________________
૧૩૮
આત્મપ્રબોધ
અહીં ભાવના આ પ્રમાણે કરવી
चिंतेअव्वं च नमो, साहूणं जे सया निरारंभा ।
विहरंति विप्पमुक्का, गामागरमंडियं वसुहं ॥१॥ અર્થ- જે સાધુઓ સદા નિરારંભી છે અને કોઈ પણ જાતના બંધનથી રહિત ગામ- આકરથી શોભિત પૃથ્વી ઉપર વિચરે છે તેઓને નમસ્કાર થાઓ. આ પ્રમાણે મનથી ચિંતવવું.
આ પ્રમાણે પ્રથમ ગુણવ્રત કહ્યું. (૪૭) હવે ગુણવ્રતોમાં બીજું ભોગપભોગમાન વ્રત કહેવામાં આવે છે
તેમાં જે એકવાર ભોગવવામાં આવે તે અન્ન, કુસુમ વગેરે ભોગ છે અને જે વારંવાર ભોગવવામાં આવે તે સ્ત્રી, વસ્ત્ર, આભરણ વગેરે ઉપભોગ છે. તે બેના નિયત પ્રમાણથી થયેલું વ્રત તે ભોગપભોગમાન વ્રત કહેવાય છે. તે ભોજનથી અને કર્મથી થાય છે. તે આ પ્રમાણે
भोअणकम्मेहिं दुहा, बीयं भोगोवभोगमाणवयं । भोअणओ सावजं, उस्सग्गेणं परिहरइ ॥४८॥ तह अतरंतो वजइ, बहुसावजाइं एस भुजाई ।
बावीसं अन्नाइ वि, जहारिहं नायजिणधम्मो ॥४९॥ બીજું ભોગપભોગમાન વ્રત ભોજન અને કર્મથી બે પ્રકારનું છે. તેમાં ભોજનથી શ્રાવક ઉત્સર્ગથી સાવઘ, સચિત્ત અને અનેષણીય ભોજનનો ત્યાગ કરે. ‘તે ત્યાગ કરવામાં અશક્ત હોય તો સચિત્તનો જ ત્યાગ કરે’ એ પ્રમાણે ન કહેલું પણ સમજી લેવું. તે પ્રમાણે પણ કરવા અસમર્થ, જેણે જિનધર્મને જાણ્યો છે એવો આ શ્રાવક બહુ સાવદ્ય એટલે ઘણા પાપવાળા બાવીસ પ્રકારના અશન વગેરે ભોજનનો ત્યાગ કરે. તેનાં નામો આ પ્રમાણે છે- પાંચ ઉર્દુબરી, ચાર મહાવિગઈ, હિમ, વિષ, કરા, સર્વમાટી, રાત્રિભોજન, બહુબીજ, અનંતકાય, સંધાન, ઘોલવડા, રીંગણા, અજ્ઞાતનામવાળા પુષ્પ-ફળ, તુચ્છ ફળ, ચલિતરસ. આ બાવીસ ભોજનનો ત્યાગ કરે. તેમાં પાંચ ઉદુબરી- ઉદુંબર, વટ, પ્લેક્ષ, પિપળ, કાકોદુબરી- આ બધા ફળસ્વરૂપ છે. આ મચ્છર જેવા આકારવાળા સૂક્ષ્મ બહુ જીવથી ભરેલા હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. તથા ઘી વગેરે વિગઈની અપેક્ષાએ મદિરા, માંસ, મધ અને માખણ આ ચાર મહાવિકારનું કારણ હોવાથી અને તે વર્ણના અનેક જીવો તેમાં ઉત્પન્ન થતા હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. જેથી કહ્યું છે કે
मज्जे महुंमि मंसे, नवणीयंमि चउत्थए ।
उप्पज्जति असंखा, तव्वण्णा तत्थ जंतुणो ॥१॥ અર્થ- મદિરામાં, મધમાં, માંસમાં અને ચોથા માખણમાં તે વર્ણના અસંખ્ય જીવો ઉત્પન્ન થાય છે. તથા હિમ, વિષ, કરા, માટી, રાત્રિભોજન પ્રસિદ્ધ છે. તેમાં હિમ, કરા, માટી બહુ જીવમય છે. વિષ પોતાનો ઉપઘાત કરે છે અને મરણ સમયે મહામોહને ઉત્પન્ન કરે છે. રાત્રિભોજનમાં ઘણા પ્રકારના જીવસંપાતનો સંભવ હોવાના કારણે આ લોકમાં અને પરલોકમાં ઘણા દોષોથી દુષ્ટ છે. તેથી ત્યાગ