________________
બીજો પ્રકાશ - દેશવિરતિ
૧૩૭
અશોકચંદ્ર (કુણિક) રાજાનું દૃષ્ટાંત ચંપા નગરીમાં શ્રી શ્રેણિકરાજાનો પુત્ર અશોકચંદ્ર નામનો રાજા હતો. દુઃસ્વપ્રથી સૂચિત હોવાથી માતાએ જન્મ સમયે બહાર ત્યાગ કરાયેલા તેની એક આંગળી કુકડાએ કૂણિત (કોરી કાઢેલી) કરી હતી. તેથી આ નામથી કૂણિક કહેવાયો. કોઈ વખત ત્યાં શ્રીવીર સ્વામી સમોસર્યા. ત્યારે અશોકચંદ્ર જંગમ કલ્પવૃક્ષ જેવા શ્રી ત્રણલોકના નાથને આવેલા સાંભળીને મહોત્સવથી વંદન માટે ગયો. સ્વામીએ દેશના આપી. ત્યાર પછી દેશનાના અંતે તેણે પ્રભુને પૂછયું: હે સ્વામી! જેઓએ ભોગોનો ત્યાગ નથી કર્યો એવા ચક્રવર્તીઓ મરે છે ત્યારે તેઓ કઈ ગતિમાં જાય છે ? સ્વામીએ કહ્યું. તેઓની પ્રાયઃ સાતમી નરક પૃથ્વીની ગતિ છે. રાજાએ કહ્યું: તો પછી મારે પણ ત્યાં જ જવા યોગ્ય છે. ભગવાને કહ્યું તું ચક્રવર્તી નથી. તેથી તે ગતિ તારી ક્યાંથી થાય ? તું તો છઠ્ઠી નરક પૃથ્વીમાં જઈશ. ત્યારે પોતાને ચક્રી માનતા એવા તેણે કહ્યું: હે સ્વામી! હું ચક્રી નથી એ કેવી રીતે શ્રદ્ધા કરવી ? કારણ કે મારી પણ સેના અનેક લાખ હાથી-ઘોડા-રથોથી અને કરોડો સુભટોથી સકલ જગતનો ઉદ્ધાર કરવા અને સંહાર કરવા સમર્થ છે. તથા ઘણા સંબોધ, દ્રોણ, ખેટ, કર્બટ, પત્તન, પુર, આકર વગેરે મને કર આપનારા છે. તથા મારે નિરંતર વપરાતા હોવા છતાં ખાલી નહીં થતા ઘણા નિધિઓ છે. તથા અતિપ્રચંડ મારો પ્રતાપ સર્વ પણ શત્રવર્ગને આક્રમણ કરીને રહ્યો છે. આથી મારે શું ઓછું છે? જેથી હું ચક્રવર્તી ન થાઉં? આ પ્રમાણે સાંભળીને યથાસ્થિતવાદી શ્રી જિને ફરી કહ્યું: હે રાજન્ ! આ સમૃદ્ધિથી શું થશે ? ચક્ર વગેરે ચૌદ રત વિના ચક્રવર્તીપણું ક્યારે પણ ન થાય. ત્યારપછી તે આ પ્રભુના વચનને સાંભળીને પોતાના સ્થાને જઈને લોઢાના સાત એકેંદ્રિય રતો કર્યા અને પોતાની પદ્માવતી નામની પ્રિયાને સ્ત્રીરત તરીકે કલ્પી. તથા પોતાના પટ્ટહસ્તિ વગેરેને જ બાકીના રત્નો કર્યા.
- હવે આ પ્રમાણે આને રતપણે સ્થાપીને તે રાજા પૂર્વદિશા વગેરે ક્રમથી બધા દેશોને આજ્ઞા કરનારા કરીને ઘણા સૈન્યથી પરિવરેલો વૈતાઢ્ય તળે તમિસ્રા ગુફા પાસે આવ્યો. ત્યાં દંડરતથી ગુફાના દરવાજાના કમાડોને તાડન કર્યું. પરંતુ તે ન ઉઘડ્યા. તેથી ફરી ઠંડપ્રહાર કરે છતે તેના દ્વારપાલ કૃતમાલ દેવે ક્રોધથી તેને કહ્યું: રે ! અપ્રાથ્યપ્રાર્થક ! તું કોણ છે? અહીંથી જા. ખકારથી કાનને કેમ કદર્થના કરે છે ? તેણે કહ્યું: ભરતક્ષેત્રમાં અશોકચંદ્ર નામનો હું નવો ચક્રવર્તી થયો છું. આથી જલદી દરવાજો ઉઘાડ. દેવે કહ્યું કે રાજન્ ! આ ક્ષેત્રમાં બાર ચક્રવર્તીઓ થાય છે, તે તો થઈ ગયા. તેથી તું ચક્રી નથી. પરંતુ કોઈપણ રાજા છે. રાજાએ કહ્યું: મારા પુણ્યથી હું તેરમો ચક્રી કરાયો છું. શું તું જાણતો નથી ? તેથી દ્વાર ઉઘાડ. વિલંબ કરવાથી મને ખેદ ન પમાડ. ત્યારપછી આ પ્રમાણે ભૂતથી ગ્રહણ કરાયેલાની જેમ અનિષ્ટ બોલનારા તે અશોકચંદ્રને અતિ ગુસ્સે થયેલા દેવે બળતી અગન જ્વાળાથી બાળીને તરત નરકનો અતિથિ કર્યો. આ પ્રમાણે અશોકચંદ્રની કથા પૂર્ણ થઈ. આ અશોકચંદ્રની જેમ બીજો પણ જે કોઈ માણસ દિગૂગમનનું પ્રમાણ કરતો નથી તે આ પ્રમાણે આ લોકમાં અનર્થને પામીને પરલોકમાં નરક દુઃખની પાત્રતાને પામે છે. તેથી ભવ્યજીવોએ આ વ્રત સ્વીકારવામાં આળસુ ન થવું જોઈએ.