________________
બીજો પ્રકાશ - દેશવિરતિ
૧૪૧ ત્યાર પછી વર્ષાકાલ પસાર થયે છતે ગુરુએ તે વંકચૂલને પૂછીને વિહાર કર્યો ત્યારે તેઓના સત્યપ્રતિજ્ઞતા વગેરે ગુણોથી ખુશ થયેલો તે પણ ભક્તિથી તે ગુરુને વળાવવા ગયો. ત્યાં કેટલોક માર્ગ પસાર થયા પછી લાંબા કાળ સુધી રહેલા મુનિના વિયોગથી વિહલ થયેલા તેણે ગુરુને નમીને વિનંતિ કરીઃ હે સ્વામી ! અહીંથી આગળ બીજાની સીમા છે આથી હું પાછો ફરીશ. ફરી મને આપનું દર્શન જલદી થાઓ. આ પ્રમાણે તેણે કહ્યું એટલે મધુર અક્ષરોથી ગુરુએ તેને કહ્યું છે સૌમ્ય ! તારી સહાયથી અમે આટલો કાળ સુખથી રહ્યા. હવે જો તને ગમતું હોય તો પ્રતિઉપકાર કરવા માટે અમે કંઈક કહીએ. તેણે કહ્યું: હે ભગવન્! જેવા પ્રકારનું મારા વડે સુખેથી પાળવું શક્ય બને તેવા પ્રકારના જ વચનથી મારા ઉપર મહેરબાની કરો. ત્યારે ગુરુએ કહ્યું: (૧) જેનું નામ કોઈપણ ન જાણતું હોય તેવું ફળ તારે ન ખાવું. (૨) તથા ક્યારે પણ બીજાને મારવા ઈચ્છતા તારે સાત-આઠ પગલા પાછળ ખસવું. (૩) તથા રાજાની પટ્ટદેવી માતા સમાન ગણવી. (૪) તથા ક્યારે પણ કાગડાનું માંસ ન ખાવું. આ ચારેય અભિગ્રહો તારે એક ચિત્તથી પાળવા. આનું પાલન કરવામાં તને ઉત્તરોત્તર લાભ થશે. તેથી ગુરુના વચનથી નમ્ર થયેલા તેણે પણ મહા મહેરબાની થઈ એ પ્રમાણે કહીને પોતાને ઉપકાર કરનારા તે ચારે ય નિયમોને ગ્રહણ કરીને પોતાના સ્થાનમાં આવ્યો. ગુરુ પણ વિહાર કરીને બીજે ગયા.
હવે એક વખત ગ્રીષ્મ ઋતુમાં તે પલ્લીપતિ ભિલ્લમેનાથી પરિવરેલો કોઈક ગામને હણવા માટે ચાલ્યો. પરંતુ ક્યાંયથી પણ તે વૃત્તાંતને જાણીને તે ગામ પહેલાં જ ભાગી ગયું હતું. ત્યારે ફોગટ ગયેલા પરિશ્રમવાળો, ભૂખ-તરસથી પરાભવ પામેલો, પરિવાર સહિત વંકચૂલ મધ્યાહૂં ત્યાંથી પાછો ફરીને જંગલમાં કોઈપણ વૃક્ષની નીચે બેઠો. ત્યાં સુધાથી પીડાયેલા, અહીં-તહીં ભમતા, કેટલાક ભિલ્લોએ ક્યાંય પણ નિકુંજમાં સુગંધવાળાં, સારા વર્ણવાળાં, પાકેલાં ફળોથી નમેલા કિપાકવૃક્ષને જોઈને તરત તે ફળોને લાવીને વંકચૂલની આગળ મૂક્યાં. તેણે પોતાના નિયમને યાદ કરીને તેનું નામ પૂછયું. તેઓએ કહ્યું કે સ્વામી ! આનું નામ તો કોઈપણ જાણતું નથી. પરંતુ અત્યંત સ્વાદિષ્ટ છે. આથી ખાવા યોગ્ય છે. તેણે કહ્યું: અજ્ઞાત ફળને હું નહીં ખાઉં. મારો આ નિયમ છે. તેથી ફરી તેઓએ આગ્રહપૂર્વક કહ્યું: હે સ્વામી ! સ્વસ્થતા હોય ત્યારે નિયમમાં આગ્રહ કરાય છે. હમણાં પ્રાણના સંદેહમાં નિયમનો આ આગ્રહ કેવો? તેથી આ ફળોને ખાઓ. આ પ્રમાણે તેના વચનને સાંભળીને સુધાથી પીડાયેલો હોવા છતાં તેણે પૈર્યપૂર્વક કહ્યું: અરે ! તમારે આ વચન ન કહેવું. જો પ્રાણ જતા હોય તો હમણાં જ જાઓ. પરંતુ પોતાના વચનથી ગુરુ સમક્ષ સ્વીકારેલો નિયમ સ્થિર થાઓ.
ત્યાર પછી તે ફળોને ઈચ્છાપૂર્વક ખાઈને તૃપ્ત થયેલા તે બધા પણ ભિલ્લો વૃક્ષની છાયામાં સુતા. પરંતુ એક સેવકે વંકચૂલના આગ્રહથી તે ફળો ન ખાધા. આથી સ્વયં સૂઈને ઉભા થયેલા પલ્લીપતિએ પોતાની પાસે સુતેલા સેવકને ઉઠાડીને આ પ્રમાણે કહ્યું: બધાને જલદી જગાડ, જેથી પોતાના સ્થાનમાં જઈએ. તેણે પણ શબ્દથી અને હાથના સ્પર્શથી બધાને પણ ઉઠાડ્યા. પરંતુ કોઈપણ રીતે તેઓ ન ઉઠ્યા. ત્યારે તેણે બધાયને મરેલા માનીને પલ્લી પતિને તેનું સ્વરૂપ જણાવ્યું. તે સાંભળીને વિસ્મય પામેલા તેણે પણ પોતાના નિયમને સફળ થયેલું માન્યું. અહો ! ગુરુની