________________
૧૩૪
આત્મપ્રબોધ
ત્યાર પછી પોતે નિયમિત કરેલ દ્રવ્યથી વધેલું દ્રવ્ય સધર્મસ્થાનોમાં વાપરતા શ્રીપતિ શ્રેષ્ઠીએ ચૈત્યનું નિર્માણ મહાફળવાળું છે એમ જાણીને એક મોટું જિનચૈત્ય કરાવ્યું. તેમાં શુભમુહૂર્તે સારા પરિકરથી શોભતી શ્રી જિનેંદ્રની પ્રતિમા સ્થાપિત કરી. ત્યાર પછી તે દરરોજ શ્રી જિનપૂજાને કરતો સત્પાત્રોમાં ભક્તિથી દાન આપતો ક્રમે કરી આયુષ્ય પૂર્ણ થયે છતે શુભ ધ્યાનથી કાળ કરીને સદ્ગતિને પામ્યો. ત્યારે સ્વજનોએ ભેગા થઈને તેના ધન નામના પુત્રને તેના સ્થાને સ્થાપ્યો. પરંતુ લોભથી ગ્રસ્ત હોવાથી અતિ કૃપણ અને નિર્વિવેકી થયેલા તેણે આ પ્રમાણે વિચાર્યું: “અહો ! પાગલ થયેલા મારા પિતાએ ચૈત્ય નિર્માણ વગેરે કરીને નકામો આ દ્રવ્યનો વ્યય કર્યો. હવે હું મૂળ દ્રવ્યના વ્યયના કારણોને નિવારીને ફરી નવું દ્રવ્ય ભેગું કરવામાં પ્રયતવાળો થાઉં.” આ પ્રમાણે વિચારીને તેણે પોતાના રહેવાના ઘરને છોડીને બાકીના બધાં ઘરો, દુકાનોને વેંચી નાંખ્યા. દાસ, દાસી વગેરે બધા નોકરિયાત વર્ગને પણ રજા આપી. ચૈત્યપૂજા, પ્રભાવના વગેરે સધર્મ-કાર્યોને પણ છોડ્યાં. સ્વયં એક જીર્ણ વસ્ત્ર પહેરીને, ખભા ઉપર કોથળો લઈને એકલો તેલ, ગોળ વગેરેની લે-વેચ માટે દરેક ગામમાં ભમ્યો. ભોજન સમયે તેલ સાથે મિશ્રણ કરેલી કુલથી વગેરે નિરસ આહાર કર્યો.
હવે આ પ્રમાણે કરતા તેને જોઈને સુકુલીન, સુશીલવાળી તેની પતીએ ઘણી રીતે હિતશિક્ષા આપી. પરંતુ લોભ વગેરેથી ગ્રસ્ત હોવાથી તેણે જરા પણ ન માની. ત્યાર પછી કેટલાક કાળે તે જ આચાર્ય ફરી ત્યાં આવ્યા અને ભવ્ય જીવો વંદન કરવા માટે ગયા. ત્યારે ગુરુએ દેશના આપી, અને શ્રાવકોને શ્રીપતિ શ્રેષ્ઠીની ખબર પૂછી. શ્રાવકોએ કહ્યું છે સ્વામી ! તે શ્રેષ્ઠી કાળધર્મ પામ્યા છે. હમણાં તો ધન નામનો તેનો પુત્ર છે. તે લોભથી અભિભૂત થયેલો હોવાથી નિર્વિવેકી થયેલો છે. જિનપૂજા વગેરે સઘળા સદ્ધર્મકાર્યો છોડીને તે પશુની જેમ કાળ પસાર કરે છે. હવે કેટલામાં આ વાત કહેવાઈ તેટલામાં જ એક કોથળાને ખભા ઉપર લઈને કહેલા સ્વરૂપવાળો જ કોઈક ગામ તરફ ઉતાવળથી જતો તે દષ્ટિગોચર થયો. ત્યારે શ્રાવકોએ કહ્યું કે સ્વામી ! આ શ્રીપતિનો પુત્ર જાય છે. ગુરુએ તેને તેવા પ્રકારની અવસ્થાવાળો જોઈને ઉપકાર માટે પોતાની પાસે રહેલા એક શ્રાવકને મોકલીને તેને બોલાવ્યો. પરંતુ ત્યાં રહેલા જ તેણે કહ્યું હું ધનનો અર્થી છું. માટે ગુરુની સાથે કોઈ કામ નથી. આ સાંભળીને લાભ જાણીને ગુરુએ સ્વયં ત્યાં જઈને કહ્યું: હે આર્ય ! તું શ્રીપતિ શ્રેષ્ઠીનો પુત્ર છે. તને આવી રીતે ધર્મકાર્યથી વિમુખ થવું ઘટતું નથી. હવે જો તારાથી બીજું કંઈપણ ધર્મકાર્ય ન થાય તો પણ તારા પિતાએ કરાવેલા ચૈત્યમાં રહેલા શ્રી જિનબિંબના મુખરૂપી કમળને જોઈને પછી ભોજન કરવું એ પ્રમાણે નિયમ કર. ત્યારે તેણે કહ્યું હું મારા કાર્યથી ભ્રષ્ટ થયેલો છું તેથી હમણાં મને છોડી દો. હવે પછી આપે કહેલો નિયમ અને પ્રમાણ છે. એ પ્રમાણે કહીને તે પોતાના કામે લાગ્યો. આચાર્ય વિહાર કરી બીજે ગયા.
હવે તે ધન શ્રેષ્ઠી કંઈક શુભોદયથી દરરોજ પ્રભુના મુખ કમલને જોઈને ભોજન કરે છે. ત્યારે તેની પતીએ વિચાર્યું. તેવા પ્રકારના નિર્વિવેકી આના હૃદયમાં જો આ ભાવ ઉત્પન્ન થયો છે તો જણાય છે કે ભવિષ્યમાં આનો કોઈ પણ શુભોદય છે. હવે એક વખત બીજા ગામથી મધ્યાહ્ન આવેલો ધન ઉતાવળના કારણે દેવદર્શનને ભૂલી જઈને ભોજન માટે બેઠો. તેટલામાં તેને યાદ