________________
- દેશવિરતિ
બીજો પ્રકાશ -
૧૩૯
કરવા યોગ્ય છે. તથા કોથળામાં ભરેલા મગની જેમ જેમાં બીજો આંતરા વિના રહે છે તે પંપોટા વગેરે ફળ બહુબીજ છે. તેના દરેક બીજમાં જીવ ઉપમર્દનનો સંભવ છે. તથા કાચા ગોરસમાં મિશ્રણ કરેલ દ્વિદલ સ્વરૂપ ઘોલવડામાં કેવલીગમ્ય સૂક્ષ્મ ત્રસજીવની ઉત્પત્તિનો સંભવ છે. જેથી કહ્યું છે કેजइ मुग्गमासपमुहं, विदलं कच्चंमि गोरसे पडइ ।
ता तसजीवुप्पत्तिं, भांति दहीए तिदिण उवरिं ॥ १ ॥
અર્થ- જો કાચા ગોરસમાં મગ, અડદ વગે૨ે પડે તો તથા ત્રણ દિવસ ઉપરના દહીંમાં ત્રસ જીવની ઉત્પત્તિ છે.
તથા રીંગણા પ્રસિદ્ધ છે. રીંગણાને બહુબીજમાં પણ અલગ ગણ્યા છે. તે તેની લોકમાં અતિ વિરુદ્ધતા બતાવવા માટે છે. તે રીંગણા બહુ જીવમય હોવાથી તથા ઘણી નિદ્રા, કામને ઉદ્દીપન કરવું વગેરે ઘણા દોષથી દુષ્ટ હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. તથા જેને ખાવાથી તૃપ્તિ અલ્પ થાય અને આરંભ મહાન થાય તે ગંગેટક, કોમળ ફળી વગેરે તુચ્છ ફળ છે. તે અનર્થદંડ સ્વરૂપ હોવાથી ત્યાગ ક૨વા યોગ્ય છે. તથા ચલિત રસ એટલે કોહાઈ ગયેલું ધાન્ય. તે અનંતકાય હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. આટલાં જ અભક્ષ્ય નથી. પરંતુ આ તો ઉપલક્ષણ હોવાથી યથાયોગ્ય બીજા પણ
દિવસને ઓળંગી ગયેલું દહીં, પુષ્પિત ઓદન વગેરે, સંસક્ત પત્ર, પુષ્પ વગેરે બહુ સાવદ્ય વસ્તુઓ ત્યાગ કરવા યોગ્ય છે. વળી- અલ્પ સાવદ્ય એવા ઓદન વગેરેમાં પણ મારે આ આટલું જ ખાવું એ પ્રમાણે પ્રમાણનું નિયતપણું કરવું જોઈએ. તથા મનમાં અતિ આસક્તિ, ઉન્માદ, નિંદા આદિ ઉત્પન્ન કરે તેવા, વસ્ત્ર, વિભૂષા, વાહન વગેરે ત્યાગ કરવા યોગ્ય છે. શ્રાવક વિરતિથી પરિણત થયો હોવાથી બાકીમાં પણ પરિમાણ કરે. અહીં કેટલાક અજ્ઞાનીઓ કહે છે કે- સંસારમાં શરીર જ સાર છે, અને તેનું કોઈ પણ રીતે પોષણ કરવું જોઈએ. આ ભક્ષ્યાભક્ષ્યની કલ્પનાથી શું ? તેનો ઉત્તર અપાય છે- ઘણી રીતે પોષેલું પણ શરીર અસાર હોવાથી તેના માટે વિવેકીએ અભક્ષ્યનું ભક્ષણ ન જ કરવું જોઈએ. જેથી કહ્યું છે કે
अइपोसिअंपि विहडइ, अंते एअं कुमित्तमिव देहं । सावज्जभुज्जपावं, की तस्स कए समायरइ ? ॥ १ ॥
અર્થ- અતિ પોષેલું પણ શરીર અંતે કુમિત્રની જેમ નાશ પામે છે. તો પછી તેના માટે કોણ સાવદ્ય ભોગથી પાપને આચરે ? (૪૮-૪૯)
હવે દૃષ્ટાંત પૂર્વક વ્રતના ફળને સંક્ષેપથી બતાવે છે—
मंसाईण नियमं धीमं पाणच्चये वि पालंतो ।
"
पावइ परंमि लोए, सुरभोए वंकचूलो व्व ॥ ५० ॥
બુદ્ધિશાળી માંસ વગેરેના નિયમને પ્રાણના ત્યાગમાં પણ પાળે તો વંકચૂલની જેમ પરલોકમાં દેવના ભોગોને પામે છે.
વિસ્તારથી અર્થ તો કથાનકથી જાણવો. તે આ પ્રમાણે
૧. ગંગેટક એ કોઈક તુચ્છ ફળ છે. હમણાં તે પ્રસિદ્ધ નથી.