________________
૧૯૪
આત્મપ્રબોધ
કાર્ય ન કરે તો અમે ન જાણીએ. છદ્મસ્થોને અતીંદ્રિય પદાર્થોનું જ્ઞાન કાર્ય વગે૨ે લિંગ દ્વારા જ થાય છે. અધર્માસ્તિકાય વગેરેનું અમને પ્રતીત એવું કોઈ કાર્યાદિ લિંગ દેખાતું નથી તેના અભાવથી અમે તેને નથી જ જાણતા. ત્યાર પછી ધર્માસ્તિકાય વગેરેના અજ્ઞાનને સ્વીકાર કરતા એવા મંડુકને ઠપકો આપવા માટે તેઓએ કહ્યું: હે મંડુક ! જો આ અર્થને પણ તું નથી જાણતો તો તું શ્રાવક કેવો? ત્યારે આ પ્રમાણે ઠપકો અપાયેલા આ મંડુકે જે તેઓએ ન દેખાતા હોવાથી ધર્માસ્તિકાય વગેરેનો અભાવ કહ્યો તેનું વિધટન (પ્રતિકા૨) ક૨વા માટે કહ્યું: હે આયુષ્યમાનો ! વાયુકાય વાય છે ? હા, વાય છે. હે આયુષ્યમાનો ! તમે વાતા એવા વાયુકાયના રૂપને જુઓ છો ? તેને જોવા અમે સમર્થ નથી. હે આયુષ્યમાનો ! ઘ્રાણસહગત પુદ્ગલો છે ? હા, છે. હે આયુષ્યમાનો ! ઘ્રાણસહગત પુદ્ગલોના રૂપને તમે જુઓ છો ? તે જોવા અમે સમર્થ નથી. હે આયુષ્યમાનો ! અરણિસહગત અગ્નિકાય છે ? હી, છે. હે આયુષ્યમાનો ! અરણિસહગત અગ્નિકાયના રૂપને તમે જુઓ છો ? તેને જોવા અમે સમર્થ નથી. હે આયુષ્યમાનો ! સમુદ્રની પેલે પાર રૂપો છે ? હા, છે. હે આયુષ્યમાનો ! તે રૂપોને તમે જુઓ છો ? તેને જોવા અમે સમર્થ નથી. હે આયુષ્યમાનો ! દેવલોકમાં રહેલાં રૂપો છે ? હા, છે. હે આયુષ્યમાનો ! તે રૂપોને તમે જુઓ છો ? તે જોવા માટે અમે સમર્થ નથી. હે આયુષ્યમાનો ! જો આ પ્રમાણે જ હું, તમે અથવા બીજો છદ્મસ્થ જીવ જેને નથી જાણતો તે બધું નથી. આ પ્રમાણે તો તમારો સુબહુલોક પણ (એટલે કે બાપદાદાના બાપદાદા પણ) નહીં થાય. આ પ્રમાણે તે અન્યયૂથિકોને નિરુત્તર કરીને ત્યાર પછી તે મંડુક ગુણશીલ ચૈત્યમાં શ્રીવીર સ્વામીની પાસે જઈને વંદન આદિ કરવાપૂર્વક ઉચિત સ્થાને બેઠો. ત્યારે સ્વામીએ મંડુકને કહ્યુંઃ હે મંડુક ! તું સારો છે. જેથી અસ્તિકાયને નહીં જાણતા તેં અન્યતીર્થિકોને હું નથી જાશ્તો એમ કહ્યું. નહીં જાણતો હોવા છતાં હું જાણું છું એમ કહ્યું હોત તો અરિહંત વગેરેની આશાતના કરનારો થાત. ત્યાર પછી આ પ્રમાણે પ્રભુના વચન સાંભળીને તે મંડુક આનંદિત થયેલો સ્વામીને નમીને અને ધર્મોપદેશને સાંભળીને પોતાના સ્થાનમાં ગયો. આયુષ્ય ક્ષય થયે અરુણાભ નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો, અને મહાવિદેહમાં સિદ્ધ થશે. આ પ્રમાણે મંડુક શ્રાવકનો વૃત્તાંત પૂર્ણ થયો. (૮૬) પ્રમાદનો ત્યાગ કરવો જોઈએ
હવે આવા પ્રકારના શ્રાવકપણાને પામીને તેના પાલન માટે સર્વથા પ્રમાદનો ત્યાગ કરવો જોઈએ તે બતાવે છે—
निशम्य विप्रोपनयं सुधीभिः, प्रमादसङ्गोऽपि न कार्य एव । इहोत्तरत्रापि समृद्धिहेतौ, महौज्ज्वलेऽस्मिन्निजधर्मकार्ये ॥ ८७ ॥
સારી બુદ્ધિવાળા ભવ્ય જીવોએ દરિદ્ર બ્રાહ્મણના ઉપનયને સાંભળીને પશ્ચાત્તાપનું કારણ એવા પ્રમાદનો સંગ પણ ન જ ક૨વો જોઈએ, તો પછી પ્રમાદના સેવનની તો વાત દૂર રહી. શેમાં પ્રમાદ ન કરવો જોઈએ તે કહે છે- આ ભવ અને ૫૨ભવમાં સમૃદ્ધિનું કારણ, આથી જ મહાનિર્મળ એવા આ દેશવિરતિ સ્વરૂપ પોતાના ધર્મકાર્યમાં પ્રમાદ ન ક૨વો. ધર્મકાર્યમાં સદા આળસ વગરના જ થવું જોઈએ. દરિદ્ર બ્રાહ્મણનું દૃષ્ટાંત આ પ્રમાણે છે