________________
૧૩૬
આત્મપ્રબોધ
तम्हा परिग्गहं उज्झिऊण मूलमिह सव्वपावाणं ।
धन्ना चरणपवन्ना, मणेण एवं विचिंतिजा ॥ ३॥ અર્થ- અજ્ઞાનવશથી જેમ-જેમ ધન-ધાન્યનો ઘણો પરિગ્રહ કરે છે તેમ-તેમ જલદીથી ભારી થયેલી નાવડીની જેમ ભવોભવ ડૂબે છે. (૧) જેમ-જેમ લોભ ઓછો, જેમ-જેમ પરિગ્રહનો આરંભ ઓછો, તેમ-તેમ સુખ વધે છે, અને ધર્મની સંસિદ્ધિ થાય છે. તેથી સર્વ પાપનું મૂળ એવું પરિગ્રહ અહીં છોડીને ચારિત્રને પામ્યા તેઓ ધન્ય છે. આ પ્રમાણે મનમાં વિચારે.
આ પ્રમાણે પાંચમું વ્રત કહ્યું. આ પાંચ વ્રતો મહાવ્રતની અપેક્ષાએ નાના હોવાથી અણુવ્રતો કહેવાય છે. (૪૪-૪૫)
ત્રણ ગુણવ્રતો હવે પછી ત્રણ ગુણવ્રતો કહેવા. તે અણુવ્રતોને ગુણકારી = ઉપકારી છે માટે ગુણવ્રતો કહેવાય છે. દિપ્રમાણ વગેરે હિંસાનો નિષેધ કરતા હોવાથી ગુણવ્રતોથી અણુવ્રતોને ઉપકાર થાય છે.
હવે તે ગુણવ્રતોમાં જે પહેલું દિપ્રમાણ વ્રત છે તે કહેવાય છે
ઉર્ધ્વ, અધો અને તિર્જી દિશામાં ગમનને આશ્રયીને જે પ્રમાણ કરાય છે, જેમકે- બધી પણ દિશાઓમાં આ આખાય જન્મમાં મારે દરેક દિશામાં આટલી ભૂમિ ઓળંગવી, એનાથી અધિક નહીં, તે દિકપ્રમાણવ્રત કહેવાય છે. દિકપ્રમાણ કરવામાં શું ગુણ છે? એમ ન કહેવું. કારણ કે આ કરવામાં લોભનિગ્રહરૂપ મહાગુણનો સંભવ છે. તે આ પ્રમાણે
भुवणक्कमणसमत्थे, लोभसमुद्दे विसप्पमाणंसि ।।
સુખરૂ હિસાપરિમાઈ, સુસાવ સેડવંધં ય ૪૬ ત્રણ ભુવનને આક્રમણ કરવામાં સમર્થ એવો લોભસમુદ્ર ફેલાયે છતે તેના પૂરનો પ્રતિઘાત કરવામાં પાળના બંધની જેમ સમર્થ એવા દિપ્રમાણને શ્રાવક કરે. કારણ કે નિયમિત ક્ષેત્રથી આગળ મહાલાભ થતો હોય તો પણ ગમનનો અભાવ હોવાથી લોભસમુદ્રનું પૂર અટકી જાય છે.
આ વ્રતથી લોભનો નિગ્રહ થાય છે. (૪૬). હવે આ વ્રતમાં વ્યતિરેકથી દૃષ્ટાંત બતાવે છે–
करुणावल्लीबीयं, जइ कुव्वंतो दिसास परिमाणं ।
राया असोगचंदो, ता नरए नेव निवडतो ॥४७॥ અશોકચંદ્ર રાજા જો કરૂણારૂપી વેલડીના બીજ સમાન દિશાઓમાં પરિમાણ કરત તો નરકમાં ન પડત.
તપેલા લોઢાના ગોળા સમાન ગૃહસ્થને અપરિમિત ભૂમંડલમાં ભમવાનો નિષેધ કરવાથી આ વ્રત કરુણારૂપી વેલડીનું બીજ છે એમ વિચારવું. અહીં ગાથામાં સૂચવેલા અશોકચંદ્ર રાજાનો વૃત્તાંત આ પ્રમાણે છે