________________
૧૪૦
આત્મપ્રબોધ
વંકચૂલની કથા આ જ ભારતવર્ષમાં વિમલ નામનો રાજા હતો. તેની સુમંગલા નામની પ્રિયા હતી. તેઓને બે બાળકો થયા. તેમાં એક પુષ્પચૂલ નામનો પુત્ર અને બીજી પુષ્પચૂલા નામની કન્યા હતી. યૌવન વયમાં પિતાએ એક રાજકન્યા પુત્રને પરણાવી. પુત્રી તો કોઈક રાજપુત્રને આપી. પરંતુ દુષ્કર્મના ઉદયથી બાલપણામાં જ પતિનું મરણ થવાથી તે વિધવા થઈ. તે ભાઈના સ્નેહથી પિતાના ઘરે જ રહી. હવે પુષ્પચૂલ તો ચોરી વગેરે વ્યસનમાં આસક્ત હોવાથી નગરના લોકોને અત્યંત પીડતા એવા તેણે લોકમાં “વંકચૂલ” એવા નામને પ્રાપ્ત કર્યું. તેની બહેન પણ તેના સમાન બુદ્ધિવાળી હોવાથી “વંકચૂલા એ પ્રમાણે પ્રસિદ્ધ થઈ. ત્યાર પછી લોકો પાસેથી તેનો ઘણો ઠપકો સાંભળીને ગુસ્સે થયેલા રજાએ તેને નગરમાંથી બહાર કાઢ્યો. ત્યારે તેની પત્ની અને બહેન પણ તેના સ્નેહથી તેની સાથે ગઈ. ત્યાર પછી પતી અને બહેનની સાથે નિર્ભય થયેલા, કોઈક જંગલમાં ભમતા વંકચૂલને ધનુર્ધારી ભિલ્લોએ જોયો. ત્યાં તેઓએ આકૃતિથી જ તેને રાજપુત્ર જાણીને આદરથી પ્રણામ કરીને, પ્રશ્નપૂર્વક તેના વૃત્તાંતને સાંભળીને, બહુમાનથી પોતાની પલ્લીમાં લઈ જઈને, મૂળપલ્લીપતિ મરી ગયો હોવાથી તેના સ્થાને તે વંકચૂલને સ્થાપ્યો. ત્યારપછી વંકચૂલ ભિલ્લોની સાથે મહીતલને લૂંટતો ત્યાં સુખેથી રહ્યો.
હવે એક વખત વર્ષાકાળના પ્રારંભના સમયે કેટલાક મુનિઓથી પરિવરેલા શ્રી ચંદ્રયશ નામના આચાર્ય સાર્થથી ભ્રષ્ટ થવાથી ત્યાં આવ્યા. ત્યારે નવા ઉત્પન્ન થયેલા અંકુરાના મર્દનના અને સચિત્ત પાણીના સંઘટ્ટાના ભીરુ આચાર્ય વિહારની અયોગ્યતા જાણીને તે પલ્લીમાં પ્રવેશ્યા. વંકચૂલે પણ મુનિઓને જોઈને કુલીન હોવાથી પ્રણામ કર્યા. ત્યારે ગુરુએ ધર્મલાભરૂપ આશિષ આપીને તેની પાસે વસતિ માગી. તેણે પણ કહ્યું: હે સ્વામી! તમને વસતિ આપીશ. પરંતુ મારી સીમામાં ક્યારે પણ ધર્મ ન કહેવો. કારણ કે હિંસા, અસત્ય, ચોરી વગેરેના ત્યાગથી ધર્મ થાય છે. તે હિંસા વગેરેથી જ અમારી આજીવિકા ચાલે છે. આ પ્રમાણે તેણે કહ્યું એટલે ગુરુએ પણ તેના વચનનો સ્વીકાર કરીને તેણે બતાવેલા નિરવદ્ય સ્થાનમાં સ્વાધ્યાય ધ્યાન વગેરે ધર્મકાર્યને કરતાં ચાર મહિના સુધી રહ્યા. ત્યાં તેણે આહાર વગેરેનું નિમંત્રણ કર્યું. ત્યારે ગુરુએ કહ્યું તારા ઘરની ભિક્ષા અમને ન કલ્પ. અહીં રહેલા અમે તપશ્ચર્યાથીજ સુખેથી કાળને પસાર કરશું. તને તો ઉપાશ્રયના દાનથી જ મહાપુણ્યબંધ થયો છે. કહ્યું છે કે
जो देइ उवस्सयं मुणि-वराण तवनियमजोगजुत्ताणं । તે Iિ વ@ડગ્ન-પાયાવિMા II II पावइ सुरनररिद्धी, सुकुलुप्पत्ती य भोगसामग्गी ।
नित्थरइ भवमगारी, सिज्जादाणेण साहूणं ॥ २॥ અર્થ તપ-નિયમ-યોગથી યુક્ત એવા મુનિવરોને જે ઉપાશ્રય આપે છે, તેણે વસ્ત્ર-અન્નપાન-શયન-આસન વગેરે બધું આપ્યું છે. (૧) સાધુને શવ્યાના દાનથી ગૃહસ્થ સુર-નરની ઋદ્ધિને, કલમાં ઉત્પત્તિને અને ભોગની સામગ્રીને પામે છે. તથા સંસારને તરી જાય છે.