચાર વિશ્રામભૂમિ બતાવવામાં આવે છે.
જેમ ભાર વહન કરનાર પુરુષને ચાર વિશ્રામ સ્થાન કહ્યા છે. તે આ પ્રમાણે(૧) જ્યાં એક સ્કંધ ઉપરથી બીજા સ્કંધ ઉપર ભારને સંહરે તે એક વિશ્રામ સ્થાન. (૨) જ્યાં મળ-મૂત્ર પરઠવે તે એક વિશ્રામ સ્થાન.
(૩) જ્યાં નાગકુમારના આવાસમાં અથવા સુવર્ણકુમારના આવાસમાં આવી વસે તે એક વિશ્રામ સ્થાન.
(૪) જ્યાં માવજીવ રહે તે એક વિશ્રામ સ્થાન. એ પ્રમાણે શ્રાવકને ચાર વિશ્રામ સ્થાન કહેલા છે. તે આ પ્રમાણે
(૧) જ્યાં શીલ બ્રહ્મચર્ય, વ્રત=પ્રાણાતિપાત વિરમણ. ગુણવ્રત=દિવ્રત અને ભોગપભોગ. વિરમણ=અનર્થદંડથી અથવા રાગાદિથી. પચ્ચકખાણ=નવકારશી વગેરે. પૌષધ=અષ્ટમી આદિ પર્વ દિવસ. ઉપવાસ=ભોજનનો ત્યાગ. પૌષધોપવાસ=અષ્ટમી આદિ પર્વ દિવસે ઉપવાસ કરવો. ઇત્યાદિ સ્વીકારવામાં આવે તે એક વિશ્રામ સ્થાન.
(૨) જ્યાં સામાયિક અથવા દેશાવગાસિક સ્વીકારવામાં આવે અથવા તેનું પાલન કરવામાં આવે તે એક વિશ્રામ સ્થાન.