________________
બીજો પ્રકાશ - દેશવિરતિ
૧૩૫
આવ્યું ત્યારે તેણે તરત ઊભા થઈ દેવગૃહમાં જઈ જેટલામાં દેવદર્શન કર્યા તેટલામાં તે ચૈત્યમાં ‘ ધન ! માગ, માગ.” એ પ્રમાણે અવાજ પ્રગટ થયો. ત્યારે અવાજ કરનારા માણસને ન જોવાથી વિસ્મય પામેલા ધને કહ્યુંઃ કોણ આ બોલે છે ? દેવે કહ્યું: હું આ ચૈત્યનો અધિષ્ઠાતા શ્રીમદ્ અરિહંતનો ઉપાસક દેવ છું. નિયમમાં તારું દઢપણું જોઈને ખુશ થયો છું. તેથી તું વાંછિત વરદાન માગ. ધાને કહ્યું: “પતીને પૂછીને પછી વરદાન માગીશ.” એ પ્રમાણે કહીને તરત ઘરે આવીને પતીને તે બધો વૃત્તાંત જણાવ્યો. પતીએ વિચાર્યું. અમારા ઘરે ધનની કાંઈ કમી નથી. પરંતુ આના હૃદયમાં વિવેકની અત્યંત કમી દેખાય છે. જો તે વિવેક આવી જાય તો બધું જ કાર્ય સિદ્ધ થાય. આ પ્રમાણે વિચારીને પોતાના પતિને કહ્યું કે સ્વામી ! આપ જલદી જઈને વિવેક માગો. તેણે પણ પતીના વચનથી ત્યાં જઈને કોથળો પાથરીને કહ્યું: હે દેવ ! જો તું ખુશ થયો છે તો મને વિવેક આપ ! તેના દુષ્કર્મના ક્ષયોપશમને જાણીને દેવે પણ કહ્યું: હે ધન બધી જડતાને નાશ કરનારું વિવેકરત તને આપ્યું. હવે તારા ઘરે જા ! ત્યાર પછી ધન સમ્યમ્ વિવેકને ગ્રહણ કરીને પોતાના ઘરે આવીને ભોજન માટે બેઠો. ત્યારે તેની પતીએ તેલથી મિશ્રિત કુલથી વગેરેનું અન્ન તેની આગળ મૂક્યું. તે જોઈને વિવેકને ધારણ કરતા ધને કહ્યું: અમારા ઘરે આવું દુષ્ટ ભોજન કેમ? પતીએ કહ્યું છે સ્વામી ! જેવું અન્ન આપે લાવીને આપ્યું છે તેવું જ મેં રાંધ્યું છે.
ત્યાર પછી જેટલામાં ઘરની સન્મુખ જુએ છે તેટલામાં સ્થાને સ્થાને પડેલું, ચારે બાજુથી વિવિધ જંતુઓની જાળોથી ભરાયેલું જાણે દરિદ્રનું ઘર ન હોય તેવું જોયું. ત્યાર પછી આવા પ્રકારના ભોજન, ઘર વગેરેના સ્વરૂપને જોઈને તેણે વિચાર્યું: “અહો ! અજ્ઞાની એવા મને ધિક્કાર થાઓ. જે આવા પ્રકારના આચારથી મેં મારા કુલને લજ્જિત કર્યું. ધર્મકૃત્યને પણ ન કર્યું. આટલા દિવસો ફોગટ જ ગયા. હમણાં પણ સદ્વ્યવહારમાં જો પ્રયતવાળો થાઉં તો સારું.” આ પ્રમાણે વિચારીને પૂર્વનાં ઘરો, દુકાનો વગેરે ફરી લઈને અને બધાય નોકર વર્ગને બોલાવીને પૂર્વની જેમ જ સ્થાપ્યા. પોતાના પિતાએ કરાવેલા ચૈત્યની તથા બીજા પણ જિનચૈત્યોની વિશેષથી પૂજા, પ્રભાવના વગેરે ઉત્સવ કર્યો. બીજા પણ દાનાદિ કાર્યો વધતા પરિણામથી કર્યા અને ગુરુનો સંયોગ થયો ત્યારે પરિગ્રહ પરિમાણ કરીને વધારાનું દ્રવ્ય ધર્મસ્થાનોમાં વાપર્યું. ક્રમે કરી બીજા પણ વ્રત નિયમોમાં પ્રયતવાળો થયો. ત્યાર પછી બધાય મહાજન વગેરે લોકમાં માન્ય થયેલો, શ્રેષ્ઠ યશરૂપી લક્ષ્મીને ધારણ કરતો તે ધનશ્રેષ્ઠી લાંબાકાળ સુધી શ્રાવકધર્મને પાળીને સદ્ગતિનો ભાગી થયો. આ પ્રમાણે બીજા પણ ભવ્ય જીવોએ વિવેકને હૃદયમાં ધારણ કરીને પરિગ્રહપ્રમાણ કરવામાં પ્રયતવાળા થવું જોઈએ, અને લોભ વગેરેનો ત્યાગ કરવો જોઈએ. જેથી આ લોક અને પરલોક એમ ઉભયલોકમાં ઈચ્છિત સમૃદ્ધિની સિદ્ધિ થાય. અહીં ભાવના ગાથા આ પ્રમાણે છે
जह जह अण्णाणवसा, धणधन्नपरिग्गहं बहुं कुणसि । तह तह लहुं निमज्जसि, भवे भवे भरियतरिव्व ॥ १॥ जह जह अप्पो लोभो, जह जह अप्पो परिग्गहारंभो । તદ ત૬ સુદં પવઠ્ઠ૬, ધમસ થોડુ સંસિદ્ધ II ૨II