________________
૧૩૩
બીજો પ્રકાશ - દેશવિરતિ હવે પરિગ્રહ સકલ ક્લેશનું મૂળ છે તે બતાવે છે
सेवंति पहुं लंघति, सायरं सायरं भमंति भुवं ।
विवरं विसंति निवसंति, पिउवणे परिग्गहे निरया ॥४२॥ દ્રવ્ય વગેરેને ભેગું કરવામાં એકાગ્રચિત્તવાળા જીવો ધનના સ્વામીને સેવે છે, સાગરને ઓળંગે છે, અર્થાત્ સાગરની મુસાફરી કરે છે, આદરપૂર્વક પૃથ્વી ઉપર ભમે છે. તથા સિદ્ધરસ માટે ગિરિકંદરામાં પ્રવેશે છે. વળી મંત્ર આદિની સિદ્ધિ માટે સ્મશાનમાં વસે છે. આ પ્રમાણે પરિગ્રહ દુઃખનું કારણ હોવાથી સંતોષ જ કલ્યાણકારી છે. સંતોષી જીવ નિધન હોય તો પણ ઇંદ્રથી અધિક સુખને અનુભવે છે. (૪૨) તે આ પ્રમાણે
संतोसगुणेण अकिंचणो वि इंदाहियं सुहं लहइ ।
इंदस्स वि रिद्धिं, पाविऊण ऊणोच्चिय अतुट्ठो ॥४३॥ - સંતોષ ગુણથી નિર્ધન પણ ઇન્દ્રથી અધિક સુખને પામે છે. અસંતોષી ઇંદ્રની ઋદ્ધિ પામીને પણ જાણે કંઈ મળ્યું નથી એમ માને છે. (૪૩) - હવે કહેલા સ્વરૂપવાળો પરિગ્રહપ્રમાણ સ્વરૂપ સંતોષ વિવેકનું મૂળ છે એમ દૃષ્ટાંતપૂર્વક બતાવે છે
विवेकः सद्गुणश्रेणि-हेतुर्निगदितो जिनैः । संतोषादिगुणः कोऽपि, प्राप्यते न हि तं विना ॥४४॥ प्रादुर्भावे विवेकस्य, गुणाः सर्वेऽपि शोभनाः ।
स्वयमेवाश्रयन्ते हि, भव्यात्मानं यथा धनं ॥४५॥ - જિનેશ્વરોએ વિવેકને સગુણ શ્રેણિનું કારણ કહેલ છે. કારણ કે વિવેક વિના કોઈ પણ સંતોષ આદિ ગુણને પ્રાપ્ત કરી શકતો નથી. વિવેક પ્રગટ થયે છતે બધા પણ સારા ગુણો સ્વયં જ શ્રેષ્ઠિપુત્ર ધનની જેમ ભવ્ય આત્માનો આશ્રય કરે છે. ભાવાર્થ તો ધનના વૃત્તાંતથી જાણવો. તે આ પ્રમાણે છે
શ્રેષ્ઠિપુત્ર ધનનું દૃષ્ટાંત એક નગરમાં શ્રીપતિ નામનો મહાધનવાન શ્રેષ્ઠી રહેતો હતો. તેનો ધન નામનો પુત્ર હતો. તેને પિતાએ મોટા શ્રેષ્ઠીના ઘરે પરણાવ્યો. એક વખત આચાર્યના સર્વ ગુણોથી અલંકૃત શ્રી સોમ નામના આચાર્ય ત્યાં આવ્યા. ઘણા ભવ્ય લોકો તેમને વંદન કરવા માટે ગયા. શ્રીપતિ શ્રેષ્ઠી પણ ત્યાં ગયો. સૂરિએ દેશના આપી. તેમાં પરિગ્રહ પ્રમાણ વ્રતનું સ્વરૂપ વિશેષથી વર્ણવ્યું. ત્યારે દેશનાને અંતે ઉત્પન્ન થયો છે વિવેક જેને એવા શ્રીપતિ શ્રેષ્ઠીએ સૂરિ પાસે તે વ્રત ગ્રહણ કર્યું. બીજા પણ શ્રાવકોએ વિવિધ નિયમો સ્વીકાર્યા. ત્યાર પછી તે બધાય ગુરુને નમીને પોતાના ઘરે ગયા.