________________
આત્મપ્રબોધ
વાસ્તુ એટલે ગૃહ-હટ્ટાદિ અને ગ્રામ-નગરાદિ. તેમાં ખાત-ઉદ્ભૂિત- તદુભયના ભેદથી ગૃહ ત્રણ પ્રકારનું છે. તેમાં ભોંયરું વગેરે ખાત છે. પ્રાસાદ વગેરે ઉદ્ભૂિત છે. ભોંયરા ઉપર રહેલું પ્રાસાદ તદુભય છે. હિરણ્ય એટલે રજત. સુવર્ણ પ્રસિદ્ધ છે. ગણિમ આદિ ભેદથી ધન ચા૨ પ્રકારનું છે. તેમાં સોપારી, જાયફળ વગેરે ગણિમ છે. કુંકુમ, ગોળ વગેરે ધરમ છે. ઘી, લવણ વગેરે મેય છે. રત, વસ્ત્રાદિ પરીક્ષ્ય છે. વ્રીહિ આદિ સત્તર પ્રકારનું ધાન્ય છે. વ્રીહિ, યવ, મસૂર, ઘઉં, મગ, અડદ, તેલ, ચણા, અણુ (કાંગ), પ્રિયંગુ, કોદ્રવ, મકુષ્ઠ (ધાન્ય વિશેષ), શાલિ, આઢકી (તુવેર), વળી કલાય (વટાણા), કુલથી, શણ આ સત્તર પ્રકારના ધાન્યો છે. બીજા ગ્રંથમાં ચોવિસ પ્રકારના પણ ધાન્ય કહેલા છે. પત્ની, દાસ, દાસી, પોપટ, મેના વગેરે દ્વિપદો છે. ગાય, ભેંસ, અશ્વ, ઊંટ વગે૨ે ચતુષ્પદો છે. શયન, આસન, રથ, ગાડું, હળ, માટીના વાસણ, થાળી, કટોરો વગેરે ઘરનાં ઉપકરણો કુપ્પ છે.
૧૩૨
પ્રશ્ન- પણ આનું પ્રમાણ કેવી રીતે કરવું ?
ઉત્તર- પોતાની ઈચ્છા (કલ્પના)ના આધારે પ્રમાણ કરવું. અહીં આ ભાવ છે- જો ઈચ્છા નિવૃત્તિનો ભાવ છે તો નિયમનું રક્ષણ કરવા જેટલો પરિગ્રહ વિદ્યમાન હોય તેમાંથી પણ ઓછું કરવું અને વધેલું ધર્મસ્થાનમાં વાપરવું. અથવા વિદ્યમાન પરિગ્રહને અનુસારે આનંદ શ્રાવક આદિની જેમ નિયમ ગ્રહણ કરવો. હવે જો ઈચ્છા નિવૃત્તિનો ભાવ નથી તો વિદ્યમાન પરિગ્રહથી અધિક બમણું અથવા ચારગણું છૂટું રાખી બાકીનો નિયમ કરવો.
પ્રશ્ન- જે પરિગ્રહ અત્યારે પોતાની પાસે છે જ નહીં તેનો નિષેધ કરી જે આ વ્રતનો સ્વીકાર કરવો તે ઝાંઝવાના નીરથી સ્નાન કરવાની જેમ કોને હાસ્યાસ્પદ ન થાય ?
ઉત્તર- તમારું કહેવું બરાબર નથી. કેમ કે- ભાગ્યયોગે કાલાંતરે પોતાની ઇચ્છાને અનુરૂપ ક્ષેત્ર વગેરેની પ્રાપ્તિ થઈ જાય તો પણ (તેને ન લેવાથી) અધિક આરંભ ન થાય અથવા પ્રાપ્ત ન થાય તો પણ અનંત ઈચ્છાનો નિરોધ ક૨વાથી વ્રત સ્વીકાર સફળ છે જ. જેથી કહ્યું છે કે
परिमिअमुवसेवंतो, अपरिमिअणंतयं परिहरंतो ।
पावइ परंमि लोए, अपरिमिअमणंतयं सुक्खं ॥ १ ॥
અર્થ- પરિમિતને સેવતો, અપરિમિત અને અનંતને છોડતો જીવ પરલોકમાં અમિત અને અનંત સુખને પામે છે.
પ્રશ્ન- આ પરિગ્રહ પરિમાણથી શું ? જેટલી ઈચ્છા હશે તેટલો લાભ થઈ જશે એટલે ઈચ્છા સ્વયં શાંત થઈ જશે.
ઉત્તર- ના, એવું નથી. પરિપૂર્ણ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ જાય તો પણ ઈચ્છાની તૃપ્તિ થતી નથી. જેથી કહ્યું છે કે
जह जह लहेइ रिद्धिं, तह तह लोहो वि वड्ढए बहुओ । लहिऊण दारुभारं किं अग्गी कह वि विज्झाइ ॥ १ ॥
અર્થ- જેમ જેમ ઋદ્ધિ મળે છે તેમ-તેમ લોભ પણ ઘણો વધે છે. લાકડાનો ભારો મેળવીને શું અગ્નિ કોઈપણ રીતે બૂઝાય ? (૪૧)